બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / budh ast 2023 time till may 10 will be heavy for the people of these 4 zodiac signs

Budh Ast 2023 / 10 મે સુધી આ રાશિના જાતકો પાણી પણ ફૂંકી ફુંકીને પીજો, દિવસો ભારે, બુધનો નકારાત્મક પ્રભાવ બીમારીઓ નોતરશે

Bijal Vyas

Last Updated: 05:17 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ ગ્રહને સંવાદ, વાણી, વ્યાપાર તથા તર્ક વગેરેનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહ વર્તમાન સમયમાં અસ્ત અવસ્થામાં છે જેના કારણે આ રાશિઓ પર નકારત્મક પ્રભાવ પડશે.

  • 18 દિવસો બાદ બુધ 10 મે 2023એ ફરી થી તે જ રાશિમાં ઉદય થશે
  • આ ગોચરના ફળસ્વરુપ તમારા સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે
  • કર્ક રાશિના જાતકો પોતાના કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે

Budh Ast 2023: મન અને વાણીના ગ્રહ બુધ 23 એપ્રિલ 2023ના રોજ રાત્રે 11 વાગીને 58 મિનિટ પર મેષ રાશિમાં અસ્ત થવા જઇ રહ્યો છે. 18 દિવસો બાદ બુધ 10 મે 2023એ ફરી થી તે જ રાશિમાં ઉદય થશે. રાહુ અને કેતુ ઉપરાંત જ્યારે કોઇ ગ્રહ પિતૃ ગ્રહ સૂર્યથી 10 અંશની દૂરી પર હોય ત્યારે તેને અસ્ત માનવામાં આવે છે. બુધના અસ્ત અવસ્થાના કારણે જાતકોમાં શક્તિની ઉણપ, માથામાં દુખાવો, આંખોમાં બળતરા વગેરે જેવી ફરીયાદ થઇ શકે છે. આવો જાણીએ બુધ અસ્તની સ્થિતિમાં કઇ રાશિના જાતકો રાખવી પડશે સાવધાની...

1 મેષ રાશિઃ તમારી રાશિમાં બુધ અસ્ત થઇ ચુક્યો છે અને આ ગોચરના ફળસ્વરુપ તમારા સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે. આ સમય દરમિયાન, જાતકોને માથામાં દુખાવો વગેરે જેવી સમસ્યા થઇ શકે છે. તેથી તમારી લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવાની સલાહ છે. તેવામાં તમને લાભ થશે. 

Topic | VTV Gujarati

2. કર્ક રાશિઃ આ સમયમાં કર્ક રાશિના જાતકો પોતાના કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. ઘણા સારા અવસર પોતાના હાથથી નીકળી શકે છે અને તેનાથી તમારી ચિંતામાં વધારો થઇ શકે છે. ઓફિસના કર્મચારી તથા બોસ સાથે સારા સંબંધ રાખવા, કોઇપણ કાર્ય કરતા પહેલા પ્લાનિંગ કરશો તો તમારી મુશ્કેલી ઓછી થશે. 

3. કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે આ સમય થોડો ભારે છે. કારણ કે તેમનુ ભાગ્યનો બિલકુલ સાથ નહીં મળે. તમારા કરિયરમાં પણ અડચણો આવશે, અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જે જાતકો વ્યાપાર કરે છે તેમને ભારે નુકશાન ભોગવવુ પડી શકે છે. તેથી આ સમયે  સમજી વિચારીને કોઇ પણ નિર્ણય લેવો. 

Topic | VTV Gujarati

4. ધન રાશિઃ આ રાશિના જાતકો માટે સમય ભારે રહેશે. કરિયરમાં અનેક પડકારનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત બુધના અસ્ત થવાથી તમારા અંગત જીવનમાં પણ ચઢાવ-ઉતાર આવી શકે છે. આ સમયમાં તમારા પાટર્નર કે પ્રિયનો સાથ મેળવવો પણ મુશ્કેલ રહેશે, એટલે મતભેદ થવાની શક્યતા છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ