બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Chanakya Niti for Money maa laxmi never stay in these homes

ધર્મ / આવા ઘરોમાં ક્યારેય નથી થતી પ્રગતિ, મા લક્ષ્મી નહીં અલક્ષ્મી કરે છે નિવાસ: જાણો શું કહે છે ચાણક્ય નીતિ

Arohi

Last Updated: 04:00 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chanakya Niti for Money: માતા લક્ષ્મીની કૃપા મેળવવા અને સુખ-સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવવાનું સપનું દરેકનું હોય છે. જોકે ઘણી વખત વ્યક્તિ પોતાની જ ભૂલોના કારણે માતા લક્ષ્મીને નારાજ કરી બેસે છે.

  • આવા ઘરોમાં ક્યારેય નથી થતી પ્રગતિ
  • માતા લક્ષ્મી નહીં અલક્ષ્મીનો રહે છે વાસ 
  • જાણો શું કહે છે ચાણક્ય નીતિ

આચાર્ય ચાણક્ય દુનિયાના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને કૂટનીતિજ્ઞ હોવાની સાથે સાથે મોટા માર્ગદર્શક પણ હતા. ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્ર ચાણક્ય નીતિમાં ધન, સંપત્તિને લઈને ઘણી મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ કર્યો છે. 

આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે ઘણી વખત વ્યક્તિ જાણે અજાણે એવી ભુલો કરી બેસે છે જેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈને ઘરમાંથી જતા રહે છે. તેના કારણે લોકો દિવસેને દિવસે ગરીબીની તરફ ધકેલાય છે. 

મહેનત કર્યા બાદ પણ ધન-સંપત્તિનો અભાવ જ રહે છે. તેને ઘરમાં માતા લક્ષ્મીની જગ્યા પર તેમની બહેન અલક્ષ્મીનો વાસ થવા લાગે છે. જે વ્યક્તિને ગરીબ બનાવે છે. આવો જાણીએ કે કોના ઘરોમાં માતા લક્ષ્મી ક્યારેય નથી રહેતા. 

આ ઘરોમાં હંમેશા રહે છે ગરીબી


કારણ વગરના ખર્ચ 
જે ઘરોમાં લોકો કારણ વગર પૈસા ખર્ચ કરતા રહે છે, દેખાડો કરે છે, તેમના ઘરે ક્યારેય પૈસા નથી ટકતા. એવા ઘરોમાં લોકો કેટલા પણ પૈસા કમાય પરંતુ હંમેશા દેવામાં ડુબેલા રહે છે. મુશ્કેલ સમય માટે બચત ન કરવાના કારણે તેનાથી આગળ નથી આવી શકતા. તેથી વ્યક્તિને હંમેશા યોગ્ય જગ્યા પર જ પૈસા ખર્ચ કરવા જોઈએ. 

રસોડાના એંઠા વાસણ 
માતા લક્ષ્મી એવા ઘરોમાં ક્યારેય નથી રહેતા જ્યાં ગંદકી હોય અને રાત્રે કિચનમાં એંઠા વાસણ મુકી રાખવામાં આવે છે. રાત્રે રસોડુ સાફ ન કરવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. માતા અન્નપૂર્ણા માતા લક્ષ્મીનું જ એક રૂપ છે. આવા ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે. તેમને માન સન્માન નથી મળતું. ધન હાની થાય છે. 

સાંજના સમયે કચરો કાઢવો
જે ઘરોમાં સૂર્યાસ્ત બાદ કચરો કાઢવામાં આવે છે તે ઘરોમાં પણ માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી. સાંજના સમયમાં માતા લક્ષ્મીના આગમનનો સમય હોય છે. માટે દિવસમાં ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ. જો કોઈ કારણથી સાંજે કચરો વાળવો પડે તો કચરાને બહાર ન કાઢો. તેને ખૂણામાં મુકી રાખો બીજા દિવસે સવારે તેને ઘરમાંથી બહાર કાઢો. 

આળસુ લોકો 
જે લોકો આળસુ હોય, વૃદ્ધ, વિદ્વાન, મહિલાઓનું સન્માન ન કરતા હોય તેમનાથી માતા લક્ષ્મી હંમેશા નારાજ રહે છે. જેથી આ લોકો જો અમીર થઈ પણ જાય તો તેમને ગરીબ થવામાં મોડુ નથી થતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ