બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Budh gochar in leo these zodiac sign will be lucky

રાશિ પરિવર્તન / બસ બે દિવસ બાકી, પછી મિથુન અને તુલા સહિત આઆ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, સિંહ રાશિમાં પ્રવેશ કરશે બુધ

Manisha Jogi

Last Updated: 11:50 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુદ્ધિ અને તર્કનો ગ્રહ બુધ રાશિ પરિવર્તન કરે છે, ત્યારે તમામ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. કઈ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • બુધ બે દિવસ પછી કરશે રાશિ પરિવર્તન
  • આ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય 
  • કરિઅર અને આરોગ્ય બાબતે મળશે શુભ સમાચાર

બુદ્ધિ અને તર્કનો ગ્રહ બુધ રાશિ પરિવર્તન કરે છે, ત્યારે તમામ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 25 જુલાઈના રોજ સવારે 4:38 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 1 ઓક્ટોબર સુધી આ જ રાશિમાં રહેશે. ત્યારપછી કન્યા રાશિમા પ્રવેશ કરશે. બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે કેટલીક રાશિના જાતકોના આરોગ્ય અને આર્થિક પરિસ્થિતિ પર સારી અસર પડી શકે છે. કઈ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મિથુન- 
બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરીને મિથુન રાશિના ત્રીજા ભાવમાં બિરાજમાન થશે. આ રાશિના જાતકો સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જીવનમાં અનેક ફેરફાર થઈ શકે છે અને નવી સંપત્તિની ખરીદી થઈ શકે છે. કરિઅરની દ્રષ્ટીએ બુધનું ગોચર લાભકારી સિદ્ધ થઈ શકે છે. ઉપરાંત વિદેશમાં નોકરી પ્રાપ્ત થઈ શકે છે. બિઝનેસમાં અપાર સફળતાની સાથે સાથે નાણાંકીય લાભ પણ થઈ શકે છે. પ્રતિસ્પર્ધીને દમદાર ટક્કર આપી શકો છો. શેર માર્કેટમાં રોકાણ કરવું તે લાભકારી સિદ્ધ થઈ શકે છે. 

સિંહ- 
સિંહ રાશિના પહેલા ભાવમાં બુધનું ગોચર થશે. આ રાશિના જાતકોને સફળતા મળવાની સાથે સાથે ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. જે લોકો ઘણા સમયથી બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. બિઝનેસમાં લાભ થઈ શકે છે. નવા લોકો સાથે કોન્ટેક્ટ બની શકે છે. આર્થિક પરિસ્થિતિ મજબૂત તશે. આ કારણોસર ખર્ચો ઓછો કરવાની કોશિશ કરો. કરિઅર બાબતે બુધનું ગોચર શુભ સાબિત થશે. આરોગ્ય સારું રહેશે. 

તુલા- 
બુધ ગ્રહ ગોચર કરીને તુલા રાશિના અગિયારમાં ભાવમાં બિરાજમાન થશે. આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે, અપાર ખુશીઓ મળી શકે છે. વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. વેપાર બાબતે અપાર ધન લાભ થઈ શકે છે. નવો બિઝનેસ શરૂ કરવાથી લાભકારી સિદ્ધ તઈ શકે છે. ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. કરિઅરમાં સખત મહેનત કરવાથી તેનું પરિણામ પ્રાપ્ત થશે. આરોગ્ય સારું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ