ભારત, નેપાળ સહિત પોતાના પાડોશી દેશો પર ખરાબ ઇરાદા હેઠળ પગલા લેનાર ચીને તાઇવાનને લઇને એક નવી ચાલ ચલી છે. ચીની સેનાએ તાઇવાન પર આક્રમણ કરવાની તૈયારી કરતા દક્ષિણી-પૂર્વી તટ પર પીપૂલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ ચીન આ વિસ્તારમાં તૈનાત પોતાની જૂની મિસાઇલ DF-11S અને DF-15S ને સૌથી મોર્ડન હાઇપરસોનિક મિસાઇલ DF-17થી બદલી રહ્યું છે. ચીનના ન્યૂઝ પેપર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, DF-17 હાઇપરસોનિક મિસાઇલ ધીરે-ધીરે જુની DF-11 S અને DF-15S ને બદલી નાંખશે, જે દક્ષિણ પૂર્વી તટ પર તૈનાત હતી.
સૂત્રોને દ્વારા જણાવામાં આવ્યું છે. ચીનની નવી એડવાન્સ મિસાઇલની રેંજ અગાઉની સરખામણીએ ઘણી વધારે છે અને લક્ષ્યને ઘણી વધારે સટિકતાથી હિટ કરવામાં સક્ષમ છે. ભલે તાઇવાન ક્યારેય પણ ચીનની સત્તારૂઢ પાર્ટી દ્વારા નિયંત્રિત ન કરવામાં આવ્યો હોય, પરંતુ ચીન તાઇવાનનો પોતાનો ભાગ કહેતું આવ્યું છે.
કેનાડા સ્થિતિ કાનવા ડિફેંસ રિવ્યૂ અનુસાર, સેટેલાઇટ ફોટાથી ખબર પડે છે કે ફુજિયાન અને ગ્લાંગડોંગના બંને મરીન કૉર્પ્સ અને રોકેટ ફોર્સ બેસનો વિસ્તાર થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફુઝિયાન અને ગ્વાંગડોંગના દરક રોકેટ ફોર્સ બ્રિગેડ હવે સંપૂર્ણ રીતે હથિયારોથી સુસજ્જિત છે.
સમાચાર એજન્સી શિન્હુઆના અનુસાર ચીની પ્રાંત ગ્વાંગડોંગમાં સૈનિકોના કેમ્પની યાત્રા દરમિયામન ચીનના રાષ્ટ્રપતિએ સૈનિકોમાં યુદ્ધની તૈયારીમાં પોતાનું ધ્યાન તેમજ ઉર્જા લગાવાનો નિર્દેશ કર્યો હતો.
ચાઓઝોઉ શહેરમાં PLAના મરીન કૉર્પ્સના એક નિરીક્ષણ દરમિયાન શી જિનપિંગે સૈનિકોને 'હાઇ અલર્ટ સ્થિતિ બનાવી રાખવા'ને લઇને કહ્યું અને તેમને બિલ્કુલ વફાદાર, બિલ્કુલ શુદ્ધ અને બિલ્કુલ વિશ્વસનીય' કહ્યાં.