બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cannot act on hate speech, no right: Election Commission in SC expresses compulsion

અસમર્થતા / હેટસ્પીચ પર કાર્યવાહી ન કરી શકીએ, અધિકાર જ નથી: SCમાં ઈલેક્શન કમિશને વ્યક્ત કરી મજબૂરી

Priyakant

Last Updated: 03:51 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી કહ્યું કે, હેટસ્પીચ અંગે કોઈ સ્પષ્ટ કાયદો નથી અને હાલનો કાયદો અસરકારક નથી.

  • ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં હેટસ્પીચને લઈ સોગંદનામું કર્યું 
  • કોઈ પક્ષ- સભ્યો  હેટસ્પીચમાં સામેલ થાય તો સ્પષ્ટ કાયદો નથી: ચૂંટણી પંચ 
  • હેટસ્પીચ મામલે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની અસમર્થતા દર્શાવી  

ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં હેટસ્પીચ અંગે કોઈ સ્પષ્ટ કાયદો નથી તેવું જણાવ્યું છે. આ સાથે પંચે કહ્યું કે,  હાલનો કાયદો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટ ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી રહી હતી. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની અસમર્થતા દર્શાવતા કહ્યું હતું કે, જો કોઈ પક્ષ અથવા તેના સભ્યો  હેટસ્પીચમાં સામેલ થાય છે, તો રાજકીય પક્ષની માન્યતા પાછી ખેંચવાનો અથવા તેના સભ્યોને ગેરલાયક ઠેરવવાનો કોઈ કાનૂની અધિકાર નથી.

કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું અને કહ્યું કે  હેટસ્પીચ અંગે કોઈ સ્પષ્ટ કાયદો નથી અને હાલનો કાયદો અસરકારક નથી. ચૂંટણી દરમિયાન હેટસ્પીચ અને અફવાઓને રોકવા માટે, કમિશન ભારતીય દંડ સંહિતા અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ રાજકીય પક્ષો સહિતના લોકોને સંવાદિતાને ખલેલ પહોંચાડતા અટકાવવા માટે કામ કરે છે, પરંતુ હેટસ્પીચ અને અફવાઓને રોકવા માટે કોઈ નિર્ધારિત કાયદો નથી.

કેન્દ્રીય ચૂંટણી પંચે શું કહ્યું ? 

ચૂંટણી પંચે અપીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટે આ મામલે યોગ્ય આદેશ આપવો જોઈએ, કારણ કે કાયદા પંચે 267માં રિપોર્ટમાં સૂચવ્યું છે કે, હેટસ્પીચને લઈને ફોજદારી કાયદામાં જરૂરી સુધારા કરવા જોઈએ. ચૂંટણી દરમ્યાન હેટસ્પીચનો મામલો ઘણી વખત સામે આવે છે, પરંતુ કાયદાકીય યુક્તિઓના કારણે આ નેતાઓ સરળતાથી છટકી જાય છે. 

હેટસ્પીચને કાબૂમાં લેવાના પગલાંની માંગ કરતી PILના જવાબમાં દાખલ કરાયેલ પ્રતિ-એફિડેવિટમાં પંચે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નને પ્રવાસી ભિલાઈ સંગઠન વિ યુનિયન ઓફ ઈન્ડિયા (2014) માં ભારતના કાયદા પંચને મોકલ્યો હતો. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો કોઈ પક્ષ અથવા તેના સભ્યો હેટસ્પીચનો ઉપયોગ કરે છે, તો ચૂંટણી પંચને તેને અથવા તેના સભ્યોને ગેરલાયક ઠેરવવાની, રાજકીય પક્ષની માન્યતા રદ કરવાની સત્તા આપવી જોઈએ. પંચે કહ્યું કે ભારતના કાયદા પંચના 267મા રિપોર્ટમાં કોર્ટના આ સવાલનો જવાબ આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત, પંચે હેટસ્પીચના જોખમને રોકવા માટે ભારતના ચૂંટણી પંચને મજબૂત કરવા સંસદને સ્પષ્ટપણે કોઈ ભલામણ પણ કરી હતી. જો કે, કાયદા પંચે ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યવાહીની સંહિતામાં કેટલાક સુધારા કરવાનું સૂચન કર્યું હતું.

આ સાથે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, હાલમાં ઉમેદવારો સામે માત્ર IPC અથવા લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ પંચને કોઈ પણ ઉમેદવારને ચૂંટણી લડવાથી રોકવાની સત્તા આપવામાં આવી નથી. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે ચૂંટણી દરમ્યાન હેટસ્પીચને લઈને અરજી દાખલ કરી છે. અરજીમાં હેટસ્પીચ અને અફવા ફેલાવનારા નિવેદનો પોસ્ટ કરવા અથવા ગુનો કરવાનો પ્રયાસ કરવા અને તેના માટે સજા નક્કી કરવા માટે કાયદો બનાવવાની વિનંતી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ