બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Canada has become a haven for terrorists: What is the status of Indians living there?

મહામંથન / આતંકીઓ માટેનું આશ્રયસ્થાન બન્યું કેનેડા: ત્યાં વસતા ભારતીયોની સ્થિતિ શું? વિવાદના મૂળ કયું? સમજો સરળ રીતે

Vishal Khamar

Last Updated: 10:48 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. કેનેડાનાં વડાપ્રધાન ટ્રૂડોનાં નિવેદન બાદ વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ત્યારે કેનેડાનાં રાજકીય નેતૃત્વ આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરશે તે એક પ્રશ્ન?

બે દેશ વચ્ચે જ્યારે રાજદ્વારી તણાવ વધે એટલે પહેલો વિચાર હંમેશા એ આવે કે એક દેશમાં વસતા બીજા દેશના નાગરિકોનું શું થશે. ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા થોડા સમયથી તણાવ વધ્યો છે, તણાવના કારણો રાજકીય છે. તણાવના મૂળિયા ઉપર નજર કરીએ તો ભારત તરફથી રાજદ્વારી કે વહીવટી ભૂલ નથી થઈ, ભૂલ મોટેભાગે કેનેડીયન સરકાર તરફથી થતી આવી છે અને હજુ પણ થઈ રહી છે. કેનેડાના સત્તાધીશોનું ખાલિસ્તાની આતંકીઓને છુપુ સમર્થન ભારત માટે ચિંતાનો અને વિરોધનો વિષય હંમેશા રહ્યો છે.

  • ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો
  • ભારત અને કેનેડાએ એકબીજાના રાજદૂતોને દેશનિકાલ કર્યા
  • ભારત તરફથી પણ કેનેડીયનો માટે વીઝા સ્થગિત કરાયા

રાજકીય આગને પલિતો ચાંપવાનું કામ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ કર્યું. ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું કે કેનેડામાં વસતા શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે અને આ બહાનું આગળ ધરીને કેનેડાએ ભારતીય રાજદૂતને નિષ્કાષિત કર્યા, વળતા જવાબરૂપે ભારતે પણ કેનેડાના રાજદૂતને નિષ્કાષિત કર્યા અને કેનેડામાં વસતા ભારતીયો તથા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી. ભારતે કેનેડા પ્રવાસે જવા માંગતા ભારતીયો માટે પણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી દીધી. કેનેડાના વલણ સામે ભારતનો વિરોધ બહુ સ્વભાવિક છે ત્યારે ભારત એ પણ વિચારી રહ્યું છે કે કેનેડામાં વસતા લાખો ભારતીયો અને વિદ્યાર્થીઓ સલામત રહે. હાલ રાજદ્વારી તણાવ પછી પણ બંને દેશમાં કે બંને દેશ તરફથી બીજા કોઈ છમકલા થયા નથી ત્યારે એ જાણવું અને સમજવું અત્યંત જરૂરી છે કે કેનેડામાં વસતા ભારતીયોની સ્થિતિ શું છે અને આ વિવાદના મૂળ ક્યાં છે. 

  • આતંકીઓ માટેનું આશ્રયસ્થાન બન્યું કેનેડા
  • કેનેડાનું રાજકીય નેતૃત્વ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરશે?
  • અમારા હાઈકમિશનના અધિકારીઓને સુરક્ષાનું જોખમ છે

ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. ભારત અને કેનેડાએ એકબીજાના રાજદૂતોને દેશ નિકાલ કર્યા છે. ભારત તરફથી પણ કેનેડીયનો માટે વીઝા સ્થગિત કરાયા છે. તેમજ ભારત તરફથી ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. કેનેડામાં વસતા ભારતીયો અને પ્રવાસે જતા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરાઈ છે. કેનેડામાં વસતા ભારતીયો અને ભારતમાં વસતા સબંધીઓની ચિંતા વધી છે. 

  • વિદેશ મંત્રાલયે કેનેડામાં વસતા ભારતીયોને બાંહેધરી આપી
  • કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત રહેવા સૂચના
  • વિદ્યાર્થીઓને મુશ્કેલી થાય તો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે

ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
આતંકીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું કેનેડા. કેનેડાનું રાજકીય નેતૃત્વ આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરશે? અમારા હાઈ કમિશનનાં અધિકારીઓને સુરક્ષાનું જોખમ છે. નિજ્જર કેસમાં કેનેડા સરકારે અમારી સાથે કોઈ માહિતીની આપ-લે કરી નથી. ભારતે કેનેડામાં વસતા ગુનેગારોની યાદી સોંપી છે. પરંતું કોઈ કાર્યવાહી નહી.

  • ટ્રૂડો G-20 સમિટ માટે ભારત આવી રહ્યા હતા
  • કેનેડાના ખાલિસ્તાનીઓને સમર્થન અંગે ભારતે પહેલેથી જ ચિંતા વ્યકત કરી હતી
  • તણાવની શરૂઆત જસ્ટીન ટ્રૂડો કેનેડા પરત ફર્યા પછી થઈ

 કેનેડામાં વસતા ભારતીયોને આશ્વાસન
વિદેશ મંત્રાલયે કેનેડામાં વરસતા ભારકતીયોને બાંહેધરી આપી છે કે, કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત રહેવા સૂચન કર્યું છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી થાય તો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે. 

  • હાલ ભારતીયોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી
  • ભારત અને કેનેડા બંને પ્રત્યે તટસ્થ વલણ રાખવું
  • જસ્ટીન ટ્રૂડોનું નિવેદન રાજનીતિથી પ્રેરિત છે

કેનેડા પણ ભારતીયોને વિઝા નહીં આપે?

  • વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા
  • ભારતીયોને વિઝા આપવા કે નહીં તે કેનેડાની સરકાર નક્કી કરશે

વિવાદની શરૂઆત કેમ થઈ?
જસ્ટીન ટ્રુડો G-20 સમિટ માટે ભારત આવી રહ્યા હતા. કેનેડાના ખાલિસ્તાનીઓને સમર્થન અંગે ભારતે પહેલેથી જ ચિંતા વ્યકત કરી હતી. તણાવની શરૂઆત જસ્ટીન ટ્રુડો કેનેડા પરત ફર્યા પછી થઈ. જસ્ટીન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત વિરુદ્ધ આરોપ લગાવ્યા.  કેનેડાના PMએ શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનું કહ્યું, કેનેડાની સરકારે ભારતીય રાજદૂતને નિષ્કાસિત કર્યા.  જવાબમાં ભારતે પણ કેનેડાના રાજદૂતનો દેશનિકાલ કર્યા. 

  • કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓનો ઈકોનોમીમાં મહત્વનો ફાળો
  • કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થી વર્ષે 960 મિલિયન ડોલર ફી ચુકવે છે
  • ભારતીય ચલણમાં આ રકમ વાર્ષિક 6000 કરોડ થાય છે

કેનેડામાં વસતા ભારતીયોએ શું ધ્યાન રાખવું?

હાલ ભારતીયોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. તેમજ  ભારત અને કેનેડા બંને પ્રત્યે તટસ્થ વલણ રાખવું. જસ્ટીન ટ્રુડોનું નિવેદન રાજનીતિથી પ્રેરિત છે. લોકો બહાર ન નિકળી શકે એવો માહોલ હાલ નથી. બિનજરૂરી વિવાદ ટાળવા, કામ ઉપર ધ્યાન આપવું.

  • કેનેડામાં લગભગ 1 લાખ 78 હજારથી વધુ NRI ભારતીયો
  • કેનેડામાં ભારતીય મૂળના નાગરિકની સંખ્યા 15 લાખથી વધુ
  • 2022ના ડેટા પ્રમાણે કેનેડામાં 1 લાખ 83 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ

કેનેડાની એજ્યુકેશન ઈકોનોમીમાં ભારતનો ફાળો

કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓનો ઈકોનોમીમાં મહત્વનો ફાળો છે.  કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થી વર્ષે 960 મિલિયન ડોલર ફી ચુકવે છે. ભારતીય ચલણમાં આ રકમ વાર્ષિક 6000 કરોડ થાય છે.

હાલની સ્થિતિએ કેનેડા જઈ શકાય?

કેનેડામાં વસતા અનેક ભારતીયોએ આ અંગે પોતાના મત આપ્યા છે.  સરેરાશ મત એવો છે કે હાલ અહીં ન આવવામાં શાણપણ છે. 

કેનેડામાં કેટલા ભારતીયો?

કેનેડામાં લગભગ 1 લાખ 78 હજારથી વધુ NRI ભારતીયો છે.  કેનેડામાં ભારતીય મૂળના નાગરિકની સંખ્યા 15 લાખથી વધુ છે. તેમજ  2022ના ડેટા પ્રમાણે કેનેડામાં 1 લાખ 83 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ