બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Brake on speed, if not now then never! Can the property of the person who killed 9 people not be confiscated?

મહામંથન / રફ્તાર પર બ્રેક, હવે નહીં તો ક્યારેય નહીં! શું 9 લોકોની જિંદગી હણનારની સંપતિ જપ્ત ના થઇ શકે?

Vishal Khamar

Last Updated: 10:27 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બંને પિતા પુત્ર પર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકનાં પરિવારજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે ગુનેગારને કડકમાં કડક સજા થાય.

9 જિંદગી હણનાર તથ્ય પટેલના ચહેરા પર કોઈ અફસોસ ન હોવો, તેના પિતાને પણ જાણે કે દિકરાના કૃત્ય ઉપર કોઈ પસ્તાવો ન હોવો એ સભ્ય સમાજ માટે તો શરમજનક છે પરંતુ હવે આ ઘટનામાં સિક્કાની વધુ એક બાજુની વાત કરવી છે. 9 જિંદગી બેફામ સ્પીડે આવતી કારની નીચે કચડાઈને જોતજોતામાં હતી નહતી થઈ ગઈ. સરકારે સહાયનો મલમ તો લગાડ્યો છે પણ શું આ સહાયથી એ પરિવારના વ્હાલસોયા પાછા ફરશે?. જેણે 9 જિંદગી હણી નાંખી તેની સંપતિ કેમ જપ્ત ન થાય, 9 જિંદગી હણનારને એવું ભાન કેમ ન કરાવાય કે એક જિંદગીની કિંમત શું છે, અને આના માટે સંપતિ જપ્ત કરવા સિવાય બીજો કયો ઉકેલ હોય શકે?. હવે તો મીડિયા સામે માત્ર મૃતકોના પરિવારજનો જ નહીં પરંતુ સામાન્ય જનતા પણ કહી રહી છે કે આવા નબીરાઓ જો અકસ્માત કરીને નિર્ભિક રીતે ફરતા રહે તો પછી મૃતકોને સહાય માટે સરકારી તિજોરી ખાલી કરવાની જરૂર જ નથી કારણ કે દર વખતે જીવલેણ રફ્તારથી કોઈ વાહન આવશે, નિર્દોષને કચડીને જતું રહેશે, પછી સરકાર મારા-તમારા ટેક્સના રૂપિયામાંથી સહાય આપશે અને સરવાળે દરેક નબીરો એમ જ વિચારશે કે આમા મારે શું?. 

  • 9 જિંદગીને કચડી નાંખનાર તથ્ય પટેલ સામે આક્રોશ
  • તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ આક્રોશ
  • રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી
  • મૃતકોના પરિવારજનો કહે છે કે અમારે સહાય નથી જોઈતી
  • પરિવારજનોનો એક જ સવાલ સહાયથી અમારા વ્હાલસોયા પરત આવશે?

પરંતુ હવે એ વિચારવાનો અને નક્કર નિર્ણય લેવાનો સમય આવ્યો છે કે આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા નબીરાઓને કાયદાનું ભાન થાય, તેમને એ ભાન થાય કે જાહેર રસ્તો કે હાઈ-વે તેમની માલિકીના નથી, એ નબીરાઓને એવો ખ્યાલ હોવો જોઈએ કે જેમ તમારી રાહ તમારા વાલી જુએ છે તેવી જ રીતે તમે જેને કચડી નાંખ્યા એ વ્હાલસોયાની રાહ પણ કોઈ જોઈ રહ્યું હશે. એ પરિવારજન ઉપર શું વીતી હશે જયારે કોઈનો ફોન આવ્યો હશે કે તમારુ સંતાન અકસ્માતમાં મૃત્યુ પામ્યું છે. જુવાન દિકરાની તસ્વીર ઉપર હાર ચડાવતા એક પિતાના હાથ કેટલા ધ્રુજ્યા હશે તે કદાચ આવી જિંદગીઓ હણનારને ખબર નહીં હોય, પણ હવે એવી ખબર પડે તે માટે નક્કર નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે. હવે એ હિંમત બતાવવાની છે કે રસ્તાને પોતાની જાગીર સમજતા અને અન્યની જિંદગીને મામલી સમજતા લાખોપતિ, કરોડપતિ નબીરાની સંપતિ જ જપ્ત થઈ જાય.

  • પરિવારજનો કહે છે કે અમે સામે રૂપિયા આપીએ પણ અમારા સંતાન હેમખેમ પાછા આપો
  • લોકોની એવી પણ માંગ છે કે ગુનેગાર અને તેના પરિવારની સંપતિ જપ્ત થાય
  • એવી માંગ પણ ઉઠી રહી છે કે મૃતકોના પરિવારને ગુનેગાર તરફથી વળતર મળે
  • જેણે ગુનો કર્યો છે તે જ મૃતકોના પરિવારને વળતર ચુકવે

9 જિંદગીને કચડી નાંખનાર તથ્ય પટેલ સામે લોકો આક્રોશ છે.  તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ આક્રોશ છે.  રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી. મૃતકોના પરિવારજનો કહે છે કે અમારે સહાય જોઈતી નથી. પરિવારજનોનો એક જ સવાલ સહાયથી અમારા વ્હાલસોયા પરત આવશે?. પરિવારજનો કહે છે કે અમે સામે રૂપિયા આપીએ પણ અમારા સંતાન હેમખેમ પાછા આપો. લોકોની એવી પણ માંગ છે કે ગુનેગાર અને તેના પરિવારની સંપતિ જપ્ત થાય.  એવી માંગ પણ ઉઠી રહી છે કે મૃતકોના પરિવારને ગુનેગાર તરફથી વળતર મળે. જેણે ગુનો કર્યો છે તે જ મૃતકોના પરિવારને વળતર ચુકવે.  એક મત એવો છે કે સરકાર જ સહાય કરતી રહેશે તો ગુનેગાર છટકી જ જશે. જિંદગી કચડાતી રહેશે અને ગુનેગારની જાણે કે કોઈ જવાબદારી જ નહીં રહે. નબીરાઓ પણ છાકટા બનીને બેફામ રીતે વર્તન કરતા રહેશે. એવો સ્પષ્ટ મત છે કે જે કોઈ આવા જવાબદાર હોય તેની પાસેથી જ વળતર વસૂલાય.

  • આરોપી તથ્ય પટેલ બેકાબૂ સ્પીડે જેગુઆર કાર ચલાવી રહ્યો હતો
  • બેકાબૂ સ્પીડથી આવતી કારની નીચે 9 જિંદગી કચડાઈ
  • આવા હીન કૃત્ય પછી પણ આરોપી કે તેના પિતાના ચહેરા પર કોઈ અફસોસ નથી
  • પોલીસ સ્ટેશનમાં પણ તથ્યનો પિતા મહેમાનગતિ માણતો જોવા મળ્યો

9 જિંદગી હણનારની સંપતિ જપ્ત કેમ નહીં?
આરોપી તથ્ય પટેલ બેકાબૂ સ્પીડે જેગુઆર કાર ચલાવી રહ્યો હતો.  બેકાબૂ સ્પીડથી આવતી કારની નીચે 9 જિંદગી કચડાઈ. આવા હીન કૃત્ય પછી પણ આરોપી કે તેના પિતાના ચહેરા પર કોઈ અફસોસ નથી. પોલીસ સ્ટેશનમાં પણ તથ્યનો પિતા મહેમાનગતિ માણતો જોવા મળ્યો. 9 જિંદગી હણનાર તથ્ય પોલીસની હાજરીમાં પણ હિરોપંતી કરતો હતો. ફિલ્મી સ્ટાઈલમાં તથ્ય પોતાના વાળ ઉડાવતો જોવા મળ્યો. તથ્યના વકીલે પણ જાણે કંઈ બન્યું જ નથી તેવા નિવેદન આપ્યા. તથ્યના વકીલે તો અકસ્માત જોવા ઉભેલા લોકોનો જ વાંક કાઢ્યો. તથ્યને હોસ્પિટલમાંથી વહેલું ડિસ્ચાર્જ ન મળે તે માટે પણ તરકટ કરાયા. ગંભીર ઈજા નહતી છતા વિવિધ ટેસ્ટના નામે વિલંબ કરાવ્યો. તથ્યના પિતા પણ પોલીસની હાજરીમાં અકસ્માત સ્થળેથી તથ્યને લઈ ગયા. 9 જિંદગી કચડાઈને નિષ્પ્રાણ પડી હતી પણ બાપ-બેટાના પેટનું પાણી ન હલ્યું.

  • રાજ્યમાં નબીરાઓ બેફામ રીતે વર્તતા હોય તે વાત નવી નથી
  • બેફામ સ્પીડમાં આવતા તથ્ય પટેલે 9 લોકોને કચડી નાંખ્યા
  • આવા ગંભીર અકસ્માત કર્યા પછી પસ્તાવાના નામે મીંડુ

નબીરાઓમાં ડર પેસવો જ જોઈએ
રાજ્યમાં નબીરાઓ બેફામ રીતે વર્તતા હોય તે વાત નવી નથી.  બેફામ સ્પીડમાં આવતા તથ્ય પટેલે 9 લોકોને કચડી નાંખ્યા. આવા ગંભીર અકસ્માત કર્યા પછી પસ્તાવાના નામે મીંડુ. દિવાળીની રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ ઉપર નબીરાઓએ આતંક મચાવ્યો હતો. રોડને રોકીને નબીરાઓએ બેફામ ફટાકડા ફોડ્યા હતા. પોલીસે બાદમાં 9 નબીરાઓને પકડીને તેમને પાઠ ભણાવ્યો હતો. નબીરાઓ એટલું પણ ન સમજ્યા કે જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડવામાં જોખમ છે. સાબરમતી રિવરફ્રંટ ઉપર ટપોરીઓએ મહિલાઓને અભદ્ર ઈશારા કર્યા હતા
જો કે એ મહિલાઓ પોલીસની શી ટીમ હતી. હિરોગીરી કરનાર રોમિયોને શી ટીમે પાઠ ભણાવ્યો હતો. 

બેફામ રફ્તારે છીનવી જિંદગી

ફેબ્રુઆરી 2013

  • વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસ
  • પૂરઝડપે વિસ્મય શાહ BMW કાર હંકારી રહ્યો હતો
  • જજીસ બંગલો રોડ ઉપર બે બાઈક સવારને અડફેટે લીધા
  • બંને બાઈકસવારના મૃત્યુ થયા

માર્ચ 2021

  • સુરતના યુનિવર્સિટી રોડ ઉપર રાત્રે લક્ઝુરિયસ કાર પૂરઝડપે આવતી હતી
  • લકઝુરિયસ કારે બે ટુ-વ્હીલરચાલકને ઉડાવી દીધા
  • કારચાલક જાણીતી અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા હતો
  • અતુલ દારૂના નશામાં કાર ચલાવતો હતો
  • અકસ્માતમાં ઘાયલ યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયુ

જૂન 2021

  • અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે મોડી રાત્રે અકસ્માત થયો
  • પૂરઝડપે આવતી કારે ફૂટપાથ ઉપર સૂતેલા લોકો ઉપર ફરી વળી
  • અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું
  • કાર ચલાવનાર પર્વ શાહ નામનો યુવક હતો
  • જે તે સમયે કર્ફ્યૂની વચ્ચે પણ તે મિત્રો સાથે ફરવા નિકળ્યો હતો

જીવલેણ રફ્તાર, હવે તો બ્રેક મારો!

મહાનગરના મૃત્યુઆંક

શહેર અમદાવાદ
વર્ષ 2019
મૃત્યુ 1836
   
શહેર અમદાવાદ
વર્ષ 2020
મૃત્યુ 1768
   
શહેર અમદાવાદ
વર્ષ 2021
મૃત્યુ 1891
   
શહેર સુરત
વર્ષ 2019
મૃત્યુ 2353
   
શહેર સુરત
વર્ષ 2020
મૃત્યુ 2119
   
શહેર સુરત
વર્ષ 2021
મૃત્યુ 2288
   
શહેર રાજકોટ
વર્ષ 2019
મૃત્યુ 1380
   
શહેર રાજકોટ
વર્ષ 2020
મૃત્યુ 1262
   
શહેર રાજકોટ
વર્ષ 2021
મૃત્યુ 1292
   
શહેર વડોદરા
વર્ષ 2019
મૃત્યુ 794
   
શહેર વડોદરા
વર્ષ 2020
મૃત્યુ 597
   
શહેર વડોદરા
વર્ષ 2021
મૃત્યુ 707

રફ્તાર પર બ્રેક, હવે નહીં તો ક્યારેય નહીં

રાજ્યના નેશનલ હાઈ-વે ઉપર થયેલા અકસ્માત

વર્ષ 2019
ઓવર સ્પીડીંગથી મૃત્યુ 1824
   
વર્ષ 2020
ઓવર સ્પીડીંગથી મૃત્યુ 1718
   
વર્ષ 2021
ઓવર સ્પીડીંગથી મૃત્યુ 1971
   
વર્ષ 2022
ઓવર સ્પીડીંગથી મૃત્યુ 1991

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ