બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Canadian Punjabi singer Shubh mumbai concert has been cancelled due to his controversial post on Indian Map

વિવાદ / પંજાબી સિંગર શુભનો ભયંકર વિરોધ: લોકોએ ફાડ્યા પોસ્ટર, વિરાટ કોહલીએ કર્યું અનફૉલો, રદ્દ કરવો પડ્યો કૉન્સર્ટ; ખાલિસ્તાનનું કરતો હતો સમર્થન

Vaidehi

Last Updated: 03:58 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડિયન પંજાબી સિંગર શુભનો મુંબઈ કોન્સર્ટ રદ કરી દેવામાં આવ્યો છે. શુભ પર ખાલિસ્તાની સમર્થક હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલી સહિત અનેક સેલિબ્રિટિઝે શુભને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધું છે.

  • કેનેડિયન પંજાબી સિંગર શુભનીતનો કોન્સર્ટ કેન્સલ
  • મુંબઈમાં થનાર કોન્સર્ટ પર સરકારે લગાડ્યો બેન
  • વિરાટ કોહલી સહિત અનેક લોકોએ શુભને કર્યું અનફોલો

પ્રખ્યાત પંજાબી સિંગર શુભનીત સિંહ ઊર્ફ શુભ છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલાં તેમની ઈન્સ્ટાની પોસ્ટે વિવાદ ઊભો કરી દીધો હતો. દેશનાં અનેક દિગ્ગજ કલાકારોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર પણ શુભ ઘણાં ટ્રોલ થયાં હતાં. હવે માહિતી મળી રહી છે કે કેનેડિયન પંજાબી સિંગરનો મુંબઈ કોન્સર્ટ રદ કરી દેવામાં આવ્યો છે. તેના પર ખાલિસ્તાની સમર્થક હોવાનો આરોપ છે.

વિરાટ કોહલી સહિત અનેક લોકોએ કર્યું અનફોલો
પંજાબી સિંગ શુભ કેનેડામાં રહે છે અને તેના ગીતો દેશ-વિદેશમાં ફેમસ છે. એટલું જ નહીં ભારતમાં પણ તેના ગીતો પસંદ કરવામાં આવે છે. તેમની સારી એવી ફેન ફોલોઈંગ છે જેમાં વિરાટ કોહલી પણ શામેલ છે. પણ નવાઈની વાત તો એ છે કે હાલમાં વિરાટ કોહલીએ શુભને અનફોલો કરી દીધું છે. શુભની ઈન્સ્ટા પોસ્ટને લીધે આ બધું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેમનો મુંબઈવાળો કોન્સર્ટ પણ કેન્સલ કરી દેવામાં આવ્યો છે. વિરાટ કોહલી સિવાય કે.એલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ પણ તેને અનફોલો કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે શુભ ખાલિસ્તાનનાં સપોર્ટમાં છે જેના લીધે તેણે વિવાદસ્પદ પોસ્ટ કરી હતી.

સોશિયલ મીડિયા પર કરી વિવાદિત પોસ્ટ
માહિતી અનુસાર ભારતમાં શુભનો સ્ટિલ રોલિન ટૂર રદ કરી દેવાયો છે. બુક માય શોએ ટિકીટનાં પૈસા પણ પરત કરવાનું શરૂ કરી દીધું છે. 23-24 સપ્ટેમ્બરનાં રોજ શુભનો કોન્સર્ટ મુંબઈનાં કોર્ડેલિયા ક્રૂઝ પર થવાનો હતો. જે વચ્ચે શુભે ઈંસ્ટા સ્ટોરી પર ભારતનો ખોટો નક્શો અપલોડ કરી દીધો જેના લીધે વિવાદો શરૂ થઈ ગયાં. આ નક્શામાં દેશનાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર, પંજાબ અને પૂર્વોત્તર રાજ્યો નજર નહોતા પડી રહ્યાં.

કોન્સર્ટ રદ થયાં
શુભ દેશનાં 10 શહેરોમાં કોન્સર્ટ કરવાનો હતો. તે 23 સપ્ટેમ્બરથી 5 નવેમ્બર સુધી ભારતનાં મુંબઈ, ગુરગાંવ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા જેવા અનેક શહેરોમાં કોન્સર્ટ કરવાનો હતો. જેમાં હવે મુંબઈ કોન્સર્ટ પર સરકારે બેન લગાવી દીધો છે. તેના શૉનાં પોસ્ટર પણ હટાવી દેવામાં આવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ