બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ખૂલતાંની સાથે જ શેર માર્કેટ કડડભૂસ
કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટનાં કારણે દુનિયામાં વધતાં ખતરા વચ્ચે વિશ્વ આખાના સ્ટોક માર્કેટ પર માઠી અસર જોવા મળી રહી છે. બ્રિટનમાં ઓમિક્રૉનથી પહેલા મોત બાદ દુનિયાના માર્કેટોમાં પ્રેશર જોવા મળી રહ્યું છે ત્યારે મંગળવારે BSE થી અમંગળ સમાચાર સામે આવ્યા છે. સવારે માર્કેટ ખૂલતાંની જ ધડામ થઈ ગયું.
સેન્સેક્સ અને નિફ્ટી ધડામ
BSE માં ટ્રેડિંગ શરૂ થતાં જ સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટી ગયો અને નિફ્ટી પણ લાલ નિશાન પર ખૂલી. નિફ્ટીમાં બજાર ખૂલતાં જ 100 અંકો પછડાયા છે. નોંધનીય છે કે સોમવારે જ્યારે અમેરિકાનાં માર્કેટ બંધ થયા ત્યારે નુકસાનીમાં બંધ થયા હતા અને આજે જ્યારે એશિયાના માર્કેટ ખૂલ્યા ત્યારે પણ એ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અમેરિકામાં ફેડરલ બૅન્કનાં વ્યાજદરોનાં નિર્ણયનું પણ પ્રેશર છે અને ઓમિક્રૉનનાં કારણે રોકાણકારો ખૂબ ગભરાઈ ગયા છે.
ADVERTISEMENT
બીજી તરફ FPI માં પણ બરાબરની વેચવાલી ચાલી રહી છે, આંકડાઓ પર નજર નાંખીએ તો સોમવારે FPIમાં 2,743.44 કરોડ રૂપિયા રોકાણકારોએ કાઢી લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.