બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / china-adamant-on-not-retreating-from-hot-springs-gogra-and-depsang-said-india-should-be-happy-to-get-as-much-as-it-got
ADVERTISEMENT
ચીને વધુ એકવાર તેનું અડગ વલણ બતાવ્યું છે. હકીકતમાં, ડ્રેગને પૂર્વી લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપ્સાંગના સંઘર્ષ ઝોનમાં સૈનિકોને પરત ખેંચવાનો ઇનકાર કર્યો છે. આટલું જ નહીં, 'ભારતે જે પ્રાપ્ત કર્યું છે તેનાથી ખુશ રહેવું જોઈએ' એમ કહીને ચીને ફરીથી તેનો અસલી રંગ બતાવ્યો છે.

ADVERTISEMENT
ચીન અને ભારતની સેનાઓ વચ્ચે યોજાઇ હતી વાતચીત
ગયા અઠવાડિયે, બંને દેશો વચ્ચે સૈન્ય વાટાઘાટોની 11 મો રાઉન્ડ 13 કલાક સુધી ચાલ્યો હતો, જેમાં ચીને આ વિસ્તારોમાંથી પીછેહઠ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ચીન સાથેના વિવાદના સમાધાનમાં સામેલ એક ઉચ્ચ સ્ત્રોતે જણાવ્યું છે કે ચાઇના અગાઉ હોટ સ્પ્રિંગ્સ અને ગોગરાના પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને પેટ્રોલિંગ પોઇન્ટ -17 એમાંથી સૈન્ય પરત ખેંચવા સંમત થયો હતો. પરંતુ બાદમાં તેણે તેનો ઇનકાર કર્યો હતો. તે સ્પષ્ટ છે કે ચીન ઈચ્છે છે કે ભારતીય સેના એલએસી નજીક તેની નવી સ્થિતિને પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને 17 સ્વીકારે અને એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ ફેરવવાની પણ ચીનની અનિચ્છા છે.
ADVERTISEMENT
ભારતીય સૈન્યના એક અધિકારીએ કહ્યું કે, "એપ્રિલ 2020 થી લગભગ 60 ચીની સૈનિકો ગોગરા-હોટ સ્પ્રિંગ્સ વિસ્તારોમાં હાજર છે અને જ્યાં સુધી ચીન તેની સેના પાછા નહીં ખેંચે ત્યાં સુધી આ વિસ્તાર ખાલી કરવાની પ્રક્રિયા પર વિચારણા કરવામાં આવશે નહીં." એકવાર આ તબક્કો પૂરો થયા પછી ભારતીય સૈન્ય દેપસાંગ વિસ્તારમાં પેટ્રોલિંગ રાઇટ્સના મુદ્દે આગળ વધશે. આ મુદ્દો વર્ષ 2013 થી પેન્ડિંગ છે.

ADVERTISEMENT
ગોગરા, હોટ સ્પ્રિંગથી ચીન તેની સેના પરત ખેંચવા તૈયાર નથી
ખરેખર, આ ક્ષેત્ર ભારત અને ચીન બંને માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ચીની સેના ગોગરા, હોટ સ્પ્રિંગ અને કોંગ્કા લા વિસ્તારથી આ વિસ્તારમાં તૈનાત તેના સૈનિકો માટે મોટી સંખ્યામાં લોજિસ્ટિક્સ લઈ જવા સક્ષમ છે. 20 મી ફેબ્રુઆરીએ લશ્કરી વાટાઘાટોનો દસમો રાઉન્ડ યોજાયો હતો. પેંગોંગ લેકની ઉત્તરીય અને દક્ષિણ બાજુએથી બંને દેશોની સેનાએ તેમના સૈનિકો અને શસ્ત્રો પરત ખેંચવા સંમતિ આપી. જો કે હવે ચીન તેની અવગણના કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.