બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Central government disaster management team visited flood affected Navsari

રૂબરૂ મુલાકાત / વરસાદે સર્જેલી તારાજી બાદ થયેલી નુકસાનીનો રિપોર્ટ નવસારી તંત્રએ કેન્દ્રની ડિઝાસ્ટર ટીમને સોંપાયો

Vishnu

Last Updated: 11:15 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત પરિવારો સાથે કેન્દ્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કરી મુલાકાત

  • ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ નવસારીની મુલાકાતે
  • પૂર અને ભારે વરસાદથી થયું છે નુકસાન
  • નવસારી તંત્રએ નુકસાનીનો આપ્યો રિપોર્ટ

નવસારીમાં ભારે પૂરે તબાહી મચાવી મચાવી હતી, ખેતરો પાણી પાણી થઈ ગયા હતા, ઘરવખરી બરબાદ થઈ હતી. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય હતું. ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવનું મોટું અભિયાન ઉપાડવામાં આવ્યું હતું અને મોટા પાયે લોકોને રેસ્ક્યૂ કરી લઈ મોટી જાનહાનિને ટાળવામાં આવી હતી. બાદમાં તાત્કાલિકના ધોરણે ગુજરાત સરકાર દ્વારા સર્વે માટે ટીમો મોકલવામાં આવી હતી. હાલ સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ  છે થોડા જ દિવસોમાં સહાયની જાહેરાત થઈ શકે છે. 

કેન્દ્રની ટીમે નવસારીની લીધી મુલાકાત
પૂરના પ્રકોપ સમયે સતત નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત સરકારના સંપર્કમાં રહ્યા હતા અને તમામ સ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ આપી રહી છે. તેવામાં કેન્દ્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે પણ આજે પૂરઅસરગ્રસ્ત નવસારીની મુલાકાત લીધી છે.જિલ્લામાં પૂર અને ભારે વરસાદથી નુકસાન થયું છે. અલગ-અલગ વિભાગ પાસેથી નુકસાનની માહિતી મેળવી છે. નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી છે. નવસારી તંત્રએ નુકસાનીનો રિપોર્ટ પણ કેન્દ્રની ટીમને સોંપ્યો છે.

સર્વે પૂર્ણ સહાયની જાહેરાત બાકી
તાજેતરમાં ગુજરાતના અનેક જિલ્લાઑમાં ત્રાટકેલા ભારે વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ઘૂસી જતા લોકોને ભારે નુક્સાની સહન કરવાનો વારો આવ્યો હતો. તેવામાં રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં રાજ્યના 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન થયું હોવાથી વરસાદથી પ્રભાવિત રાજ્યના 2,300 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે અને SDRFના ધારા-ધોરણ મુજબ સહાય ચૂકવાશે તેમ સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. 

વરસાદથી પ્રભાવિત 2,300 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ
મહત્વનું છે કે ભારે વરસાદને લઈને અનેક જિલ્લામાં પાકને મોટા પાયે નુક્સાન થયું છે. અતિવૃષ્ટિથી ગુજરાતના લગભગ 4,000 ગામમાં નુકસાન થયાનું સામે આવ્યું છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. તે અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત બાદ તંત્ર દ્વારા સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરુપે  નર્મદા જિલ્લાના 547 ગામમાં  સહાય માટે સર્વે કરવામાં આવશે. ભારે વરસાદને લઈને નર્મદા જિલ્લામાં કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયો છે આથી નર્મદા જિલ્લામાં ૨૦ જેટલી ટીમો સર્વે કામગીરી કરી રહી છે. અને 209 ગામની 16,039 વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

SDRFના ધારા-ધોરણ મુજબ સહાય ચુકવવામાં આવશે
બીજી તરફ છોટાઉદેપુરના 880 ગામોમાં તોફાની વરસાદે ખેદાન- મેદાન કરતા પાક નુકસાની થઇ છે. જેને લઈને 1,30, 555 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં 40 સર્વેની ટીમો કાર્યરત હોય અને 718 ગામમાં 1,05,233 હેક્ટર સર્વેની કામગીરી પૂર્ણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. એ જ રીતે નવસારીમાં 387 ગામોમાં 9457 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. નવસારી જિલ્લામાં 70 ટિમ દ્વારા સર્વની કામગીરી હાથ ધરાઇ છે. નવસારી જિલ્લામાં 3014 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. તો બીજી તરફ પંચમહાલ જિલ્લાના 39 ગામોમાં 830 હેકટર વિસ્તારમાંસર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. મહત્વનું છે કે પંચમહાલના 525 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. 

વલસાડ જિલ્લામાં 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન
આ ઉપરાંત સૂરત જિલ્લામાં 96 ગામમાં 235 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પૂર્ણ થઇ છે. જિલ્લાના 163 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન થયું છે. વલસાડ જિલ્લામાં 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન થતાં 6348 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં 283 ગામ સર્વેની કામગીરી પૂર્ણ કરાઇ છે. વધુમાં તાપી જિલ્લામાં 256 ગામમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 744 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરાઈ  છે. જિલ્લાના 430 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન પહોંચ્યું છે. 

ડાંગના 310 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ 
એ જ રીતે ડાંગ જિલ્લામાં નુકસાન થતાં 310 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે. જેના 20,807 હેકટર વિસ્તારમાં સર્વ કરાયો છે અને  જિલ્લાના 830 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન  થયું છે તો ક્ચ્છ જિલ્લામાં 352 ગામોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને 48 ગામોમાં સર્વેની કામગીરી પુરી થઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ