બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / center issues ordinance regarding administration of delhi

આદેશ / દિલ્હીમાં કેજરીવાલ સરકારને નહીં મળે આ પાવર: મોદી સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ સામે લાવી અધ્યાદેશ, CM નહીં LG જ રહેશે બોસ

Malay

Last Updated: 08:02 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે એક વટહુકમ બહાર પાડી લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગની સત્તા આપી છે. કેન્દ્ર સરકાર નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરશે, જે દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અને તકેદારીનું કામ કરશે.

  • દિલ્હી સરકારના અધિકારો પર કેન્દ્રનો વટહુકમ જાહેર
  • ટ્રાન્સફર-પોસ્ટિંગ મામલે લેફ્ટનન્ટ ગવર્નરને અપાઈ સત્તા
  • AAPએ કેન્દ્ર સરકારના આ વટહુકમની કરી ટીકા 

દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર શુક્રવારે વટહુકમ લાવી છે. આ વટહુકમ દ્વારા કેન્દ્રએ લેફ્ટનન્ટ ગવર્નરને ટ્રાન્સફર અને પોસ્ટિંગની સત્તા આપી છે. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકાર નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરશે, જે દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અને તકેદારીનું કામ કરશે. તેમાં ત્રણ સભ્યો હશે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી સિવાય મુખ્ય સચિવ અને ગૃહ સચિવ હશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સમિતિ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગના નિર્ણયો  બહુમતીના આધારે કરશે. પરંતુ અંતિમ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરનો રહેશે. 

Topic | VTV Gujarati

ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર કેન્દ્ર સરકારની પાસે જ 
કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રનું આ પગલું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી સરકારને આપવામાં આવેલી સત્તામાં કાંપ મૂકવા જેવું જ છે. હાલ મુખ્ય સચિવ અને ગૃહ સચિવ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ રીતે ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર કેન્દ્ર સરકારની પાસે જ રહેશે. 

સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનાઃ દિલ્હી સરકાર
દિલ્હી સરકારનું કહેવું છે કે કેન્દ્ર સરકારનો વટહુકમ સીધો સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનામાં છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકાર સર્વોચ્ચ છે. ચૂંટાયેલી સરકાર પાસે તમામ સત્તા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ડરીને કેન્દ્ર સરકાર આ વટહુકમ લાવી છે. કેજરીવાલ સરકારના પાવરને ઘટાડવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

દિલ્હીની જનતાના જનાદેશનું અપમાનઃ દિલ્હી સરકાર
દિલ્હી સરકારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો જનતાએ કેજરીવાલને મતો આપ્યા છે તો કેજરીવાલની પાસે તમામ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. પરંતુ કેન્દ્ર સરકાર આ વટહુકમ દ્વારા કહી રહી છે કે દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી વ્યક્તિને દિલ્હીની જનતાની તરફેણમાં નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનનાની સાથે તે દિલ્હીની જનતાના જનાદેશનું પણ અપમાન છે. 

'સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ડરી ગઈ કેન્દ્ર સરકાર'
કેન્દ્ર સરકારના આ વટહુકમની આમ આદમી પાર્ટીએ ટીકા કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાએ કેન્દ્ર સરકારના આ વટહુકમને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના આદેશની અવમાનના ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને સત્તા મળવાના ડરથી કેન્દ્ર સરકાર આ વટહુકમ લાવી છે. નવાઈની વાત છે કે દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને 90 ટકા સીટો આપી હોવા છતાં અરવિંદ કેજરીવાલ દિલ્હીની સરકાર ચલાવી શકતા નથી. વાસ્તવમાં કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ડરી ગઈ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ