બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Chardham Yatra 2023 kedarnath badrinath cardiac arrest 58 people died in 27 days

Chardham Yatra 2023 / ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોએ જીવ છોડ્યો, સૌથી વધુ કેસ હાર્ટઍટેકના, સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

Arohi

Last Updated: 02:27 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chardham Yatra 2023: આ વર્ષે એપ્રિલ મહિનાથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધી 58 લોકોના મોત થઈ ચુક્યા છે. યાત્રા વખતે થતા મોત સૌથી વધારે કાર્ડિયેક અરેસ્ટના કારણે થયા છે.

  • ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોના મોત 
  • સૌથી વધુ કેસ હાર્ટઍટેકના
  • સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

એપ્રિલના મહિનામાં શરૂ થયેલી ચારધામ યાત્રા આ વર્ષે થોડી મુશ્કેલીઓથી ભરેલી હતી. વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ અત્યાર સુધી સરેરાશ દરરોજ 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

એક રિપોર્ટ અનુસાર આ મોત કાર્ડિયાક અરેસ્ટ અથવા ક્રોનિક પલ્મોનરી ડિઝીઝના કારણે થયા છે. 27 દિવસના સમયમાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓએ ગઢવાલ હિમાલયમાં 10 હજાર ફૂટથી ઉપર સ્થિત ચાર હિમાલયી મંદિરો- કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં પૂજા કરી છે. 

2400 લોકોને સ્વાસ્થ્ય વિભાગની ટીમે આપી ચેતાવણી 
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડા અનુસાર લગભગ 2,400 લોકોને તેમના ખરાબ સ્વાસ્થ્ય સ્થિતિના કારણે યાત્રા પર જતા પહેલા અધિકારીઓ દ્વારા ચેતાવણી આપવામાં આવી હતી. તે લોકોને એક કાગળ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા. 

જેના પર લખવામાં આવ્યું હતું કે તીર્થ યાત્રા વખત જો તેમની સાથે કોઈ ઘટના બને છે તો તેમના તે પોતે જવાબદાર રહેશે. ફેંફસાની સમસ્યાથી પીડિત લગભગ 7,000 તીર્થયાત્રીઓને સ્વાસ્થ્ય દેખરેખ ટીમે તેમના સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખતા પોર્ટેબલ ઓક્સીજન સિલિન્ડર આપ્યા છે. 

27 દિવસોમાં કુલ 58 લોકોના મોત 
જાણકારી અનુસાર 27 દિવસમાં 58 મોત નોંધવામાં આવી છે. તેમાં મોટાભાગના કાર્ડિયાક અરેસ્ટ  સાથે સંબંધિત છે અને કેદારનાથમાં આ મોત થઈ છે. આ તીર્થયાત્રીઓની ટ્રેક માર્ગ પર અથવા તો હોટલમાં મૃત્યુ થયું છે. 

મૃતકોમાં સૌથી વધારે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના હતા. કેદારનાથ યાત્રા પરથી પરત ફરેલા ગુજરાતના 44 વર્ષીય તીર્થયાત્રી રજની કુમારીએ કહ્યું, "આટલું દૂર આવવા બાદ, કોઈ પણ મંદિરમાં દર્શન વગર પરત ન જવું જોઈએ માટે માટા પરિવારના ત્ર સદસ્યોએ પોર્ટેબલ સિલિન્ડર સાથે લઈ જવાનું પસંદ કર્યું."

રાજ્ય સરકાર જાહેર કરી ચુકી છે એડવાઈઝરી 
રાજ્ય સરકારે યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. એડવાઈઝરીમાં તીર્થ યાત્રા પર આવતા લોકો પાસે દરરોજ 5-10 મિનિટ સુધી બ્રીદિંગ એક્સરસાઈઝ કરાવવી જોઈએ. તેની સાથે જ દરરોજ 20-30 મિનિટ ચાલવાની સલાહ આપવામાં આવે છે. તેના ઉપરાંત હૃદય રોગ, અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસથી પીડિત યાત્રી યાત્રા માટે ફિટનેસ સુનિશ્ચિત કરવા માટે હેલ્થ ચેકઅપ કરાવો. 

ત્યાં જ આ બીમારીઓથી પીડિત તીર્થયાત્રીઓને પોતાના ઘરેલુ ડોક્ટરનો સંપર્ક નંબર સાથે જ દવાઓ અને તપાસ ઉપકરણને સાથે રાખવા માટે કહેવામાં આવે છે. એડવાઈઝરીમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે જો ડોક્ટર ઈનકાર કરે તો યાત્રા ન કરવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ