બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Car accident in Karelibagh area of Vadodara, police arrested the driver

ક્યારે સુધરશે? / નશામાં ધૂત વધુ એક નબીરાએ કાર સીધી ડિવાઇડર પર ચડાવી દીધી, કાર ચાલકની ધરપકડ

Malay

Last Updated: 10:05 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Accident News: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે ડિવાઈડર પર ચઢાવી દીધી કાર, કારમાંથી મળી પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી લખેલી પ્લેટ.

  • વડોદરામાં નશાની હાલતમાં નબીરાએ કર્યો અકસ્માત 
  • કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર અકસ્માત 
  • કારેલીબાગ પોલીસે ચાલક અકરમ સિંધીની ધરપકડ કરી

વડોદરા અકસ્માત ન્યૂઝ: ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ ચાલતાં વાહનો દ્વારા વધુ પ્રમાણમાં અકસ્માત થઈ રહ્યાં છે. ત્યારે આજે વડોદરામાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં એક નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બેકાબૂ કાર ડિવાઈડર અને ઝાડ સાથે અથડાઇ
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી રોડ પર ગઈકાલે રાત્રે Maruti Suzuki Ertiga કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બેકાબૂ કાર ધડાકાભેર ડિવાઈડર અને ઝાડ સાથે અથડાઈ હતી. આ બનાવને પગલે સ્થાનિકો ટાળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે કાર ચાલકની ધરપકડ કરી
આ કાર પર ગુજરાત પોલીસનો લોગો મળી આવ્યો હતો. જ્યારે કારમાંથી પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી લખેલી એક પ્લેટ પણ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કારેલીબાગ પોલીસે અમદાવાદ પાર્સિંગની ટેક્સી કારના ચાલક અકરમ સિંધીની ધરપકડ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

ટ્રકે અક્ટિવાને મારી હતી ટક્કર
આપને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકચાલકે એક્ટિવાને અડફેટે લેતા વડોદરાના બે યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મોડી રાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કેલનપુર પાસે પુરઝડપે આવી રહેલી ટ્રકે એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર વડોદરાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 

બંનેના મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયા
આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતક અમિત રાઠોડ અને પ્રકાશ સોની નામના બે યુવકોના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો વરણામા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ