બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 07:08 PM, 4 December 2023
ADVERTISEMENT
વાંકાનેરનાં બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે વઘાસીયા ટોલનાકા કર્મીએ ફરિયાદ ન કરતા પોલીસ ફરિયાદી બની હતી. આ મામલે સિટી પોલીસે ફરિયાદ નોંધી અમરશી પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મોરબીનાં વાંકાનેર તાલુકામાં બોગસ ટોલનાકું બનાવવા મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં વઘાસીયા ટોલનાકાનાં કર્મચારી વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસ દ્વારા હાલ ટોલનાકાનાં કર્મચારી પાસેથી સમગ્ર માહિતી મેળવી રહી છે. 3 જગ્યાએ ગેરકાયદેસર ટોલનાકા ચાલુ હોવાથી સરકારને દૈનિક લાખોનું નુકશાન થવા પામ્યું છે. વઘાસીયા ટોલનાકાની પર દૈનિક આવક 15 લાખથી વધુ છે.
પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી
રાજ્યમાં નકલી કચેરી બાદ મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ સામે આવ્યું છે. નકલી ટોલનાકુ ચાલતું હોવાના આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થયો છે. દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે. ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવે છે. ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.તો VTV NEWSના અહેવાલ બાદ પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
બોગસ ટોલનાકા મામલે પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા
મોરબી ખાતેનાં ગેરકાયદે ટોલનાકા મામલે સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટોલનાકા મામલે અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમત ગેરકાયદે ટોલનાકામાં કોઈને છોડવામાં નહી આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.