બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Candidates have to give their consent in five secondary service examinations

BIG NEWS / સરકારી ભરતીના ઉમેદવારો માટે અગત્યના સમાચાર,ગૌણ સેવાની 5 પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવાના રહેશે, નોંધી લો તારીખ

Dinesh

Last Updated: 11:29 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં યોજાનારી આગામી પાંચ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા છે, 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે.

  • ગૌણ સેવાની પાંચ પરીક્ષામા ઉમેદવારોએ આપવી પડશે સંમતિ
  • 17 થી 27 જલાઈ સુધીમા સંમતિ પત્ર ભરવાના રહેશે 
  • બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન સબમિટ કરવાના રહેશે


ગૌણ સેવા પસંદગી મંડળે આગામી યોજાનારી પાંચ પરીક્ષાઓ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં યોજાનારી આગામી પાંચ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા છે. આ તમામ પરીક્ષાઓ માટે 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે. 

સંચાલન માટે સંમતિ પત્ર ફરજિયાત કરાયા
આ સંમતિપત્ર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાશે. મહત્વનું છે કે, ગૌણ સેવાની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા 20 ઓગસ્ટે યોજાનાર છે. તેવામાં પરીક્ષાર્થીઓના ભરાયેલા ફોર્મ અને પરીક્ષા આપનાર ઉમેદવારો વચ્ચેના તફાવતને ઓળખી પરીક્ષા વ્યવસ્થાના સંચાલન માટે સંમતિ પત્ર ફરજિયાત કરાયા છે.

જુઓ પરિપત્ર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ