બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / By offering Tulsi leaves to these devta troubles breaks out in your life

મહત્વનું / આ દેવતાઓને તુલસી અર્પણ કરવાથી જીવનમાં આવી શકે છે મુશ્કેલી, કરવો પડશે તેમના ક્રોધનો સામનો

Arohi

Last Updated: 08:24 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અનેક દેવી-દેવતાઓને તુલસીના પાન ચઢાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ કેટલાક દેવતાઓ એવા પણ છે જેમને તુલસી ચઢાવવામાં આવતા નથી.

  • ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ 
  • દેવી-દેવતાઓને ચઢાવવામાં આવે છે તુલસી 
  • પરંતુ આ દેવતાઓને નથી ચઢાવવામાં આવતી તુલસી 

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. ભગવાન વિષ્ણુથી લઈને હનુમાનજી સુધી તુલસીના પાન ચઢાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. 

પરંતુ કેટલાક દેવતાઓ એવા પણ છે જેમને તુલસીના પાન ચઢાવવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેમને તુલસીના પાન અર્પણ કરવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે અને વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.

તુલસીના પાન વગર અધુરી છે વિષ્ણુની પૂજા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. બીજી તરફ કેટલાક દેવતાઓને તુલસી અર્પણ કરવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે. આવો જાણીએ કયા દેવતાઓને તુલસી ન ચઢાવવી જોઈએ.

આ દેવતાઓને ભૂલથી પણ ન અર્પણ કરો તુલસી 
ધાર્મિક શાસ્ત્રોમાં દરેક દેવી-દેવતાની કેટલીક પ્રિય વસ્તુઓ જણાવવામાં આવી છે. દેવી-દેવતાઓને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી જલ્દી જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના તમામ દુઃખ દૂર થાય છે. 

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિને તુલસીના પાન ખૂબ જ પ્રિય છે. પરંતુ ભગવાન શિવ અને ગણેશને ભૂલીથી પણ તુલસીના પાન ન ચઢાવો.

આ માટે નથી અર્પિત થતી તુલસી 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક વખત ગણેશજી ગંગા નદીના કિનારે તપસ્યા કરી રહ્યા હતા અને ધર્માત્મજની પુત્રી તુલસી વિવાહની ઈચ્છા સાથે યાત્રા પર ગયા હતા. તે ગણેશજીને જોઈને મોહિત થઈ ગયા અને તેમની તપસ્યા તોડી નાખી. 

આ પછી ગણેશજીની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હું બ્રહ્મચારી છું એમ કહીને ગણેશજીએ તુલસીના પ્રસ્તાવને નકારી દીધો. આનાથી ગુસ્સે થઈને તુલસીએ ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો.

એટલું જ નહીં એવું પણ કહ્યુ કે ગણેશના લગ્ન એક અસુર સાથે થશે. તુલસીની આ વાત સાંભળીને ગણેશજી પરેશાન થઈ ગયા અને તુલસીની માફી માંગવા લાગ્યા. આવી સ્થિતિમાં ગણેશજીએ તુલસીને કહ્યું કે તમે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પ્રિય માનવામાં આવશો, પરંતુ ગણેશજીની પૂજામાં તુલસીનો પ્રસાદ ચઢાવવો અશુભ માનવામાં આવશે. આ કારણથી ગણેશજીને તુલસી ચઢાવવામાં આવતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ