બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Budget / Budget 2024: The history of Indian Budget and when the income tax system began in India

Budget 2024 / બજેટ 2024: આઝાદી બાદ દેશના ઇન્કમટેક્સ સ્લેબમાં કેટલો બદલાવ આવ્યો? જાણો વિગતવાર માહિતી

Vaidehi

Last Updated: 03:22 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

100 રૂપિયાની કમાણીમાંથી 97 રૂપિયા ટેક્સ આપવાનું? ભારતનાં ઈતિહાસમાં આવો પણ એક દિવસ આવ્યો હતો જ્યાં જનતાએ મોટાભાગની કમાણી ટેક્સ સ્વરૂપે આપવી પડતી હતી.

  • ભારતનાં ઈતિહાસમાં ટેક્સની પરંપરા વર્ષો પહેલા શરૂ થઈ
  • અંગ્રેજોનાં શાસનકાળ દરમિયાન ઈનકમ ટેક્સની શરૂઆત થઈ હતી
  • આ બાદ આઝાદીથી લઈને અત્યાર સુધી અનેકવાર ટેક્સ સ્લેબમાં ફેરફાર થયાં છે

ભારતમાં થોડા જ મહિનામાં લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણી પહેલા આજે એટલે કે 1 ફેબ્રુઆરીનાં રોજ નરેન્દ્ર મોદીની સરકારનાં દ્વિતીય કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.  આમ તો આ બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફરેફાર નથી કરવામાં આવ્યાં પણ શું તમે વિચાર્યું કે જો 100 રૂપિયાની કમાણીમાંથી સરકાર 97 રૂપિયા ટેક્સ રૂપે લઈ લે તો તમને કેવું લાગશે? તમને નવાઈ લાગશે કે દેશનાં ઈતિહાસમાં આવી ઘટના પહેલાં બની છે.

ઈનકમ ટેક્સની શરૂઆત ક્યાંથી થઈ?
આપણાં દેશમાં પહેલા ઈનકમ ટેક્સ આપવાની કોઈ ચોક્કસ વ્યવસ્થા નહોતી. પહેલીવખત આ એક્ટ વર્ષ 1860માં આવ્યો હતો. આ વખતે ભારત અંગ્રેજોનાં કબજે હતું. જ્યારે વર્ષ 1857ની ક્રાંતિમાં અંગ્રેજોને મોટો આર્થિક ફટકો લાગ્યો ત્યારે આ નુક્સાનની ભરપાઈ કરવા માટે તત્કાલિન બ્રિટિશ સરકારે ઈનકમ ટેક્સનો કાયદો બનાવ્યો હતો.

ભારતમાં બજેટની શરૂઆત કરાવનારા વ્યક્તિનું નામ જેમ્સ વિલ્સન હતું. તેમણે જ દેશનું પહેલું બજેટ તૈયાર કર્યું હતું. આ બજેટમાં ઈનકમ ટેક્સ એક્ટ પણ લાવવામાં આવ્યું હતું. અંગ્રેજોનાં આ કાયદાનો બિઝનેસમેન અને જમીનદારોએ ખૂબ વિરોધ કર્યો હતો પણ એ વખતે વિલસને એવો તર્ક આપીને વિરોધને શાંત પાડ્યું કે બ્રિટિશ ભારતમાં લોકોને વેપાર કરવા માટે સુરક્ષિત માહોલ પ્રદાન કરાવી રહ્યાં છે...અને આ માહોલનાં બદલામાં તેઓ ઈનકમ ટેક્સનાં નામે થોડી રકમ લઈ રહ્યાં છે.

દેશનાં પ્રથમ બજેટમાં એક વર્ષમાં 200 રૂપિયા કમાણી કરનારાઓને ઈનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવી. વર્તમાનમાં ભારતમાં 1961નો આયકર કાયદો લાગૂ છે જેમાં સમયાંતરે ફેરફાર થતાં રહે છે.

દેશનાં ઈનકમ ટેક્સ સ્લેબમાં ક્યારે શું-શું ફેરફાર થયો?

1949-50નું બજેટ
નાણામંત્રી- જોન મથાઈ
10000 રૂપિયાની આવક પર 1 આનાનાં ટેક્સમાં 1/4 હિસ્સાનો ઘટાડો 
10000+ની આવક પર 2 આનાનાં ટેક્સને ઘટાડીને 1.9 આના

1974-75નું બજેટ
ઈનકમનાં તમામ લેવલ પર ટેક્સ ઘટાડવામાં આવ્યું. 
6000ની વાર્ષિક આવક કમાતા લોકોને ટેક્સમાં છૂટ અપાઈ. 
દરેક કેટેગરીની ઈનકમ પર સરચાર્જની લિમિટ ઘટાડીને એકસમાન 10% કરવામાં આવ્યું.

1985-86
8 ઈનકમ ટેક્સ સ્લેબને ઘટાડીને 4 કરવામાં આવ્યું. બજેટ સેશનમાં વ્યક્તિગત આવક પર સૌથી વધુ માર્જિનલ ટેક્સ રેટ 61.875%થી ઘટાડીને 50% કરી દેવામાં આવ્યું. 

1992-93
નાણામંત્રી - મનમોહન સિંહ હતા. ટેક્સ સ્લેબને ત્રણ ભાગમાં વહેંચી દેવાયો હતો.

સૌથી નીચો સ્લેબ વાર્ષિક રૂ. 30,000 થી રૂ. 50,000 કમાતા લોકો માટે હતો. તેમને તેમની કમાણીનો 20 ટકા ટેક્સરૂપે આપવાનો નિયમ બનાવાયો.  50 હજારથી 1 લાખ રૂપિયાની કમાણી કરતા લોકોને બીજા સ્લેબમાં રાખવામાં આવ્યા હતા. તેમની આવક પર 30 ટકા અને રૂ. 1 લાખથી વધુ આવક ધરાવતા લોકો પર 40 ટકા ટેક્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

1994-95
વાર્ષિક 35,000 થી 60,000 રૂપિયાની કમાણી કરનારાઓને પ્રથમ સ્લેબમાં મૂકવામાં આવ્યા હતા અને તેમના પર 20 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો.

વાર્ષિક 60 હજારથી 1.2 લાખ રૂપિયાની કમાણી કરનારા લોકોને બીજા સ્લેબમાં રાખવામાં આવ્યા છે. તેણે 30 ટકા ટેક્સ ભરવાનો હતો અને રૂ. 1.2 લાખથી વધુ પર 40 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો.

1997-98
નાણામંત્રી પી. ચિદમ્બરમ
આ વર્ષે તેમણે ટેક્સ રેટ જે અગાઉ 15%, 30% અને 40% હતો તે ઘટાડીને 10%, 20% અને 30% કર્યો.

2005-06
આ વર્ષે ભારતમાં યુપીએ સરકાર સત્તામાં હતી અને નાણામંત્રી પી ચિદમ્બરમ હતા. તેમણે ફરી એકવાર ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો અને જાહેરાત કરી કે દેશના જે લોકો વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે તેમના પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે.

2010-11
નાણામંત્રી - પ્રણવ મુખર્જી 
વાર્ષિક 1.6 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ પર 10 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો. 5 લાખથી 8 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારાઓ પર 20 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો. 8 લાખથી વધુની કમાણી કરનારાઓને 30 ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યું.

2012-13
નાણામંત્રી પ્રણવ મુખર્જી. વાર્ષિક રૂ. 2 લાખની કમાણી કરનારાઓએ ટેક્સ ચૂકવવો પડશે નહીં. વાર્ષિક 2 લાખથી 5 લાખ રૂપિયાની કમાણી કરનારા લોકોને 10 ટકા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવ્યા હતા અને 5 લાખથી 10 લાખ રૂપિયાની કમાણી કરનારાઓને 20 ટકા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવ્યા હતા. તે જ સમયે, 10 લાખ રૂપિયાથી વધુ કમાતા લોકો પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો. 

વધુ વાંચો: વંદે ભારત, મેટ્રો અને નમો ભારત ટ્રેનન લઈને બજેટમાં મોટા એલાન, જાણો કઈ નવી સુવિધા મળશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ