બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cheetah to run into India again after decades, eight cheetahs imported from Namibia

વાઇલ્ડ લાઈફ / દાયકાઓ પછી ફરી ભારતમાં દોડશે ચિત્તા, પણ તે પહેલા આ દેશ સાથે થઈ ગયો ભયંકર વિવાદ

Priyakant

Last Updated: 01:38 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો દાવો, આઠમાંથી ત્રણ ચિત્તા એવા કે જેમને કેદમાં જ ઉછેરવામાં આવ્યા, નામીબિયાએ કહ્યું તે તદ્દન ખોટું, ભારતે પોતે ચિત્તા પસંદ કર્યા પછી નકાર્યા

  • દાયકાઓ પછી ફરી ભારતમાં દોડશે ચિત્તા
  • નામિબિયાથી આઠ ચિત્તાની આયાત કરવામાં આવી
  • ચિત્તાની આયાત  વચ્ચે નામિબિયા સાથે થયો વિવાદ 
  • આઠમાંથી ત્રણ ચિત્તા લેવાનો ભારતનો ઇનકાર 

ભારતમાં દાયકાઓથી ગુમ થયેલી ચિત્તાની પ્રજાતિને પરત લાવવા માટે નામિબિયાથી આઠ ચિત્તાની આયાત કરવામાં આવી રહી છે. જોકે આ દરમ્યાન હવે નામિબિયા સાથે એક મોટો વિવાદ થઈ ગયો છે. વાત જાણે એમ છે કે, ભારત મોકલવામાં આવનાર તમામ ચિત્તાઓને પકડીને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આમાંથી ત્રણ ચિતા છે જેને ભારત લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. ભારતે કહ્યું કે, આ ચિત્તા હવે શિકાર કરવા લાયક નથી. ભારતનો દાવો છે કે, આ ચિત્તાઓ કેપ્ટિવ બ્રીડના છે, એટલે કે તેમને કેદમાં જ ઉછેરવામાં આવ્યા છે.   

નામિબિયાએ પણ ભારતના આ દાવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. નામિબિયાએ આ દાવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે તેઓ ભારતમાંથી નકારી કાઢવામાં આવેલા ચિત્તાઓને બદલે ચિત્તાઓને પકડીને બદલશે નહીં. નામિબિયા સરકારના પ્રવક્તાએ ભારતના દાવાને નકારી કાઢતા કહ્યું કે,  ભારત દ્વારા નકારી કાઢવામાં આવેલ ચિત્તાઓ કેપ્ટિવ બ્રીડ (કેદમાં જ ઉછેરવામાં આવ્યા હોય તેવા) નથી.

નામીબિયા "પ્રોજેક્ટ ચિત્તા " માટે વધુ પ્રાણીઓ પ્રદાન નહી કરે ? 

નામીબિયાના પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રવક્તા રોમિયો મુયુન્ડાએ કહ્યું કે, ભારતના 'પ્રોજેક્ટ ચિત્તા ' માટે અમારી તરફથી વધુ ચિત્તા આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આપણા દેશમાં પણ તેમની સંખ્યા મર્યાદિત છે. 

નામિબિયા મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું ? 

ભારતના દાવા પર નામિબિયા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે ચિત્તાને લઈને ભારતના દાવાને નકારીએ છીએ. તેમણે કહ્યું કે, ચિત્તા એવું પ્રાણી નથી જેને કેદમાં રાખી શકાય. તેમણે કહ્યું કે, જ્યારે ચિત્તા નાના હોય છે અને શિકાર કરવાનું શીખે છે. 

ભારતે પોતે ચિત્તા પસંદ કર્યા પછી નકાર્યા ? 

નામિબિયાના પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતે જે ત્રણ ચિતાઓને નકારી કાઢી છે તેના બદલામાં અન્ય ચિત્તા આપવાની અમારી કોઈ ઈચ્છા નથી. ઉપરાંત પ્રવક્તાએ ત્રણેય ચિત્તાઓના અસ્વીકારને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત સરકારે તે ચિત્તાઓને પસંદ કર્યા હતા અને બાદમાં તેમને નકારી કાઢ્યા હતા.

મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે,  તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતે આ ચિત્તાઓને નકારી કાઢી છે. સરકારમાં હોવાને કારણે અમે ભારત મોકલવા માટે ચિત્તાઓની પસંદગીમાં સામેલ નહોતા. ચિત્તાઓની પસંદગીમાં ભારત સરકાર અને એનજીઓ 'ચિતા સંરક્ષણ ફંડ ઓફ નામિબિયા' સામેલ હતા.

ચિત્તા ક્યારે આવશે ભારત ? 

નામીબિયાથી ભારત મોકલવામાં આવનાર ચિત્તાઓને હાલ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂરો થતાંની સાથે જ તેમને ભારતના મધ્ય પ્રદેશમાં સ્થિત કુનો વન્યજીવ અભયારણ્યમાં મોકલવામાં આવશે. એક સ્થાનિક અહેવાલ મુજબ ભારત દ્વારા નકારી કાઢવામાં આવેલા ચિત્તાઓને સંભાળ માટે નામિબિયાના જંગલોમાં મોકલવામાં આવશે. ભારત નામિબિયાથી આવતા ચિત્તાઓ માટે ઘણી કાળજી લઈ રહ્યું છે. ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, ચિત્તાઓને ભારતમાં લાવવાની પ્રક્રિયામાં કોઈ અવરોધ નથી. મધ્યપ્રદેશના વન મંત્રી વિજય શાહે આ વિશે જણાવ્યું હતું કે, ભારત સરકાર કોઈને કોઈ રીતે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં જ ચિત્તાઓને ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ