બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / central otago cardona which is famous for cardona bra fence read here why it is famous because of bra

OMG / અહીં યુવતીઓ લટકાવે છે પોતાના ઈનરવેર, જાણો શા માટે ફેમસ છે ન્યૂઝીલેન્ડની 'કારડોના બ્રા ફેન્સ'

Arohi

Last Updated: 03:59 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડમાં એક સેન્ટ્રલ ઓટાગો કારડાનો નામની એક જગ્યા છે. જ્યાં હજારો ગર્લ્સની બ્રા લટકતી હોય છે અને અહીં આવનાર પર્યટક આ પરંપરાઓને આગળ વધારી રહ્યા છે.

  • ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ છે આ જગ્યા 
  • અહીં મહિલાઓ લટકાવે છે પોતાની બ્રા
  • જાણો તેના પાછળ શું છે માન્યતા

તમે કદાચ ઈન્ટરનેટ પર કોઈ વાયરલ તસ્વીર જોઈ હશે જેમાં એક તાર અથવા ફેન્સ પર ઘણી બધી બ્રા લટકેલી જોવા મળે છે. આ ફેન્સ પર એક બે નહીં, પરંતુ હજારો બ્રા લટકેલી હોય છે. જો તમે ક્યારેય આ તસ્વીર નથી જોઈ તો અમે તમને જણાવી દઈએ કે આ એક ફેન્સ ચે જેના પર ઘણી બ્રા લટકેલી છે. આ જગ્યાના ખૂબ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આ બ્રા વાળી ફેન્સને જોઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે કે આખરે આ જગ્યા ક્યાં છે અને લોકો અહીં બ્રા કેમ લટકાવે છે. તે ઉપરાંત તેની શરૂઆત ક્યાંથી થઈ અને અહીં આટલી બધી બ્રા ક્યાંથી આવી. 

ક્યાં છે આ જગ્યા? 
ઘણી બ્રા લટકાવેલી આ ફેન્સ ન્યૂઝીલેન્ડના કારડોનામાં છે. આ જગ્યા મહિલાઓના ઈનરવેરના કારણે દુનિયાભરમાં ફેમસ છે. હવે તે દેશના પ્રમુખ ટ્યુરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક બની ગયું છે અહીંથી પસાર થતા લોકો અહીં જરૂર આવે છે. સાથે જ કહેવાય છે કે અહીં આવનાર મોટાભાગની મહિલાઓ પોતાના ઈનરવેર અહીં લટકાવીને જાય છે. તે ઉપરાંત અહીં ફોટો પાડવા માટે પણ પરફેક્ટ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે અને અહીં ઘણા લોકો ફોટો ક્લિક કરાવવા પણ આવે છે. 

અહીં ઈનરવેર કેમ લટકાવવામાં આવે છે? 
અહીં ઈનરવેર લટકાવવામાં આવે છે તેના અલગ અલગ કારણો છે. જેના કે ઘણા લોકો અહીંના પ્રચલનને જોતા આમ કરે છે એટલે કે ઘણી બ્રા લટકેલી હોવા કારણે અન્ય મહિલાઓ પણ એમ કરે છે. ત્યાં જ મહિલાઓ અહીં બ્રા લટકાવે છે ત્યારે ફોટો પણ ક્લિક કરે છે અને તેમના કેપ્શનથી જાણકારી મળે છે કે તે આઝાદીના પ્રતિકની રીતે પણ આમ કરે છે. ત્યાં જ અહીં બ્રેસ્ટ કેન્સરને લઈને પણ મહિલાઓ આમ કરે ચે કારણ તે અહીં બ્રેસ્ટ કેન્સરને લઈને ડોનેશન આપવામાં આવે છે અને આ ડોનેશનને બ્રેસ્ટ કેન્સર વેલફેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

જે પ્રોપર્ટી પર અહીં ફેન્સ બની છે. તેમના માલિક પણ બ્રેસ્ટ કેન્સર માટે કામ કરે છે. સાથે જ હવે અમુક કહાનીઓ એવી પણ પ્રચલિત થઈ રહી છે કે જે મહિલાઓ અહીં પોતાની બ્રા લટકાવે છે તેમને પોતાનો પસંદગીનો લાઈફ પાર્ટનર મળે છે. આ કારણે પણ ઘણી મહિલાઓ આમ કરે છે. 

ક્યારે થઈ હતી તેની શરૂઆત? 
આની શરૂઆતને લઈને કોઈ મહત્વના તથ્ય નથી. એક ન્યૂઝીલેન્ડની વેબસાઈટ અનુસાર, અહીં ક્રિસમસ 1998થી ન્યૂ યર 1999ની વચ્ચે ચાર બ્રા જોવામાં આવી હતી. ત્યાર બાદ તેની ખૂબ જ ચર્ચા થઈ અને બાદમાં ફેબ્રુઆરીમાં અહીં બ્રાની સંખ્યા વધી ગઈ અને 60થી વધારે થઈ ગઈ. ત્યાર બાદ આ સંખ્યા વધી ગઈ પરંતુ ઘણી વખત તેને કાપી પણ નાખવામાં આવ્યું અને ઘણા લોકો માને છે કે કોઈ ચોરે અહીંથી ફેંસ ગાયબ કરી છે. પરંતુ આમ કર્યા બાદ તેની સંખ્યા વધારે વધી ગઈ અને હવે હજારે બ્રા અહીં લટકાવેલી જોવા મળે છે અને હવે ફેન્સ પણ ખૂબ લાંબી કરી દીધી છે. તેના પર મહિલાઓ ઈનરવેર લટકાવી રહી છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ