બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Chattisgarh HC says it is Unlawful to record a phone call without permission of the second party

ફેંસલો / સાવધાન! 'પરવાનગી વિના કૉલ રેકોર્ડિંગ કરવો પ્રાઇવસીનું ઉલ્લંઘન', પતિ-પત્નીના વિવાદ કેસમાં હાઇકોર્ટનો હુકમ

Vaidehi

Last Updated: 06:23 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટે કહ્યું, 'ફોનમાં અન્ય પક્ષની મંજૂરી વિના કૉલ રેકોર્ડ કરવું એ ગેરકાનૂની છે. પ્રાઈવસીનાં અધિકારનો ભંગ છે.'

  • છત્તીસગઢ હાઈકોર્ટે રાઈટ ટૂ પ્રાઈવસી પર ટિપ્પણી કરી
  • કહ્યું અન્ય પક્ષની મંજૂરી વિના કૉલ રેકોર્ડ કરવું ગેરકાનૂની
  • પ્રાઈવસીનાં હકનો ભંગ કરવાની મનાઈ

હવે મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરવું ભારે પડી શકે છે. જો તમે સામેનાં પક્ષની પરમિશન વગર કોલ રેકોર્ડ કરી રહ્યાં છો તો એ IT એક્ટની કલમ 72 અંતર્ગત ગુનો બને છે.  કોર્ટે આ મામલે સુનાવણી કરતાં કહ્યું કે મોબાઈલ ફોન પર કોઈસાથે વાતચીત દરમિયાન જો કોઈ વ્યક્તિ બીજા પક્ષની મરજી વગર ફોન રેકોર્ડિંગ કરે છે તો એ પ્રાઈવસીનાં અધિકારનો ભંગ છે અને IT એક્ટની કલમ 72 અંતર્ગત અપરાધ છે. 

રાઈટ ટૂ પ્રાઈવસી
SCનાં નિર્ણય બાદ છત્તીસગઢ હાઈકોર્ટે ફોન ટેપિંગનાં ચર્ચિત કેસ નીરા રાડિયા પર પતિ-પત્ની વિવાદની વચ્ચે મોબાઈલ રેકોર્ડિંગનાં મામલા પર ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે મામલો અંગત સંબંધનો હોય તો પણ કોર્ટ કોલ રેકોર્ડિંગ જેવા પુરાવાઓને સ્વીકારી શકે નહીં જેમાં મંજૂરી વિના મોબાઈલ ફોનની વાતચીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હોય. આવું કરવું એ બંધારણની કલમ 21 હેઠળ ગોપનીયતાનાં અધિકારનું ઉલ્લંઘન છે.

પતિએ પત્નીની વાતો રેકોર્ડ કરી
હાઈકોર્ટે કહ્યું કે એવું લાગે છે કે અરજદાર પત્નીની વાતચીત તેની જાણબહાર પતિએ ચુપચાપ રેકોર્ડ કરી છે. આ પ્રકારનું કૃત્ય બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે.આ મામલો છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાનો છે. જ્યાં પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવા માટેની અરજી ફેમિલી કોર્ટમાં કરી હતી. પતિએ પત્નીની વાતચીત રેકોર્ડ કરી કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી હતી જેમાં પતિએ પત્નીના ચારિત્ર્ય સામે આક્ષેપો મૂક્યાં હતા. જે બાદ પત્નીએ ફેમિલી કોર્ટના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી અને આદેશ રદ કરવાની માંગ કરી .

શું આવ્યો નિર્ણય?
ફેમિલી કોર્ટના નિર્ણયને રદ્દ કરી HC જજ જસ્ટિસ રાકેશ મોહન પાંડેની સિંગલ બેન્ચે આદેશમાં કહ્યું કે, જાણ કર્યા વગર ફોન કૉલ રેકોર્ડ કરવો એ પ્રાઈવસીનાં અધિકારનું ઉલ્લંઘન છે અને બંધારણની કલમ 21 હેઠળ અરજદારના અધિકારોનું પણ ઉલ્લંઘન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ