બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Chairman Naresh Patel's statement has come against the purchase irregularities in Pal Cotton Mandali of Surat

સુરત / 5400થી વધુ ખેડૂતોના નાણા ફસાયા, 2 વર્ષથી નથી આવ્યું પેમેન્ટ: પાલ કોટન મંડળીમાં મોટો ગોટાળો

ParthB

Last Updated: 02:00 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની પાલ કોટન મંડળીમાં ખરીદી ગેરરીતિનો મામલે ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે, પૂર્વ પ્રમુખે મનસ્વી નિર્ણયો કર્યા છે.

  • સુરતની પાલ કોટન મંડળી વિવાદનો મામલો
  • પાલ કોટન મંડળીના પૂર્વ ચેરમેન જયેશ પાલ સામે ફરિયાદ 
  • ફરિયાદ થતા જયેશ પાલ આવ્યા મીડિયા સમક્ષ

સુરતની પાલ કોટન મંડળીના ચાલી રહેલા વિવાદ વચ્ચે મંડળીના ચેરમેન નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મંડળીના પૂર્વ ચેરમેન જયેશ પટેલે ઘણાં મનસ્વી નિર્ણયો કર્યા છે. વેપારી પાસે નાણાં બાકી હોવા છતાં ફરીથી ડાંગર વેચ્યું છે. છેલ્લા 2 વર્ષ મંડળીના 17 કરોડ બાકી છતાં ત્રીજી વખત ડાંગર વેચવામાં આવ્યું છે. આ મામલે પૂર્વ ચેરમેન જયેશ પાલને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમણે ઠરાવો કરવા વગર જ નિર્ણયો લીધા છે. 

ફરિયાદ થયા બાદ જયેશ પાલ પ્રતિક્રિયા આપી 

બીજી તરફ ફરિયાદ થયા બાદ જયેશ પાલે પાતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પોતાની ઉપરના તમામ આરોપો ખોટા છે. તેમણે જણાવ્યું કે, હું મંડળીમાં 25 વર્ષ સુધી પ્રમુખ તરીકે રહ્યો છું. જેમાં કાચ જેવો પારદર્શક વહીવટ કર્યો છે. મારા વિરૂદ્ઘ થયેલી ફરિયાદ રાજનીતિથી પ્રેરિત છે.મારા-પિતા પણ પાલ કોટન મંડળીમાં પ્રમુખ હતાં. હાલ ખેડૂતો માટે કામગીરીને ડિમોરલાઇઝ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે 

શું છે સુરતની પાલ કોટન મંડળીમાં ખરીદી ગેરરીતિનો મામલો

પાલ કોટન મંડળીના ચેરમેન નરેશ પટેલ મંડળીના પૂર્વ ચેરમેન જયેશ પાલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, પાલ કોટન મંડળીના 5400થી વધુ ખેડૂતોના નાણાં ફસાયા છે. આ મામલે અમે પૂર્વ ચેરમેન જયેશ પાલ સમક્ષ વેપારીઓ અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં છેલ્લા 2 વર્ષથી પેમેન્ટ નથી આવ્યું. જેના અમારી પાસે લેખિત પુરાવાઓ છે.ઉલ્લેખનીય છે કે,17 કરોડ રૂપિયા ખેડૂતોને ચુકવવાના બાકી છે. તેમજ ખેડૂતોની 5 કરોડની એફડી છે જે અમારે ચૂકવવાની છે.આમ મંડળી દ્વારા કુલ 34 કરોડની ડાંગર આપાઈ હતી.જેમાંથી હજુ 27.74 કરોડ રકમ બાકી છે 
 
નરેશ પટેલે જયેશ પટેલ સમક્ષ ગંભીર આક્ષેપો લગાવ્યાં  

નરેશ પટેલે જયેશ પાલ સામે આક્ષેપ લગાવતાં જણાવ્યું હતું કે, એક સિઝનના 7 કરોડ બાકી હતા જ્યારે બીજી સિઝનમાં ફરીથી 10 કરોડની ડાંગર વેચી હતી.આમ બે સિઝનના 17 કરોડ બાકી હતા છતાં ત્રીજી સિઝનમાં પણ ડાંગર વેચવામાં આવી હતી.ઉલ્લેખનીય છે આ મામલો જે-તે સમયના મંડળીના પ્રમુખ જયેશ પટેલ ઉપસ્થિતીમાં થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડાંગર વેચવા માટે કોઇ ઠરાવ કર્યા ન હતાં. જયેશ પટેલે પોતાની રીતે જ વેચાણનો નિર્ણય લીધો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ