બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bumper returns on this compared to bank FDs, good news for small savings scheme investors

તમારા કામનું / બેંક FDની સરખામણીમાં આ જગ્યા પર મળી રહ્યું છે બમ્પર વળતર, નાની બચત યોજનાઓના રોકાણકારો માટે કામના સમાચાર

Megha

Last Updated: 04:45 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાની બચત યોજનાઓ હેઠળ પોસ્ટ ઓફિસમાં બે વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.9 ટકા વ્યાજ મળે છે, જે મોટાભાગની બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા દરની તુલનામાં વધુ છે.

  • પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ ફરી એકવાર બેંક FD કરતાં વધુ મજબૂત બની
  • રિઝર્વ બેંકે મે 2022માં રેપો રેટ વધારવાની પ્રક્રિયા શરૂ કરી હતી
  • પોસ્ટ ઓફિસમાં બે વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.9 ટકા વ્યાજ મળે

નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં સતત ત્રણ વખત વધારો થવાથી પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ ફરી એકવાર બેંક FD કરતાં વધુ મજબૂત બની છે. જણાવી દઈએ કે નાની બચત યોજનાઓ હેઠળ પોસ્ટ ઓફિસમાં બે વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.9 ટકા વ્યાજ મળે છે, જે મોટાભાગની બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા દરની તુલનામાં વધુ છે. 

નોંધનીય છે કે રિઝર્વ બેંકે મે 2022માં રેપો રેટ વધારવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને ત્યારથી તે ચાર ટકાથી વધીને 6.50 ટકા થઈ ગઈ છે. આ વધારાની અસર ગયા નાણાકીય વર્ષના બીજા ભાગમાં બેન્કોએ વધુ નાણાં એકત્ર કરવા માટે રિટેલ ડિપોઝિટ પર વધુ વ્યાજ ચૂકવવાનું શરૂ કર્યું હતું અને તેના પરિણામે 2022ના મે મહિનાથી થી ફેબ્રુઆરી 2023 દરમિયાન બેંકોની થાપણો પર ભારિત સરેરાશ સ્થાનિક ફિક્સ્ડ ડિપોઝિટ રેટ (WADTDR) વધીને 2.22 ટકા થયો હતો. 

આ સાથે જ નાણાકીય વર્ષ 2022-23 ના પહેલા છ મહિનામાં બેંકોનો ભાર બલ્ક ડિપોઝિટ પર વધુ હતો પણ બીજા છમાસિકમાં તેની પ્રાથમિકતા બદલાઈ ગઈ અને છૂટક થાપણો વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. વ્યાજદરમાં વધારો આનો એક ભાગ હતો. 

સરકારે નાની બચત યોજનાઓ માટે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે 0.1-0.3 ટકા, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે 0.2-1.1 ટકા અને એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે 0.1-0.7 ટકા વ્યાજદર વધાર્યા હતા. નોંધનીય છે કે આ પહેલા નાની બચત યોજનાઓ પર વ્યાજ દર સતત નવ ત્રિમાસિક ગાળા સુધી યથાવત રહ્યા હતા. નાણાકીય વર્ષ 2020-21 ના ​​બીજા ક્વાર્ટરથી 2022-23 ના બીજા ક્વાર્ટર સુધી તેમાં કોઈ વધારો થયો નથી. 

રિઝર્વ બેંકે કહ્યું કે બેંકોના ફિક્સ્ડ ડિપોઝિટ રેટ હવે પોસ્ટ ઓફિસના ફિક્સ ડિપોઝિટ રેટની તુલનામાં સ્પર્ધાત્મક રીતે સેટ કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, એકથી બે વર્ષની પાકતી મુદત સાથે બેંક રિટેલ ડિપોઝિટ પર WADTDR ફેબ્રુઆરી 2023માં વધીને 6.9 ટકા થશે, જ્યારે સપ્ટેમ્બર 2022માં આ દર 5.5 ટકા હતો. 

દેશની સૌથી મોટી બેંક SBI એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછી થાપણો પર 6.8 ટકા વ્યાજ ચૂકવી રહી છે, આ સાથે જ બે વર્ષથી વધુ અને ત્રણ વર્ષથી ઓછી થાપણો પર SBIનો વ્યાજ દર સાત ટકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ