બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / By March, the temperature of many states of the country will cross 40 degrees

એલર્ટ / માર્ચ સુધીમાં દેશના અનેક રાજ્યોનું તાપમાન જશે 40 ડિગ્રીને પાર, હવામાન વિભાગની ચેતવણી

Priyakant

Last Updated: 04:08 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં જણાવ્યું છે કે, ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો હીટવેવની ઝપટમાં આવી જશે

  • ફેબ્રુઆરીના અંત સુધીમાં પ્રચંડ ગરમી તમામ રેકોર્ડ તોડશેઃ હવામાન 
  • માર્ચ સુધીમાં તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધીને 40 ડિગ્રી સુધી પહોંચશે
  • આગામી 24 કલાકમાં વરસાદ સાથે હિમવર્ષાની પણ આગાહી

ભારતીય હવામાન વિભાગે ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પ્રચંડ અને કાળઝાળ ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં જણાવ્યું છે કે, ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો હીટવેવની ઝપટમાં આવી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસમાં દેશના આ વિસ્તારોમાં લઘુતમ તાપમાન નોર્મલ કરતા 4-5 ડિગ્રી વધારે રહેશે.

ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં અત્યારથી જ તાપમાન 35 થી 39 ડિગ્રીની રેન્જમાં આવી ગયું છે.  આ સાથે હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં તો દેશના મોટાભાગનાં રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં 4-5  ડિગ્રી વધારે એટલે કે લગભગ 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે.  દિલ્હીમાં ગઈકાલે મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા સાત ડિગ્રી વધુ હતું. આજે લઘુતમ તાપમાન 15ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાશે. સોમવારનો દિવસ 1969બાદ સૌથી વધુ ગરમીવાળો ફેબ્રુઆરીનો ત્રીજો દિવસ હતો. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં પણ આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ નોંધાશે. 

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં પણ પહાડી વિસ્તાર હોવા છતાં પણ મહત્તમ તાપમાન 23થી 28 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારે લૂ ફૂંકાશે એવું એલર્ટ પણ હવામાન વિભાગે જારી કર્યું છે.ગુજરાતમાં આગામી 24 કલાકમાં કેટલાય વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી વચ્ચે નોંધાશે.

પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાય સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હરિયાણા અને પડોશના વિસ્તારમાં એક્ટિવ છે અને તેની અસરથી આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમી હિમાલયના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

દાહક ગરમીની અસરથી ઘઉંનો પાક બળી જશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે અને તેની સૌથી ભયાનક અસર ઘઉંના પાક પર પડશે. વધુ પડતા તાપમાનના કારણે ઘઉંના ડૂંડા સમય પહેલાં પાકી જશે અને ઉત્પાદન ઘટી જશે. ગરમીના કારણે ઘઉંનો પાક બળી જશે અને તેનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થશે. હવામાન વિભાગે છેલ્લા પાંચ દાયકાના ડેટાનો અભ્યાસ કરીને ચેતવણી આપી છે કે પ્રચંડ ગરમીથી ઘઉંનો પાક નાશ પામશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ