બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / chandrayaan 3 rover pragyan moving on moon surface china rover yutu 2 is already there

ખરેખર? / શું ચંદ્ર પર પણ થશે ભારત અને ચીન વચ્ચે મુકાબલો? ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન રોવરે જુઓ કયો રસ્તો પકડ્યો

Arohi

Last Updated: 11:44 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3: ચંદ્ર પર ચંદ્રયાન 3નું રોવર પ્રજ્ઞાન ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે ચંદ્રની સપાટી પર ચીનનું રોવર યુટૂ-2 પહેલાથી હાજર છે. જોકે પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર છે અને અહીં પહેલી વખત કોઈ દેશના લેન્ડર અને રોવરે દસ્તક આપી છે.

  • ચંદ્ર પર થશે ભારત અને ચીન વચ્ચે મુકાબલો? 
  • ભારતનું પ્રજ્ઞાન રોવર છે દક્ષિણી ધ્રુવ પર 
  • અહીં પહેલી વખત પહોંચ્યો છે કોઈ દેશ 

ચંદ્રયાન 3 મિશનની ઔતિહાસિક સફળતાની સાથે ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડર અને રોવર ઉતારનાર દુનિયાનો પહેલો દેશ બની ચુક્યો છે. આટલું જ નહીં ભારત તે બે દેશોમાંથી એક છે જેમના રોવર હજુ ચંદ્રની સપાટી પર એક્ટિવ છે. તે બીજો દેશ છે ચીન. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર આવનાર દિવસોમાં અમેરિકાની બે પ્રાઈવેટ કંપનીઓ પણ ચંદ્ર પર રોવર ઉતારવાની છે. જાપાન અને કોરિયા પહેલાથી જ મૂન મિશન પર કામ કરી રહ્યા છે. 

 

ચંદ્રની સપાટી પર સર્વે કરશે પ્રજ્ઞાન
ભારતનું રોવર પ્રજ્ઞાન હજુ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ફરી રહ્યું છે. પ્રજ્ઞાનનો અર્થ છે બુદ્ધિ, વિવેક. 6 પૈડા વાળું પ્રજ્ઞાન પોતાના નેવિગેશન કેમરાથી ચંદ્રની સપાટીનું સર્વે કરી રહ્યું છે. તેના ફોટાને પૃથ્વી પર મોકલી રહ્યું છે જેના બાદ ઈસરો તેને દિશાનિર્દેશ મોકલી રહ્યું છે. રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમથી બહાર નિકળ્યા બાદ કુલ 500 મીટર એટલે કે 1640 ફૂટની મુસાફરી કરશે. 

જો બધુ પ્લાનના હિસાબથી ચાલતુ રહ્યું તો ચંદ્રની સપાટી પર નાના નાના ખાડા કે ટેકરીઓ પ્રજ્ઞાન માટે મોટી મુશ્કેલી નથી. રોવર સસ્પેન્શન મિકેનિઝમથી લેસ છે જે 50 એમએમ એટલે કે 2 ઈંચ ઉપર-નીચે થવામાં સક્ષમ છે. 

અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારતનું કદ વધારે ઉંચુ થયું 
ચાર વર્ષ પહેલા 2019માં ચંદ્રયાન-2ની સાથે ગયેલા લેન્ડરની ક્રેશ લેન્ડિંગથી ભારતને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ ચંદ્રયાન-3ની ઔતિહાસિક સફળતાથી અંતરિક્ષ વિજ્ઞાન જગતમાં ભારતનો કદ વધારે ઉંચુ થઈ ગયું છે. 

PM મોદી ભારતના સ્પેસ સાયન્સના ક્ષેત્રમાં દુનિયાના મુખ્ય દેશોમાં ભારતને મજબૂત સ્થિતિમાં રાખવા માંગે છે. આ વર્ષે જૂનમાં ભારતે અર્ટમિસ સમજુતી પર સહી કરી હતી. આ એક અમેરિકા સમર્થિત પહેલ છે જેમાં 24થી વધારે દેશ સંયુક્ત રીતે સ્પેસ મિશન ચલાવશે. 

ચંદ્ર પર ચીનનું યુટુ-2 પહેલાથી છે હાજર 
આ સમયે ચંદ્રની સપાટી પર ભારત અને ચીનનું રોવર ચહલ ચાલી રહ્યું છે. ચીનનું રોવર યુટુ-2 તો 2019ની શરૂઆતથી જ ચંદ્રની સપાટી પર છે. જોકે આ પોતાના ટચડાઉન વાળી જગ્યાથી કંઈ ખાસ દૂર નથી. 

ચીનના રોવરના મુકાબલે પ્રજ્ઞાન વધારે સમય સુધી નહીં ચાલે. ઈસરોએ કહ્યું છે કે પ્રજ્ઞાનનું મિશન લાઈફ ફક્ત એક ચંદ્રદિવસ એટલે કે ધરતીના 14 દિવસના બરાબર છે. બીજી તરફ યુટુ-2 છેલ્લા લગભગ 4 વર્ષથી ચંદ્રની સપાટી પર એક્ટિવ છે. 

યુટુ-2 કે જેડ રેબિટ 
ચીનના રોવ યુટુ-2 હજુ પણ ચંદ્રની સપાટી પર ફરી રહ્યું છે. ચંદ્ર પર જ્યારે રાત થાય છે તો તે સમયે ત્યાં તાપમાન માઈનસ 170 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે નીચે જતુ રહે છે. ત્યારે યુટુ-2 ઓફ થઈ જાય છે એટલે કે કામ કરવાનું બંધ કરી દે છે. ચંદ્રના બાદ જ્યારે ચંદ્ર પર સૂર્યોદય થાય છે તો યુટુ-2 ફરીથી એક્ટિવ થઈ જાય છે. 

યુટુ કે જેડ રેબિટ નામ ચીનના પૌરાણીક સસલામાંથી લેવામાં આવ્યું છે. ચીનની પૌરાણિક માન્યતાઓ અનુસાર જેડ રેબિટ એટલે જુટુ ચાંગ દેવીની સાથે ચંદ્ર પર ગયું હતું. 

યુટુ-2થી પહેલા પણ 2013માં યુટુ રોવરને ચંદ્ર પર મોકલી ચુક્યું છે ચીન 
ચંદ્ર પર ચીનનું પહેલું રોવર યુટુ ચાંગ 3 લેન્ડરની સાથે ડિસેમ્બર 2013માં ગયું હતું. 6 પૈડા વાળા ચાઈનીઝ રોવર સૌર ઉર્જાથી ચાલ્યું હતું અને તે 20 કિલોગ્રામ વજન પેલોડને લઈ જવામાં સક્ષ્મ હતું. યુટુ ધરતીના 90 દિવસથી વધારે સમય સુધી 3 વર્ગકિલોમીટરની અંદર 10 કિમીની અંતર કાપી શકતું હતું. 

યુટૂના વિશે ચીનની અંતરિક્ષ એજન્સીઓનું અનુમાન હતું કે ચંદ્રની સપાટી પર કુલ મળીને 12 મહિના એટલે કે એક વર્ષ સુધી એક્ટિવ રહેશે. પરંતુ આ તેનાથી પણ 19 મહિના વધારે એટલે કે કુલ 31 મહિના સુધી એક્ટિવ રહ્યું. ઓગસ્ટ 2016માં તેણે કામ કરવાનું બંધ કરી દીધું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ