બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Brijbhushan Singh spoke angrily at the opposition of the pioneers

નિવેદન / 'એ વિરોધ કરે છે તો હું ફાંસીએ લટકી જાઉ?' પહેલવાનો વિરોધ પર ગુસ્સે થઈ બોલ્યા બૃજભૂષણસિંહ

Priyakant

Last Updated: 02:15 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Brij Bhushan Sharan Singh Statement Latest News: બૃજભૂષણ સિંહે કહ્યું કે, કોંગ્રેસના ખોળામાં બેઠેલા આ કુસ્તીબાજોની સાથે દેશમાં એક પણ કુસ્તીબાજ નથી, હવે શું તેમના વિરોધને કારણે મને ફાંસી આપવામાં આવે?

  • પહેલવાનો વિરોધ પર ગુસ્સે થઈ બોલ્યા બૃજભૂષણસિંહ
  • પહેલવાનો વિરોધ કરે છે તો હું ફાંસીએ લટકી જાઉ?: બૃજભૂષણસિંહ
  • આ કુસ્તીબાજોની સાથે દેશમાં એક પણ કુસ્તીબાજ નથી: બૃજભૂષણસિંહ

Brij Bhushan Sharan Singh Statement : ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત બાદ કુસ્તીબાજોએ પત્રકાર પરિષદ યોજીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. આ પછી ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિક કે જેણે બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો તેમણે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જ્યારે બજરંગ પુનિયાએ પોતાનો પદ્મ પુરસ્કાર વડાપ્રધાન નિવાસની બહાર ફૂટપાથ પર છોડી દીધો હતો. હવે બૃજભૂષણશરણ સિંહે કુસ્તીબાજોના વિરોધને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું બૃજભૂષણસિંહે ? 
બૃજભૂષણ સિંહે કહ્યું કે, કોંગ્રેસના ખોળામાં બેઠેલા આ કુસ્તીબાજોની સાથે દેશમાં એક પણ કુસ્તીબાજ નથી, હવે શું તેમના વિરોધને કારણે મને ફાંસી આપવામાં આવે? જુઓ કુસ્તીને ગ્રહણ લાગી ગયું હતું. આ ગ્રહણ 11 મહિના અને ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. ચૂંટણી યોજાઈ અને જુના સંઘ દ્વારા સમર્થિત ઉમેદવાર એટલે કે અમારા સમર્થિત ઉમેદવાર સંજયસિંહ ઉર્ફે બબલુનો વિજય થયો છે. જેની જીત પણ 40 થી 7ના માર્જીનથી થઈ હતી. હવે અમારો હેતુ કુસ્તીના કામને આગળ વધારવાનો છે.

આ સાથે સાક્ષી મલિકના નિવૃત્તિના નિર્ણય પર બૃજભૂષણ સિંહે કહ્યું, જો કુસ્તીબાજો હવે વિરોધ કરી રહ્યા છે અથવા સાક્ષીએ કુસ્તીને અલવિદા કહી દીધું છે, તો આમાં હું શું કરી શકું, અમે તેની શું મદદ કરી શકીએ, તમે મને કહો! આ કુસ્તીબાજ જે છે 12 મહિનાઓથી અમારી સાથે દુર્વ્યવહાર કરે છે. અમારો ગાળો આપવાનો અધિકાર તેમને કોણે આપ્યો છે? આજે તેઓ ચૂંટણી પર સવાલો ઉઠાવી રહ્યા છે, સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે અને કોંગ્રેસના ખોળામાં બેઠા છે. દેશનો કુસ્તીબાજ તેની સાથે છે, તેમને શું મદદ કરીએ, શું હું ફાંસી પર લટકી જાઉ?

ન્યાય મળવાની આશા ઓછી: સાક્ષી મલિક
વાસ્તવમાં ફેડરેશનના નવા પ્રમુખ સાક્ષી મલિકે સંજય સિંહ જૂના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની ખૂબ નજીક છે. તેમની જીત પછી કુસ્તીબાજોનું કહેવું છે કે, બૃજભૂષણના નજીકના મિત્ર પ્રમુખ બન્યા પછી ન્યાય મેળવવાની તેમની આશા વધુ ઓછી થઈ ગઈ છે. કુસ્તીમાંથી નિવૃત્તિ લેનાર સાક્ષી મલિકે આ મુદ્દે કહ્યું કે, અમારી (કુસ્તીબાજોની) લડાઈ બૃજભૂષણ સિંહ સામે હતી. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશનમાંથી તેનો કબજો દૂર કરવામાં આવે. અમે સરકાર સાથે ચર્ચા કરી હતી કે, ફેડરેશનમાં મહિલા પ્રમુખ હોવી જોઈએ, જેથી શોષણની ફરિયાદો ન આવે. સરકારે અમારી માંગણી સ્વીકારી હતી, પરંતુ હવે પરિણામ અલગ છે, જે સૌની સામે છે. બૃજભૂષણના જમણા હાથ અને તેમના બિઝનેસ પાર્ટનર ફેડરેશનના પ્રમુખ બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ