બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Canadian PM Trudeau doesn't see the difference between an icon of Hitlerism and an ally of Hinduism?

BIG NEWS / કેનેડાના PM ટ્રુડોને હિટલરશાહીના પ્રતિક અને હિન્દુ ધર્મના સાથિયા વચ્ચે ભેદ નથી દેખાતો? સ્વસ્તિક મુદ્દે આપેલા નિવેદન પર ભડક્યા ભારતીયો

Priyakant

Last Updated: 01:58 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada PM Justin Trudeau Latest News: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું, ટ્વિટ કરી કહ્યું-તેઓ સંસદની નજીક નફરતના પ્રતીકો પ્રદર્શિત કરવાની મંજૂરી આપી શકતા નથી

  • ભારત-કેનેડા વિવાદ વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ
  • જસ્ટિન ટ્રુડોએ હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું
  • લોકોએ કરી ટીકા, કહ્યું-સ્વસ્તિક પ્રતીક શુદ્ધતાનું પ્રતીક

Canada PM Justin Trudeau : ભારત-કેનેડા વિવાદ વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત વિરોધી ગતિવિધિઓથી દૂર નથી થઈ રહ્યા. તાજેતરના વિવાદમાં તેમણે હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું છે. ટ્રુડોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેઓ સંસદની નજીક નફરતના પ્રતીકો પ્રદર્શિત કરવાની મંજૂરી આપી શકતા નથી. આ તરફ હવે સવાલ થઈ રહ્યો છે કે, શું કેનેડાના PM ટ્રુડોને હિટલરશાહીના પ્રતિક અને હિન્દુ ધર્મના સાથિયા વચ્ચે ભેદ નથી દેખાતો? 

શું કહ્યું કેનેડીયન પ્રધાનમંત્રીએ ? 
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ  આજે સવારે ટ્વીટ કર્યું કે, જ્યારે આપણે દ્વેષપૂર્ણ ભાષા અને છબીઓ જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ, ત્યારે આપણે તેની નિંદા કરવી જોઈએ. સંસદ હિલ પર કોઈ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન અસ્વીકાર્ય છે. કેનેડિયનોને શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર છે - પરંતુ અમે યહૂદી વિરોધી ભાવના, ઇસ્લામોફોબિયા અથવા કોઈપણ પ્રકારની તિરસ્કારને સહન કરી શકતા નથી.

લોકોએ કરી ટીકા, કહ્યું-સ્વસ્તિક પ્રતીક શુદ્ધતાનું પ્રતીક
સોશિયલ મીડિયા પર લોકો આ ટ્વીટ માટે ટ્રુડોની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, સ્વસ્તિક પ્રતીક શુદ્ધતાનું પ્રતીક છે, જ્યારે નાઝીઓનું હેકેનક્રુઝ નફરતનું પ્રતીક છે.થોડા દિવસો પહેલા જસ્ટિન ટ્રુડોએ એક નાઝી યુદ્ધ ગુનેગારને સંસદમાં બોલાવીને સન્માનિત કર્યા હતા. આ પછી ચારે બાજુથી ટીકા થઈ હતી જેમાં કેનેડાના સ્પીકરે રાજીનામું આપવું પડ્યું હતું.

નોંધનિય છે કે, જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં શીખ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. ટ્રુડો ભારત વિરુદ્ધ કામ કરી રહેલા ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ તરફ ઝુકાવ ધરાવે છે. કેનેડાના પીએમ લાંબા સમયથી હિન્દુ પ્રતીક સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. જોકે તે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી. કેનેડાની સંસદમાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ