બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ખોરાક અને રેસીપી / Chatak will be expensive for taste lovers in monsoon, prices of fritters have gone up in flames, know how much rupees have increased

મોંઘવારી / ચોમાસામાં સ્વાદ રસિકોને ચટાકો મોંઘો પડશે, ભજીયાંના ભાવ ભડકે બળ્યાં, જાણો કેટલાં રૂપિયાનો થયો વધારો

Vishal Khamar

Last Updated: 07:46 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે જ ખાવાનાં શોખીનો નાસ્તાની લારીએ જોવા મળી રહે છે. તેમાં પણ ખાસ કરીને ભજિયાની દુકાન પર ખાવાનાં શોખીન ઉમટી પડે છે.

  • ચોમાસાની સિઝનમાં ભજિયાં અને દાળવડાંની ડિમાન્ડ દસ ગણી વધી જાય
  • સ્વાદરસિયાઓ ભજિયાની મોજ માણવા નીકળી પડે છે
  • ચોમાસાની શરૂઆત થતા જ આદુ, કોથમીરનાં ભાવમાં પણ ઉછાળો

ચોમાસાની સિઝનમાં ભજિયાં અને દાળવડાંની ડિમાન્ડ દસ ગણી વધી જાય છે. વરસાદ પડે કે તરત જ સ્વાદરસિયા હાઇવે પર કે અન્ય દુકાન, લારી, ગલ્લા પર ગરમ ગરમ ભજિયાંની મોજ માણવા નીકળી પડે છે તો કેટલાક વરસાદી સિઝનમાં ઘેર જ ભજિયાં ખાવાનું પસંદ કરે છે પરંતુ આ વર્ષે ભજિયાંના ભાવ સ્વાદરસિયાના મોં બગાડી રહ્યા છે કારણ કે આ વર્ષે ભજિયાંના ભાવમાં રૂ. ૫૦થી ૧૦૦નો વધારો થયો છે. જેનાં કારણે સ્વાદ રસિયાએ ખિસ્સાંનો ભાર પરાણે વધારવો પડે તેવી પરિસ્થિતિ થઈ છે.


 ચોમાસામાં માણસ ખાવાનો શોખીન થાય
ભજિયાં વગર ચોમાસું સૂનું રે લાગે. એ વાત સાચી છે. ચોમાસામાં માણસ ખાવાનો શોખીન થાય છે, ત્યારે ભજિયાં અડફેટમાં આવે છે. સેવ-પાપડી-ગાંઠિયા-ફાફડા-ફૂલવડી જેવાં અનેક ‘ટેસ્ટી’ ફરસાણ   ચણાના લોટમાંથી જ બને છે. છતાં એમાંથી એકેય ફરસાણ ભજિયાંની લોકપ્રિયતાના મુકામ સુધી પહોંચ્યું નથી  ભૂખ હોય કે ના હોય, ગરમાગરમ તળાતાં ભજિયાંની મહેક સ્વાદરસિયાની ભૂખ ઉઘાડી જ દે છે. 

ચોમાસાની શરૂઆત થતા જ આદુ, કોથમીરનાં ભાવમાં ઉછાળો
ચોમાસાની શરૂઆત સાથે આદું, લીલાં મરચાં અને કોથમીરના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. હોલસેલ માર્કેટમાં બેંગલુરી આદુંનો ભાવ ૨૦૦થી ૨૨૦ રૂપિયે કિલો છે, જ્યારે સતારા આદુંનો ભાવ ૧૬૦થી ૧૭૦ રૂપિયા છે. રિટેલ - છૂટકમાં આદુંનો ભાવ રૂ.   ૩૦૦ની આસપાસ છે, છતાં તેમાં જોઈએ તેવી તીખાશ હોતી નથી. લીલાં તીખાં મરચાંનો ભાવ હોલસેલમાં ૧૦૦ જ્યારે રિટેલમાં ૧૫૦થી ૨૦૦ સુધી પહોંચ્યો છે. ટામેટાંના ભાવમાં વધારો થવાને કારણે આખાં ટામેટાંના ભજિયાંના ભાવમાં ૫૦થી ૧૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. હવે ૪૦૦ રૂપિયાનાં કિલો મળતાં ભજિયા ૪૫૦થી લઈને ૫૦૦ રૂપિયા કિલો સુધીમાં માર્કેટમાં વેચાઈ રહ્યાં છે.

ભજિયામાં વપરાતા શાકભાજીનાં ભાવમાં વધારો
ભજિયાની દુકાન ચલાવતા વેપારીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લાં ૧૦-૧૫ દિવસથી ટામેટાંના ભાવ ૨૦૦   રૂપિયા થઈ ગયા છે, સાથે સાથે ભજિયામાં વપરાતાં શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.  આ ઉપરાંત તેલના ભાવમાં પણ વધારો થતાં ના છૂટકે ભજિયાંના ભાવ વધારવા પડ્યા છે કારણ કે ભજિયાંમાં વપરાતાં લીલું લસણ, મેથી, સુરણ, રીંગણ દૂધી, પોઇ સહિતના ભાવ વધ્યા છે.

ટામેટાંનાં ભજિયાં બનાવવાની આનાકાની
કેટલાક સ્વાદરસિયા વરસાદી સિઝનમાં ટામેટાંના ભજિયાં ખાવાનો આગ્રહ રાખે છે. હવે ટામેટાંના ભાવ ૨૦૦ રૂપિયા સુધી પહોંચી જતાં ટામેટાંનાં ભજિયાંના ભાવમાં ૫૦થી ૧૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. પરંતુ છતાંય ભજિયાંવાળાં ટામેટાંના ભજિયાં બનાવવા તૈયાર નથી. લોકો કહે છે અમે ખર્ચ કરવા તૈયાર છીએ પરંતુ ભજિયાંવાળાં ટામેટાંના ભજિયાં બનાવવા તૈયાર નથી તેનું મુખ્ય કારણે ટામેટાંના લાલચોળ ભાવ છે.


કેટલી જાતનાં ભજિયાં 
લચ્છા ભજિયાં, કુંભણિયા ભજિયાં, પટ્ટી ભજિયાં, ડુંગળીનાં ભજિયાં, આખાં ભરેલાં મરચાંનાં ભજિયાં, આખાં ભરેલાં ટામેટાંના ભજિયાં, બટાકા વડાં, બટાકાનાં ભજિયાં, મિક્સ ભજિયાં, ખજૂરનાં ભજિયાં, કાચાં પાકાં   કેળાંનાં ભજિયાં, દૂધીનાં ભજિયાં, પાલક ભજિયાં, કેપ્સિકમ ભજિયાં, એપલ ભજિયાં, પાઈનેપલ ભજિયાં, ડેરી મિલ્ક ભજિયાં, આઈસક્રીમ ભજિયાં, પૌંઆ પકોડાં, મેથીના ગોટા, સૂકાં ભજિયાં, મેગીનાં ભજિયાં જેવાં અનેક પ્રકારનાં ભજિયાં સ્વાદરસિયાની માગને સંતોષે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ