બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Change in exam pattern of class 10-12 in Gujarat, how much benefit to the student? Plus points for the weak

મહામંથન / ગુજરાતમાં ધોરણ 10-12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર, વિદ્યાર્થીને કેટલો લાભ? નબળા માટે પ્લસ પોઈન્ટ

Vishal Khamar

Last Updated: 10:33 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો. 10 અને 12 ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરાયો છે. ત્યારે હેતુલક્ષી પ્રશ્ન વધાર્યા છે. જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો ઘટાડ્યા છે. તેમજ પરીક્ષામાં હવે આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ આવશે. હેતુલક્ષી પ્રશ્નોનો વિકલ્પ નબળા વિદ્યાર્થીઓ માટે પ્લસ પોઈન્ટ બનશે ખરો?

રાજ્ય સરકારે કેન્દ્રની નવી શિક્ષણનીતિ અંતર્ગત મહત્વનો નિર્ણય લીધો જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા. ફેરફારનો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓને આગળ લાવવાનો હતો કે જેમની તેજસ્વિતા માત્ર યાદશક્તિ અને પરીક્ષા આધારીત પરિણામ પાછળ ઢંકાઈ ન જાય. આ માટે સરકારે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો વધાર્યા જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો તેની સાપેક્ષે ઘટાડ્યા. પૂરક પરીક્ષાઓમાં પણ ઘણાં ફેરફાર થયા છે જેનાથી સરવાળે વિદ્યાર્થીઓને ફાયદો થાય એવુ લાગી રહ્યું છે. વાત આવીને અટકે છે વર્ણનાત્મક પ્રશ્નોમાં પહેલા જે આંતરિક વિકલ્પ અપાતા હતા તેને બદલે જનરલ વિકલ્પની. એક મત એવો પડે છે કે આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ આપવાનો સરકારનો પ્રયાસ તેજસ્વી વિદ્યાર્થીઓની તેજસ્વિતા ઓછી કરી નાંખશે કે કેમ.. સરકારની નવી પરીક્ષા પદ્ધતિથી ગુજરાત બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ કેટલું વધશે?, વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો હાઉ દૂર થશે કે વધશે?

  • નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • રાજ્ય સરકારનો નિર્ણય નબળા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની શકે છે
  • સરકારનો હેતુ વિદ્યાર્થીઓનું પરિણામ યાદશક્તિ આધારીત ન રહે તેના માટે છે

નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે.  રાજ્ય સરકારનો નિર્ણય નબળા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની શકે છે. સરકારનો હેતુ વિદ્યાર્થીઓનું પરિણામ યાદશક્તિ આધારીત ન રહે તેના માટે છે. વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી દૂર થાય તે રીતે પદ્ધતિ સેટ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેવો સરકારનો હેતુ છે.  હેતુલક્ષી પ્રશ્નોમાં નબળા અને તેજસ્વી બંને વિદ્યાર્થીઓને ફાયદો થયો છે.  વિદ્યાર્થીઓની કારકિર્દી બોર્ડની પરીક્ષા પછી સ્થગિત ન થાય તેવો પ્રયાસ છે. 

  • યાદશક્તિ આધારીત પરીક્ષા અને પરિણામમાંથી વિદ્યાર્થી બહાર નિકળી શકશે
  • હેતુલક્ષી પ્રશ્નોને કારણે ટૂંકમાં વર્ણન કરી શકતા વિદ્યાર્થીઓને ફાયદો
  • વિદ્યાર્થી લાંબુ વર્ણન ન કરી શકે પણ જવાબ સમજાવી શકશે

પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફાર થયા?
હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધાર્યું છે.  વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ઘટાડ્યું. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને છૂટછાટ મળી છે.  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક મળશે.
 

વિદ્યાર્થીઓ માટે શું બદલાયું?

ધોરણ 10-12 સામાન્ય પ્રવાહ

  • હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20%ને બદલે 30% થયું

વર્ણનાત્મક પ્રશ્નો

  • વર્ણનાત્મક પ્રશ્નો 80%ને બદલે 70% રહેશે
  • આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે

પૂરક પરીક્ષા

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકને બદલે બે વિષયની પૂરક પરીક્ષા
  • ધોરણ 10માં બેને બદલે ત્રણ વિષયની પૂરક પરીક્ષા

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

  • 50% MCQ યથાવત રહેશે
  • બાકીના 50% વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ મળશે
  • તમામ વિષયની પૂરક પરીક્ષા જૂન-જુલાઈમાં યોજાશે
  • વિદ્યાર્થી પરિણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયની પુન:પરીક્ષા આપી શકશે
  • તમામ વિષયની પરીક્ષાને બદલે ઈચ્છે એટલા વિષયની પણ પુન:પરીક્ષા આપી શકશે
  • બંને પરીક્ષામાંથી જેનું પરિણામ વધારે હશે તે માન્ય રાખવામાં આવશે

શિક્ષણવિદ શું માને છે?
યાદશક્તિ આધારીત પરીક્ષા અને પરિણામમાંથી વિદ્યાર્થી બહાર નિકળી શકશે. હેતુલક્ષી પ્રશ્નોને કારણે ટૂંકમાં વર્ણન કરી શકતા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે.  વિદ્યાર્થી લાંબુ વર્ણન ન કરી શકે પણ જવાબ સમજાવી શકશે. 30% હેતુલક્ષી પ્રશ્નોથી ઓછી યાદશક્તિ ધરાવતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. હેતુલક્ષી પ્રશ્નો વિવિધ પ્રકારના હશે જેથી વિદ્યાર્થીઓની કસોટી થશે. વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ નબળા વિદ્યાર્થીઓને આવકાર્ય છે. માત્ર જનરલ વિકલ્પ આપવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ પણ તેને જ પસંદ કરશે. એવું બની શકે કે પ્રકિર્ણ પ્રકારના પ્રશ્નોનું બહુ મહત્વ ન રહે. વધુ વિષયની પૂરક પરીક્ષાઓથી બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ વધશે. ગુજરાત ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તેવી જોગવાઈ દાખલ થઈ શકે છે.  ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તો બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ ઘટે છે. 

  • એવું બની શકે કે પ્રકિર્ણ પ્રકારના પ્રશ્નોનું બહુ મહત્વ ન રહે
  • વધુ વિષયની પૂરક પરીક્ષાઓથી બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ વધશે
  • ગુજરાત ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તેવી જોગવાઈ દાખલ થઈ શકે
  • ઓપન સ્કૂલિંગ અંતર્ગત પૂરક પરીક્ષા લેવાય તો બોર્ડ ઉપર પરીક્ષાનું ભારણ ઘટે 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ