બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / BREAKING: Big decision of Gujarat government to speed up the re-development process

ગાંધીનગર / BREAKING: રિ-ડેવલપમેન્‍ટ પ્રક્રિયાને વેગ આપવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 100 ટકા પેનલ્ટી માફીની જાહેરાત

Vishal Khamar

Last Updated: 07:42 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીએ જનહિતકારી નિર્ણય કર્યો છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓ “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફી મળી શકશે.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી નિર્ણય
  • ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓ
  • મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફી

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીના સમય માટે જાહેર કરી છે.

લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે
મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે. એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ