બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cancellation of deposit notices issued to 1.55 crore electricity consumers in the state

રાહત / મહત્વના સમાચાર: એવો શું નિર્ણય લેવાયો કે ગુજરાતના વીજ ગ્રાહકોને થશે 850 કરોડ રૂપિયાનો ફાયદો?

Malay

Last Updated: 10:23 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 1.55 કરોડ વીજ ગ્રાહકોને ફટકારેલી ડિપોઝિટની નોટિસ રદ, ધારાસભ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત બાદ વીજ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય.

 

  • રાજ્યના વીજ ગ્રાહકોને ફાયદો 
  • વીજ વિભાગની ડિપોઝિટની નોટિસ રદ
  • CMને રજૂઆત બાદ નિર્ણય 
  • નિર્ણય રદ થતાં ગ્રાહકોને ફાયદો

રાજ્યમાં વીજ ગ્રાહકોને ફટકારેલી ડિપોઝિટની નોટિસ રદ કરવામાં આવી છે. 1.55 કરોડ વીજ ગ્રાહકોને ફટકારેલી નોટિસ રદ કરવામાં આવી છે. જેથી હવે ગ્રાહકોને આશરે 850 કરોડ રૂપિયાનો ફાયદો થશે. અગાઉ વીજ વિભાગે ગ્રાહકોને ફરીથી સિક્યોરીટી ડિપોઝિટ ભરવા નોટિસ પાઠવી હતી. જેની મુખ્યમંત્રીને રજૂઆત થતા નોટિસ રદ કરવાનો નિર્ણય વીજ વિભાગે કર્યો છે.

વીજળી બિલ ભરવા લાંબી લાઇનોમાં ઉભવાની ઝંઝટ પૂરી, હવે બેંક એકાઉન્ટમાંથી સીધા  પૈસા કપાશે | Customers of Gujarat Electricity Company can now pay bills  from ECS
ફાઈલ ફોટો

સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની આપી હતી નોટિસ
ગુજરાતમાં વીજ કંપનીઓએ 1.55 કરોડ જેટલા ગ્રાહકો પાસેથી 850 કરોડનું ઉઘરાણું કરવાની કવાયત હાથ ધરી હતી. વીજ કંપનીએ રહેણાંક, કોમર્શિયલ અને લઘુ ઉદ્યોગોને રૂ.500થી 70 હજાર સુધીની સિક્યુરિટી ડિપોઝિટ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી.  આ અંતર્ગત વડોદરામાં વીજ કંપની દ્વારા 1300 લઘુ ઉદ્યોગો, 7 હજાર કોમર્શિયલ મિકલત અને 5 હજરા રહેણાંક મિકલતને નોટિસ આપવામાં આવી હતી. વીજ કંપની વડોદરામાંથી સિક્યુરિટી ડિપોઝિટ પેટે અંદાજિત 13 કરોડનો લક્ષ્યાંક હતો.

યોગેશ પટેલે ઊર્જા મંત્રી અને મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત
સમગ્ર મામલે ધારાસભ્ય યોગેશ પટેલને જાણ કરવામાં આવી હતી. જે બાદ તેમણે આ મામલે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી હતી.  આ ઉપરાંત તેઓએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું હતું. 

યોગેશ પટેલ (ધારાસભ્ય, માંજલપુર)

ધારાસભ્યની રજૂઆત બાદ નિર્ણય રદ
ગત 2 જુલાઈના રોજ વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય યોગેશ પટેલે રજૂઆત કરી હતી. ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆત બાદ ઊર્જા મંત્રીએ નિર્ણય રદ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ