બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Centre In "Constant Discussion" With Finance Ministry To Reduce Fuel Prices: Government Sources

રાહતના અણસાર / ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, ચારેબાજુથી પ્રેશર આવતા સરકારે હાથમાં લીધું આ કામ - સૂત્રો

Hiralal

Last Updated: 07:12 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવઘટાડા માટે કેન્દ્ર સરકાર નાણા મંત્રાલય સાથે સતત વિચારણા કરી રહી છે.

  • પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને મોટી ખબર 
  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા કેન્દ્ર સરકારે શરુ કર્યું મોટું કામ
  • સરકારે નાણા મંત્રાલય સાથે સતત વિચારણા શરુ કરી
  • આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં ઘટાડો આવી શકે 

દેશમાં આસમાને આંબી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવની નીચે લાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં લોકોને રાહત મળે તેવી પૂરી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બન્નેએ ભાવઘટાડો કરવો જોઈએ. 

પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ ઓઈલ ઉત્પાદક દેશો સાથે મંત્રણા કરી

સરકારી સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી ઓઈલ ઉત્પાદક દેશો સાથે મંત્રણા કરી રહી છે. સરકાર સાઉદી અરબથી માંડીને રશિયાનો સંપર્ક સાધી રહી છે. તેમણે કહ્યું કે આગામી ત્રણ મહિના સુધી ગ્લોબલ ઓઈલના ભાવ બેરલ દીઠ 70 ડોલરર રહેવા જોઈએ. 

પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સરકારનો કોઈ પ્લાન નથી

જોકે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સરકારનો કોઈ પ્લાન નથી પરંતુ આગામી સમયમાં ગમે ત્યારે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે. 

સરકાર 5 થી 10 રુપિયાની રાહત આપે તેવી સંભાવના 
સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રુપિયાનો ઘટાડો કરે તેવી સંભાવના છે. 

પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ સરકારની ખોલી પોલ

પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ ટ્વિટ કરીને કેટલાક આંકડા આપ્યાં હતા જેમાં તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ટેક્સને નામે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ