બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Brutal killing of a youth in Madhavpura late night on a bullet in public, locals call police lathi charge

ક્રાઈમ / માધવપુરામાં મોડી રાતે બુલેટ પર નીકળેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા, સ્થાનિકોએ પોલીસનો હુરિયો બોલાવતા લાઠીચાર્જ

Vishal Khamar

Last Updated: 11:10 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અગાઉના ઝઘડાની અદાવતમાં એક યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરીને 4 યુવકો થયા ફરાર થઈ ગયા.. હત્યા પહેલા આરોપીએ મૃતકના ઘરે હુમલો પણ કર્યો હતો. માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે..

  • શહેરનાં માધવપુરા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની છરીનાં ઘા ઝીંકી હત્યા
  • જૂની અદાવતમાં યુવકનું ઢીમ ઢાળી દેવાતાં માધવપુરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
  • સ્થાનિકોએ પોલીસનો હુરિયો બોલાવતાં હળવો લાઠીચાર્જ કરવો પડ્યો

શહેરના માધવપુરા વિસ્તારમાં મોડી રાતે યુવકની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઇ છે. યુવક બુલેટ લઇને નીકળ્યો હતો ત્યારે કેટલાક શખ્સો તેની પાસે આવ્યા હતા અને આડેધડ છરીના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટનાને લઇને ખુદ પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર દારૂના ધંધાને લઇને આ હત્યા કરાઇ હોવાની આશંકા છે. જ્યારે પોલીસે હત્યાકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે. 

પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર માધવપુરા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેતો કૃણાલ ઠાકોર નામનો ૧૯ વર્ષનો યુવક ગઇ કાલે મોડી રાતે બુલેટ લઇને આંટો મારવા માટે ગયો હતો. કૃણાલ માધવપુરા વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ નજીક પાન પાર્લર પાસે ઊભો હતો ત્યારે જૂની અદાવત રાખીને સાતેક લોકો તેની પાસે આવ્યા હતા અને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા. છરીના ઘા વાગતાંની સાથે જ લોહીથી લથપથ કૃણાલ જમીન પર ઢળી પડ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. 

ઘટનાને લઈ પોલીસ ઘટનાં સ્થળે પહોંચી
ઘટનાની જાણ માધવપુરા પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને કૃણાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. કૃણાલની હત્યા થતાંની સાથે જ માધવપુરા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જેને લઇને મોડી રાતે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કૃણાલની લાશને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઈ હતી. જ્યાં લોકોના ટોળાં ઊમટી પડ્યાં હતાં. 

ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસનો હુરિયો બોલાવ્યો 
કૃણાલનાં મોતથી પરિવારમાં આભ ફાટી પડ્યું છે જ્યારે તેના વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. મોડી રાતે મામલો વધુ ગરમાય તેવી શક્યતા હતી. જેનાં કારણે પોલીસનો કાફલો માધવપુરા વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસનો હુરિયો બોલાવ્યો હતો તેથી પોલીસને પણ હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. માધવપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમાધમાટ શરૂ કર્યો છે જ્યારે હત્યારાને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કૃણાલની હત્યા પાછળ દારૂનો ધંધો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. દારૂના ધંધાની અદાવતના કારણે કૃણાલની હત્યા થઇ છે. 
ત્રણ દિવસમાં ચોથી હત્યા
શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ચોથી હત્યાની ઘટના બનતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. શાહપુરમાં રીસામણે આવેલી પત્નીને મનાવવા માટે આવેલા યુવકને એસિડ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો જ્યારે ઠક્કરનગરની હોટલમાં પ્રેમી યુગલ વચ્ચે ઝઘડો થતાં પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી હતી. બંને જણાં લગ્ન કર્યા વગર છેલ્લા પાંચ વર્ષથી સાથે રહેતાં હતાં. પ્રેમિકાએ પ્રેમીને ધક્કો મારીને તેનું માથું દીવાલે પછાડતાં યુવકનું મોત થયું હતું. જ્યારે બાપુનગરના શાસ્ત્રીનગરમાં મકાનનો કબજા બાબતે દીકરાએ માતાને બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રએ હત્યા કર્યા બાદ પોતે એસિડ પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 
કૃણાલ ઠાકોરની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો 
કૃણાલ ઠાકોરની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે મોડી રાતે ઝોન ૨ના ડીસીપી, એસીપી, માધવપુરા પીઆઇ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર હતો ત્યારે આજે સવારે પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માધવપુરા વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવાયો છે જ્યારે કૃણાલની અંતિમ વિધિમાં પણ પોલીસનો કાફલો તહેનાત રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ