બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / budh vakri 2023 mercury retrograde in leo budh rashi parivartan grah nakshatra

Budh Vakri 2023 / આવતીકાલથી સિંહ રાશિમાં બુધ ચાલશે વક્રી ચાલ: આ રાશિના જાતકોના જીવનમાં મચશે હાહાકાર, જાણો કોને થશે લાભ

Manisha Jogi

Last Updated: 11:11 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ ગ્રહને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. બુધ ગ્રહ કન્યા અને મિથુન રાશિના સ્વામી છે. બુધ ગ્રહ સિંહ રાશિમાં વક્રી થઈ રહ્યો છે, આ કારણોસર લોકોના જીવનમાં અશાંતિ આવી શકે છે.

  • બુધ ગ્રહને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે
  • બુધ ગ્રહ સિંહ રાશિમાં વક્રી થઈ રહ્યો છે
  • લોકોના જીવનમાં અશાંતિ આવી શકે છે

વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક ક્ષમતા અને યોગ્ય સંચાર કૌશલ્ય માટેનું કારણ માનવામાં આવે છે. ચંદ્ર પછી બુધ ગ્રહ ઝડપથી આગળ વધતો ગ્રહ છે. બુધ ગ્રહને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. બુધ ગ્રહ કન્યા અને મિથુન રાશિના સ્વામી છે. બુધ ગ્રહ સિંહ રાશિમાં વક્રી થઈ રહ્યો છે, આ કારણોસર લોકોના જીવનમાં અશાંતિ આવી શકે છે. કઈ રાશિના જાતકોએ બુધ ગ્રહથી સાવધાન રહેવું જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેષ-
જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેઓ નિરાશ થઈ શકે છે. બુધ સિંહ રાશિમાં ત્રીજા ભાવમાં વક્રી થવાને કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. રોકાણના ખોટા નિર્ણયને કારણે પૈસા ફસાઈ શકે છે. આ કારણોસર રોકાણ ના કરવું જોઈએ. 

વૃષભ
વૃષભ રાશિના જાતકોનો માઁ સાથેનો સંબંધ ખરાબ થઈ શકે છે. ઘરેલુ ઉપકરણમાં ટેકનિકલ ખામીને કારણે વધુ ખર્ચો થઈ શકે છે. શબ્દોનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. આ રાશિના જાતકોને ભણવામાં સમસ્યા થઈ શકે છે. 

મિથુન
મિથુન રાશિના જાતકો માટે આ પરિસ્થિતિ લાભકારી રહેશે. પ્રગતિના પંથે આવતી અડચણ દૂર થશે અને નવી તક પ્રાપ્ત થશે. મહેનત કરવાથી પ્રગતિ થશે અને ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. બિઝનેસની લાભકારક ડીલ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. પૈસાની બચત કરી શકશો. સંબંધોની બાબતોએ બુધ વક્રીના કારણે જીવનમાં ખુશીઓ આવશે. નવુ ઘર અથવા વાહન ખરીદી શકો છો. આરોગ્ય સારું રહેશે. 

કર્ક
કર્ક રાશિના જાતકોના જીવનમાં પ્રગતિ આવશે. આ દરમિયાન કરિઅરમાં કરિઅરમાં સફળતા મળી શકે છે. જે કામ માટે મહેનત કરી રહ્યા છો, તે કામ પૂર્ણ થશે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં નફો થઈ શકે છે. નાણાંકીય લાભની સાથે પૈતૃક સંપત્તિથી લાભ થાય છે. પાર્ટનર સાથે તાલમેલ સારો રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે. આરોગ્ય સારું રહેશે. 

સિંહ
બુધ સિંહ રાશિમાં વક્રી છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. રોકાણ કરવાના ખોટો નિર્ણયને કારણે પૈસા ફસાઈ શકે છે. આ કારણોસર રોકાણ ના કરવું,. પરિવારજનો અને મિત્રો તમારી વાતોનો ખોટો અર્થ સમજી શકે છે, જેના કારણે ઝઘડો થઈ શકે છે. 

કન્યા
આ રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થશે. મહેનતનું સારું પરિણામ મળશે. પ્રમોશનનો યોગ બની રહ્યો છે, નોકરી માટે કોલ આવી શકે છે. ઓફિસમાં સિનિયર સાથે સંબંધો સારા બનશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ખર્ચાઓ વધી શકે છે. 

તુલા
આ રાશિના જાતકોની આર્થિક પરિસ્થિતિ સારી નહીં રહે. ખોટી જગ્યાએ રોકાણ કરવાથી પૈસા ફસાઈ શકે છે. ઉતાવળમાં રોકાણ ના કરવું જોઈએ. મોટા ભાઈ-બહેન અથવા મામા સાથે ઝઘડો થી શકે છે. પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું અને ડોકટરની સલાહ લેવી. 

વૃશ્વિક
વૃશ્વિક રાશિના જાતકોને ભાગ્ય સાથ આપશે. કરિઅરમાં સફળતા મળશે. આત્મવિશ્વાસ મજબૂત થશે. કરિઅરમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. આર્થિક પરિસ્થિતમાં સુધારો થશે અને બેન્ક બેલેસ વધશે, પારિવારિક જીવનમાં મધુરતા રહેશે. પેમ જીવન શાંત રહેશે. આરોગ્ય સારું રહેશે. 

ધન-
આ રાશિના જાતકોની પરિસ્થિતિ સારી રહેશે. પ્રગતિના પંથે આવતી તમામ અડચણ દૂર થશે. પ્રગતિ થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારો રહેશે. પૈસાની બચત કરી શકશો. પ્રેમ જીવનમાં ખુશો આવશે. નવુ ઘર અથવા વાહન ખરીદી શકો છો. 

મકર-
મકર રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. જીવનના મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. નોકરીમાં પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. નાણાંકીય બચત કરી શકશો. પારિવારિક જવાબદારી રહેશે. લવ લાઈફમાં કેટલીક પરેશાની આવશે. 

કુંભ- 
આ રાશિના જાતકોના જીવનમાં પ્રગતિ આવી શકે છે. કરિઅરમાં વિશેષ સફળતા મળી શકે છે. જે કામ માટે ભાગાદોડી કરી રહ્યા છે, તે કામ પૂર્ણ થવાથી ખુશી થશે. આત્મવિશ્વાસ મજબૂત થશે. કરિઅરમાં નવી તક મળી શકે છે. પાર્ટનર સાથે તાલમેલ સારો રહેશે અને પરિવારમાં ખુશીઓ આવશે. 

મીન-
આ રાશિના જાતકોને કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે. પ્રમોશનનો યોગ બની રહ્યો છે અને નોકરી માટે કોલ પણ આવી શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે અને બચતમાં વૃદ્ધિ થશે. પરિવારજનો સાથે સમય પસાર કરશો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ખર્ચાઓ વધી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ