બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget 2024 in india james wilson had introduced income tax

Budget 2024 / એક સમય હતો કે જ્યારે દેશમાં ઇન્કમ ટેક્સ પણ નહોતો આપવો પડતો, તો શરૂઆત ક્યારથી કરાઇ? જાણો

Arohi

Last Updated: 10:48 AM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2024: ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. પરંતુ એક એવો પણ સમય હતો જ્યારે દેશમાં ઈનકમ ટેક્સ જેવી કોઈ વ્યવસ્થા ન હતી. અમે તમને જણાવીએ કે દેશમાં ઈનકમ ટેક્સની શરૂઆત ક્યારે થઈ?

  • આજે આવશે વચગાળાનું બજેટ 
  • પહેલા દેશમાં ન હતો ચુકવવો પડતો ટેક્સ 
  • જાણો ક્યારથી શરૂ થયો ઈનકમ ટેક્સ 

દુનિયાના ઘણા દેશોમાં ઈનકમ ટેક્સ નથી લાગતો. પરંતુ ભારત તે દેશોમાં છે જ્યાં ટેક્સના રેટ ખૂબ જ હાઈ છે. બોલિવુડના શહેંશાહ અમિતાબ બચ્ચને એક વખત કહ્યું હતું કે જીવનમાં બે વસ્તુઓ નિશ્ચિત છે મોત અને ઈનકમ ટેક્સ. હકીકતે વર્ષ 2013માં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે અમિતાભે કેબીસીથી થયેલી ઈનકમનો સાચ્ચો હિસાબ નથી આપ્યો અને 1.66 કરોડ રૂપિયા ઓછો ઈનકમ ટેક્સ ચુકવ્યો છે. 

તેના સંદર્ભમાં તેમણે આ વાત કહી હતી. ઈનકમ ટેક્સનું દુઃખ શું હોય છે તે સેલેરીડ લોકોથી વધારે કોણ જાણી શકે છે. તેમની સેલેરીમાંથી જ ટેક્સ કાપી લેવામાં આવે છે. જાણો ભારતમાં ઈનકમ ટેક્સની શરૂઆત ક્યારથી કરવામાં આવી. 

ભારતમાં પહેલા ન હતો ઈનકમ ટેક્સ
ભારતમાં પહેલા ઈનકમ ટેક્સ જેવી કોઈ વ્યવસ્થા ન હતી. પહેલી વખત અંગ્રેજોના જમાનામાં વર્ષ 1860માં જ ઈનકમ ટેક્સ એક્ટ આવ્યો હતો. ભારતમાં બજેટની શરૂઆત કરનાર જેમ્સ વિલસને ભારતનું પહેલું બજેટ તૈયાર કર્યું. તેમાં તે ઈનકમ ટેક્સ એક્ટ લઈને આવ્યા હતા. 

આ કાયદો વ્યાપારીઓ અને જમીનદારોને પસંદ ન હતો આવ્યો. તેનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો પરંતુ વિલસને ત્યારે તેના પક્ષમાં તર્ક આપતા કહ્યું કે બ્રિટિશ ભારતીયોને વ્યાપાર કરવા માટે સુરક્ષિત વ્યવસ્થા આપી રહ્યું છે અને તેના બદલે ઈનકમ ટેક્સના રૂપમાં પૈસા ચાર્જ કરવા જ એક યોગ્ય નિર્ણય છે. 

ઈનકમ ટેક્સ એક્ટ 
દેશમાં ઈનકમ ટેક્સ અને બજેટની સાથે પેપર કરન્સી એટલે રૂપિયાની વ્યવસ્થા પણ વિલસને જ શરૂ કરી હતી. વર્ષ 1857માં ભારતમાં સૈન્ય ક્રાંતિ થઈ હતી. તેમાં થયેલા નુકસાનની ચુકવણી માટે અંગ્રેજ સરકાર ઈનકમ ટેક્સ એક્ટ લઈને આવી હતી. ત્યારે ઈનકમને ચાર ભાગોમાં વહેચવામાં આવી હતી. 

વધુ વાંચો: બજેટ 2024: આજથી 164 વર્ષ પહેલા રજૂ કરાયું હતું ભારતનું પ્રથમ વચગાળાનું બજેટ, એક વાર તો લીક પણ થયું, જાણો રોચક તથ્ય

પ્રોપર્ટીમાંથી થયેલી ઈનકમ, પ્રોફેશન અને ટ્રેડની ઈનકમ, સિક્યોરિટીઝની ઈનકમ અને સેલેરી તથા પેન્શનની ઈનકમ. દરેક કેટેગરીમાં 500 રૂપિયાથી ઓછી ઈનકમ પર બે ટકા અને 500 રૂપિયાથી વધારે ઈનકમ પર ચાર ટકા ટેક્સની જોગવાઈ હતી. એટલે 500 રૂપિયા સુધીની ઈનકમ પર 10 રૂપિયા અને તેનાથી વધારે ઈનકમ પર 20 રૂપિયા ટેક્સ આપવો પડતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ