બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Can danger increase on Joshimath? The Meteorological Department has issued an alert

ચેતવણી / ...તો વધી શકે છે જોશીમઠ પર સંકટ? હવામાન વિભાગે જાહેર કર્યું ઍલર્ટ, ધસતા શહેરમાં 849 ઇમારતો ભયગ્રસ્ત

Priyakant

Last Updated: 10:33 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના જોશીમઠમાં અત્યંત નાજુક સ્થિતિ વચ્ચે હવે હવામાન પણ એક મોટો પડકાર લઈને આવી રહ્યું છે

  • ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ અત્યંત નાજુક
  • મકાનો, ઈમારતો,હોટલોમાં તિરાડો પડવાની પ્રક્રિયા હજુ પણ યથાવત 
  • આગામી ચારથી પાંચ દિવસ હિમવર્ષા થવાની આગાહી: હવામાન 
  • 23 જાન્યુઆરી પછી હિમવર્ષા વધી શકે: હવામાન 

હાલમાં જ્યાં જુઓ ત્યાં જોશીમઠની જ ચર્ચા ચાલી રહી છે. ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ અત્યંત નાજુક છે. મકાનો, ઈમારતો અને હોટલોમાં તિરાડો પડવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. જમીન ધસી જવાને કારણે અત્યાર સુધીમાં 849 મકાનો પ્રભાવિત થયા છે. આ તરફ હવે જોશીમઠની સામે હવામાન પણ એક મોટો પડકાર લઈને આવી રહ્યું છે. જોશીમઠમાં આગામી ચારથી પાંચ દિવસ હિમવર્ષા થવાની આગાહી છે. આવી સ્થિતિમાં જોશીમઠના રહેવાસીઓ માટે ખતરો વધુ વધી શકે છે.

હવામાનની આગાહીથી ચિંતા વધી 
જોશીમઠમાં 4 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ સુધી હિમવર્ષા સાથે હળવો વરસાદ પડી શકે છે. ભૂતકાળમાં પણ જ્યારે વરસાદ પડ્યો ત્યારે જોશીમઠના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે ઘણા લોકો છત વિના રહેવા માટે મજબૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જાન્યુઆરી પછી હિમવર્ષા વધી શકે છે.

જોશીમઠમાં આવી શકે છે તબાહી
જો જોશીમઠમાં સતત 4-5 દિવસ હિમવર્ષા થાય છે તો જે મકાનો અને ઇમારતો ભાર સહન કરવાની ક્ષમતા ધરાવતા નથી તે ધરાશાયી થવાની સંભાવના વધારે છે. આવી સ્થિતિમાં જોશીમઠમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. હિમવર્ષા અને વરસાદને કારણે ઘરોમાં તિરાડો વધુ ઊંડી બની શકે છે અને જમીન ધસી પડવાનું જોખમ પણ વધી જશે.

વહીવટીતંત્ર કવાયતમાં 
આ તરફ પ્રશાસને તમામ ઘરોમાં ક્રેક મીટર લગાવ્યા છે અને તમામ ઘરો પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને અસુરક્ષિત ઘરોમાંથી સતત ખસેડવામાં આવી રહ્યા છે. ઘણી દુકાનો ખાલી કરવા પણ કહેવામાં આવ્યું છે. વહીવટીતંત્ર આ તમામ લોકોને પ્રિ-ફેબ્રિકેટેડ મકાનોમાં શિફ્ટ કરી રહ્યું છે. વહીવટીતંત્ર વધુને વધુ પ્રિ-ફેબ્રિકેટેડ મકાનો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે હવે હોટલોમાં પણ તિરાડો જોવા મળી રહી છે. આ સાથે પ્રશાસને સલામત ઈમારતોને પણ ચિહ્નિત કરી છે, જ્યાં લોકોને સતત ખસેડવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં કેટલા મકાનોમાં પડી તિરાડ ? 
મંગળવારે ચમોલી જિલ્લા વહીવટીતંત્રે એક બુલેટિન જાહેર  કરીને જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત ઇમારતોની સંખ્યા 288 થી વધીને 849 થઈ ગઈ છે. બુલેટિન મુજબ રવિગ્રામ વોર્ડમાં મોટાભાગના (161) મકાનોમાં તિરાડો પડી ગઈ છે. આ પછી ગાંધીનગરનો નંબર આવે છે (154 મકાનો), જ્યાંથી સૌથી વધુ રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ