બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / canada hardeep nijjar killing case justin trudeau keep indian diplomats phone on surveillance

વિવાદ / કેનેડાએ હદ વટાવી: ભારતીય અધિકારીઓને રાખ્યા હતા સર્વિલૅન્સ પર, ટ્રુડો કરાવી રહ્યા હતા કૉલ રેકોર્ડીંગ

Arohi

Last Updated: 11:51 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada Conflict: કેનેડાનો દાવો છે કે ભારતીય એજન્ટ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં શામેલ હતા. હવે જાણકારી મળી રહી છે કે તપાસ માટે કેનેડાએ ભારતીય અધિકારીઓને સર્વિલૅન્સ પર મુક્યા હતા.

  • હરદીપ સિંહની હત્યાની તપાસ મામલે કેનેડાએ હદ વટાવી
  • ભારતીય અધિકારીઓને રાખ્યા સર્વિલૅન્સ પર 
  • ટ્રુડો કરાવી રહ્યા હતા કૉલ રેકોર્ડીંગ

કેનેડા અને ભારતના સંબંધમાં તણાવ ચરમ પર પહોંચી ગયો છે. પહેલા બન્ને દેશોના ડિપ્લોમેટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે નવી દિલ્હીના કેનેડાઈ નાગરીકો માટે વીઝા સેવાઓને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 

વિવાદની શરૂઆત કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોની તરફથી થઈ. જ્યાં તેમણે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો. હજુ પણ કેનેડાના પીએમ પોતાની વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. જોકે ભારત પહેલાથી જ આ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી રહ્યું છે. 

કેનેડાએ લગાવ્યા હતા ગંભીર આરોપ 
જોકે કેનાડાનું એવું માનવું છે કે ભારતીય એજન્ટ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હતા. તેમનો દાવો ભારતીય અધિકારીઓની વાતચીતના કોલ રેકોર્ડ પર આધારિત હોઈ શકે છે. 

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજનૈતિક સહિત ભારતીય અધિકારીઓને સર્વિલૅન્સ પર રાખ્યા હતા. તે સમયે તેમણે કોલ પર કોની સાથે શું વાત કરી તેને સાંભળવામાં આવ્યું. કેનેડાની સરકારે એક મહિનાની તપાસ વખતે ખાનગી જાણકારી ભેગી કરી હતી. 

ખુફિયા સલાહકારે કરી હતી બે વખત ભારત યાત્રા 
રિપોર્ટ અનુસાર અમુક ખુફિયા જાણકારી 'ફાઈવ આઈઝ' ગઠબંધનમાં બીજા દેશોને શેર કરવામાં આવી હતી. આ સમૂહમાં કેનેડા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા શામેલ છે. 

રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા અને ખુફિયા સલાહકાર જોડી થોમસે ઓગસ્ટમાં ચાર દિવસ અને સપ્ટેમ્બરમાં પાંચ દિવસ માટે ભારતની યાત્રા કરી, ત્યારે બીજી યાત્રા જી20 નેતાઓના શિખર સન્મેલન દ્વારા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની નવી દિલ્હી યાત્રાની સાથે થઈ. 

ટ્રૂડોએ ફરી લગાવ્યા આરોપ 
મહત્વનું છે કે ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રૂડોએ સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં કરવામાં આવેલા પોતાના દાવાને રીપિટ કર્યો. આ દાવામાં ભારત સરકારના એજન્ટો અને 18 જૂને નિજ્જરની હત્યાની વચ્ચે લિંક હોવાની વાત કહેવામાં આવી હતી. 

તેમણે કહ્યું કે "હું તમને વિશ્વાસ અપાવી શકું છું કે આ આરોપોને હાઉસ ઓફ કોમન્સના પટલ પર શેર કરવાનો નિર્ણય સામાન્ય રીતે નથી કરવામાં આવ્યો. આ નિર્ણય ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ