બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central Government issued Ordinance regarding transfer and posting of officers in Delhi, The matter may reach the court's door

BIG BREAKING / SCએ કેજરીવાલ સરકારના પક્ષમાં આદેશ આપ્યો, મોદી સરકારે ફરી સત્તા છીનવી, હવે ફરી અદાલતના દરવાજે પહોંચી શકે છે જંગ

Malay

Last Updated: 11:14 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ મામલે કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. જે બાદ કેજરીવાલ સરકારે કેન્દ્રના આ નિર્ણયની આકરી ટીકા કરી છે.

 

  • દિલ્હીના અધિકારીઓને લઈને કેન્દ્ર સરકારનો વટહુકમ 
  • ટ્રાન્સફર અને પોસ્ટિંગની સત્તા LGને અપાઇ
  • કાયદાથી અજાણ લોકો દ્વારા વટહુકમ તૈયાર કરાયોઃ વકીલ

દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ વટહુકમ દ્વારા કેન્દ્રએ દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગની સત્તા લેફ્ટનન્ટ ગવર્નરને આપી છે. કેન્દ્ર સરકારના વટહુકમ બાદ ફરી એકવાર દિલ્હી અને કેન્દ્ર સરકારની જંગ કોર્ટ સુધી પહોંચી શકે છે. 

દિલ્હીની પીડિત 'દીકરી'ના પરિવારની મદદે કેજરીવાલ, 10 લાખ રુપિયા રુપિયાની  સહાયનું એલાન I arvind kejriwal talks to victim anjalis mother announces rs  10 lakh compensation

સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે દિલ્હી સરકાર
કેન્દ્ર સરકારના વટહુકમને પડકારવા માટે જો દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે છે, તો કેન્દ્ર સરકારે એ સાબિત કરવું પડશે કે આ મામલે 'તાત્કાલિક કાર્યવાહી'ની જરૂર હતી અને વટહુકમ માત્ર વિધાનસભામાં ચર્ચાને ટાળવા માટે બહાર પાડવામાં આવ્યો ન હતો. આપને જણાવી દઈએ કે, એક વટહુકમને કોર્ટમાં ત્યારે પડકારવામાં આવી શકે છે જ્યારે એક પક્ષને એવું લાગે કે આ વટહુકમને લાગુ કરવા માટે તાત્કાલિક કાર્યવાહીની જરૂર હતી કે નહીં?

વકીલ અભિષેક મનુ સિંઘવીએ કરી ટીકા
દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્રના વટહુકમની ટીકા કરી છે. આ અંગે તેમણે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, 'કાયદાથી અજાણ લોકો દ્વારા વટહુકમ તૈયાર કરવામાં આવ્યો. બંધારણીય બેન્ચે સિવિલ સર્વિસ પર દિલ્હી સરકારને સત્તા આપી હતી, જેને વટહુકમ દ્વારા રદ કરવામાં આવી. ફેડરલ સિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગને ખતમ કરી દેવામાં આવ્યો. અધિકારીઓની જવાબદારીને સંપૂર્ણપણે પલટાવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી તેની અધ્યક્ષતા કરશે જ્યાં તેમની પોતાની પાસે બહુમતી નથી.' અરવિંદ કેજરીવાલે પણ સિંઘવીના ટ્વિટને રીટ્વિટ કર્યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનાઃ દિલ્હી સરકાર
દિલ્હી સરકારનું કહેવું છે કે કેન્દ્ર સરકારનો વટહુકમ સીધો સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનામાં છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકાર સર્વોચ્ચ છે. ચૂંટાયેલી સરકાર પાસે તમામ સત્તા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ડરીને કેન્દ્ર સરકાર આ વટહુકમ લાવી છે. કેજરીવાલ સરકારના પાવરને ઘટાડવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

દિલ્હીની જનતાના જનાદેશનું અપમાનઃ દિલ્હી સરકાર
દિલ્હી સરકારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો જનતાએ કેજરીવાલને મતો આપ્યા છે તો કેજરીવાલની પાસે તમામ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. પરંતુ કેન્દ્ર સરકાર આ વટહુકમ દ્વારા કહી રહી છે કે દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી વ્યક્તિને દિલ્હીની જનતાની તરફેણમાં નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનાની સાથે તે દિલ્હીની જનતાના જનાદેશનું પણ અપમાન છે. 

કેન્દ્રએ બહાર પાડ્યો છે વટહુકમ 
કેન્દ્રએ શુક્રવારે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ પર અંતિમ અધિકાર લેફ્ટનન્ટ ગવર્નરનો છે,  દિલ્હી સરકારનો નહીં. આ વટહુકમ ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી એક્ટ, 1991માં સુધારા તરીકે લાવવામાં આવ્યો છે. વટહુકમ હેઠળ, નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટી (NCCSA)ની રચના કરવામાં આવશે, જેની પાસે ટ્રાન્સફર-પોસ્ટિંગ અને તકેદારીનો અધિકાર હશે. દિલ્હીના મુખ્યમંત્રી આ ઓથોરિટીના વડા હશે જેમાં દિલ્હીના મુખ્ય ગૃહ સચિવ અને દિલ્હીના મુખ્ય સચિવ હશે. ટ્રાન્સફર-પોસ્ટિંગનો નિર્ણય મુખ્યમંત્રી નહીં લે પરંતુ બહુમતીના આધારે ઓથોરિટી નિર્ણય લેશે. સીએમની સલાહ બાદ લેફ્ટનન્ટ ગવર્નર (એલજી)નો નિર્ણય આખરી માનવામાં આવશે અને તેઓ ઇચ્છે તો ફાઇલ પરત કરી શકે છે અથવા તેને મંજૂરી આપી શકે છે.

સુપ્રીમ કોર્ટે 11 મેના રોજ સંભળાવ્યો હતો આ નિર્ણય
આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના પક્ષમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. CJI ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, દિલ્હી સરકારને ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર છે. દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની દલીલો સાથે વ્યવહાર કરવો જરૂરી છે. NCTD એક્ટની કલમ 239aa અધિકારોની ખૂબ જ વિશાળ શ્રેણીને વ્યાખ્યાયિત કરે છે. 239aa વિધાનસભાની સત્તાઓને પણ યોગ્ય રીતે સમજાવે છે. જેમાં ત્રણ વિષયોને સરકારના અધિકારક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે. એલજીની શક્તિઓ તેમને દિલ્હી વિધાનસભા અને ચૂંટાયેલી સરકારની વિધાનસભાની શક્તિઓમાં દખલ કરવાનો અધિકાર આપતી નથી. અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર દિલ્હી સરકાર પાસે રહેશે. ચૂંટાયેલી સરકારને વહીવટી સેવાનો અધિકાર હોવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ