બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Chess World Cup 2023 Final result: India's Pragnanadha lost the game, Magnus Carlson won

ચેસ વર્લ્ડ કપ 2023 / પ્રજ્ઞાનાનંદની પ્રજ્ઞા ! કાર્લસનને ચેસ વર્લ્ડ કપ માટે તરસાવ્યો, ટાઈ બ્રેકરમાં હારીને પણ રચ્યો ઈતિહાસ

Vaidehi

Last Updated: 05:45 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેસ વર્લ્ડ કપ ફાઈનલ: ભારતનાં આર પ્રજ્ઞાનંદાને ચેસ વિશ્વ કપ 2023નાં ફાઈનલમાં દુનિયાનાં નંબર-1 ગ્રેંડમાસ્ટર મેગનસ કાર્લસન સામે હારનો સામનો કરવો પડ્યો.

  • ચેસ વર્લ્ડ કપ ફાઈનલનું આજે પરિણામ
  • દ્વિતીય ટાય-બ્રેકર ડ્રોમાં નોર્વેનો વિજય
  • ભારતનાં આર.પ્રજ્ઞાનંદાની થઈ હાર

ભારતીય ગ્રેંડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાને નોર્વેનાં દુનિયાનાં નંબર વન ખેલાડી મેગનસ કાર્લસનની સામેની ફાઈનલનાં દ્વિતીય ટાય બ્રેકરમાં હારનો સામનો કરવો પડ્યો. આ હારની સાથે જ ભારતનાં પ્રજ્ઞાનંદા ઈતિહાસ રચવાથી ચૂકી ગયાં. પહેલી ટાઈ બ્રેકર સુધી પ્રજ્ઞાનંદાએ કાર્લસનને ટક્કર આપી હતી પરંતુ દ્વિતીય ટાય બ્રેકરમાં કાર્લસને પોતાની ગેમ રમવાનો અંદાજ બદલ્યો અને જીત મેળવી.

કાર્લસને મારી બાજી
કાર્લસને પ્રજ્ઞાનંદાની સામે દ્વિતીય ટાઈબ્રેક ડ્રો કર્યા બાદ વિશ્વ કપ જીતી લીધું. બંનેની વચ્ચેનો અંતિમ સ્કોર, 
કાર્લસન- 1.5
પ્રજ્ઞાનંદા- 0.5

18મી ચાલ બાદ બંનેએ પોતાની ક્વીન્સ બદલી જેનો ફાયદો આ મેચમાં કાર્લસનને મળ્યો. પ્રજ્ઞાનંદાને 47 ચાલો બાદ ટાય-બ્રેકમાં હારનો સામનો કરવો પડ્યો. વિશ્વ કપ ફાઈનલમાં કાર્લસનની સામે આ મુશ્કેલ લડાઈ હતી. જો કે તેઓ ભારતીય ગ્રેંડમાસ્ટરને માત આપવામાં સફળ રહ્યાં.

ગઈકાલે દ્વિતીય વખત ટાય થઈ હતી
ચેસ વર્લ્ડ કપ 2023ની ફાઇનલની બીજી ગેમમાં ગઈકાલે ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદા અને મેગ્નસ કાર્લસન વચ્ચે ડ્રોમાં થઈ. આ પહેલા મંગળવારે પ્રથમ ગેમ પણ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. વ્હાઇટ પીસ સાથે રમતા કાર્લસનને બ્લેક પીસ સાથે રમતા પ્રજ્ઞાનાનંદાએ જોરદાર લડત આપી અને બંનેએ અંતે ડ્રો રમ્યો. હવે આજે થયેલ ટાઈબ્રેકરમાં કાર્લસન બાજી મારી ગયાં છે.. 18 વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ વિશ્વના નંબર-1 ખેલાડી કાર્લસન સામે જોરદાર લડત આપી અને તેને ડ્રો રમવા માટે મજબૂર કર્યો.પરંતુ અંતે ચૂકી ગયાં. વર્લ્ડ કપની ફાઇનલમાં બે ક્લાસિકલ ગેમ હોય છે અને જ્યારે તે બંને ડ્રો થાય છે ત્યારે ટાઈબ્રેકથી વિજેતા નક્કી થાય છે. 30 ચાલ પછી બંને ડ્રો રમવા સંમત થયા. આ ખેલ લગભગ દોઢ કલાક સુધી ચાલ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ