બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cattle control policy introduced in Ahmedabad: When will other cities of the state control stray cattle? Relief to the public when?

મહામંથન / અમદાવાદમાં ઢોર અંકુશ પોલીસી આવી: રાજ્યના અન્ય શહેરો ક્યારે રખડતાં ઢોરને કાબૂમાં લેશે? જનતાને રાહત ક્યારે?

Vishal Khamar

Last Updated: 09:05 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર મુદ્દે AMC ની ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા સત્વરે ઢોલ પોલિસી અમલમાં મુકી છે. હવે પોલિસીનો અમલ કેવો થાય છે તે જોવાનું રહ્યું.

અમદાવાદ અને રાજ્યના અન્ય મહાનગર કે હવે તો નાના શહેરો માટે પણ રખડતા પશુની સમસ્યા માથાનો દુખાવો બની ચુકી છે. રખડતા પશુ અંગે પોલિસી બનાવવા ગુજરાત હાઈકોર્ટ પણ વારંવાર કોર્પોરેશન અને સરકારની ઝાટકણી કાઢી ચુકી છે. છેલ્લે તો ગુજરાત હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું કે જો તમારાથી નીતિ ન બની શક્તી હોય તો લેખિતમાં આપી દો ત્યાર પછી અમે નીતિ નિર્ધારણ માટે કામ કરીશું. સરકાર દર વખતે લેખિતામાં સારા સારા જવાબો આપે છે. લાંબા સમયથી રખડતા પશુ અંગે પોલિસીની અમલવારીની વિચારણા હતી જેમાં હવે સુધારા વધારા સાથે સ્થાનિક સ્તરે અમદાવાદ મહાપાલિકાએ નવા નીતિ નિયમો સાથે ઢોર અંકુશ પોલિસી રજૂ કરી. પોલિસીના મુદ્દા કાગળ ઉપર ઘણા સારા છે પણ હંમેશની જેમ સંકલનનો અભાવ, નીતિની અમલવારીમાં ઉદાસીનતા જેવા મુદ્દા નડતરરૂપ બનતા હોય છે. સવાલ એ છે કે અમદાવાદમાં હવે રખડતા પશુ અંગેની નવી પોલિસીથી રખડતા પશુનો ત્રાસ અટકશે અથવા તો ઓછો થશે કે કેમ.. રાજ્યના અન્ય શહેરોએ સત્વરે આવી પોલીસીનો અમલ કરવાની જરૂરિયાત કેટલી.

  • અમદાવાદ મહાપાલિકાએ ઢોર અંકુશ પોલીસી અમલમાં મુકી
  • અમદાવાદમાં લાંબા સમયથી રખડતા પશુનો ત્રાસ હતો
  • રખડતા પશુથી અકસ્માત કે મૃત્યુ થયા હોય તેવા બનાવ વધ્યા

અમદાવાદ મહાપાલિકાએ ઢોર અંકુશ પોલીસી અમલમાં મુકી છે.  અમદાવાદમાં લાંબા સમયથી રખડતા પશુનો ત્રાસ હતો. રખડતા પશુથી અકસ્માત કે મૃત્યુ થયા હોય તેવા બનાવ વધ્યા છે.  લાંબા સમયથી રખડતા પશુને લઈને નક્કર નીતિ અમલમાં આવે તેવી માંગ હતી.  અમદાવાદ મહાપાલિકા પણ લાંબા સમયથી નીતિ નિર્ધારણ માટે વિચારી રહી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ રખડતા ઢોરના મુદ્દે કોર્પોરેશન, સરકારની ઝાટકણી કાઢી હતી. રખડતા પશુ ઉપર નિયંત્રણ મુકવાનો અમદાવાદ મહાપાલિકાનો પ્રયાસ હતો. 

ઢોર અંકુશ પોલિસીમાં શું છે?

  • પશુ માલિક વ્યક્તિગત ઉપયોગ માટે પશુ રાખે તો પરમીટ લેવી પડશે
  • પશુના દૂધના વેચાણ કે પશુનો વ્યવસાયિક ઉપયોગ કરનારે લાયસન્સ લેવું પડશે
  • પરમીટ-લાયસન્સનો સમયગાળો 3 વર્ષનો રહેશે
  • 3 વર્ષની લાયસન્સ ફી 500 રૂપિયા, પરમીટ ફી 250 રૂપિયા રહેશે
  • મુદત પૂર્ણ થવાની હોય તેના એક મહિના પહેલા લાયસન્સ-પરમીટ રિન્યુ કરવા પડશે
  • પશુપાલકે પશુ દીઠ 200 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે
  • પાંજરાપોળ, ગૌશાળા હોય તેણે લાયસન્સ લેવું પડશે પરંતુ ફી નહીં ભરવી પડે
  • બહારથી પશુ લાવે તો એક મહિનામાં નોંધણી કરાવવી પડશે
  • શહેરના દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાડવાનું રહેશે
  • 4 મહિના સુધી ચીપ કે ટેગ નહીં લાગે તો ઢોરને ડબ્બે પુરાશે
  • જે પશુ માલિકો પાસે જગ્યા નથી તેમણે 2 મહિનામાં પશુને અન્યત્ર ખસેડવા
  • શહેરમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થાએ ઘાસના વેચાણ માટે લાયસન્સ-પરમીટ લેવી પડશે
  • રખડતા પશુથી જાન-માલનું નુકસાન થાય તો જવાબદારી પશુ માલિકની
  • પશુ માલિક સામે ફોજદારી દાવો થઈ શકશે
  • ત્રણ કે તેથી વધુ વખત પશુ પકડાશે તો કાયમી ધોરણે પશુ જપ્ત કરાશે 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ