બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / boys locker room group vulgar chat viral dcw notice delhi police cyber cell filed case detail to instagram

વાયરલ / દિલ્હીમાં છોકરાઓના મોબાઈલમાં જે ચેટ જોવા મળી તેનાથી સમગ્ર દેશ હચમચી ગયો, પેરન્ટ્સ માટે આંખ ઉઘાડનાર કિસ્સો

Bhushita

Last Updated: 08:00 AM, 5 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરના એક એકાઉન્ટ #boyslockerroom સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું હતું. તેમાં છોકરાઓ જે ચેટિંગ કરતા હતા તે ખરેખર ચોંકાવનારું હતું. તેમાં ગેંગરેપની વાત કરવામાં આવી રહી હતી. આ કેસમાં દિલ્હી પોલીસના સાઈબર સેલે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • #boyslockerroomની ચેટ વાયરલ
  • ગ્રૂપમાં અપાતી હતી રેપની ધમકી, પેરન્ટ્સ માટે ચોકાવનારો કિસ્સો
  • દિલ્હી પોલીસ સાઈબર સેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી

દિલ્હી પોલીસે ઇન્સ્ટાગ્રામ પર થયેલી આ અભદ્ર ચેટ અંગેનો કેસ નોંધ્યો છે. ટ્વિટર પર સોમવારે સવારે #boyslockerroom ટ્રેન્ડિંગમાં રહ્યું. આ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલા એક એકાઉન્ટનું નામ છે, જેના પર કેટલાક સ્કૂલના બાળકો અશ્લીલ ચેટ્સ કરી રહ્યા હતા. આ જૂથમાં છોકરીઓના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવતા અને ગેંગરેપ કરવાની ધમકી આપવામાં આવતી હતી. એક ટ્વિટર યૂઝરે આ ગ્રૂપના સ્ક્રીન શોટ્સ લીધા અને તેને સોશ્યલ મીડિયા પર મૂક્યા.


લોકોએ કરી કાર્યવાહીની માંગ

આ પછી #boyslockerroom ટ્વિટર પર ટ્રેન્ડ થવાનું શરૂ થયું. લોકોએ આ જૂથ પર થયેલી ચેટ અંગે કાર્યવાહી કરવાની માંગ શરૂ કરી દીધી હતી. એવું કહેવાતું હતું કે આ જૂથનાં મોટાભાગનાં બાળકો દક્ષિણ દિલ્હીના છે. તે જ સમયે, સાઈબર સેલને દક્ષિણ દિલ્હી પોલીસ દ્વારા આ મામલાની તપાસ કરવા જણાવ્યું હતું.

કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી

આ પછી કેસમાં દિલ્હી પોલીસની સાઈબર સેલે અજ્ઞાત લોકોની વિરુદ્ધમાં કેસ નોંધ્યો. આઈટી એક્ટ 66 અને 67A ના આધારે તપાસ શરૂ કરવામાં આવી. દિલ્હી પોલીસે ઈન્સ્ટાગ્રામને લેટર લખ્યો અને ગ્રૂપમાંથી ચેટ ડિલિટ કરવાની માંગણી કરી છે. 

ઈન્સ્ટાગ્રામ પરથી ગ્રૂપ થયું ડીએક્ટિવ

આ કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને અને ઈન્સ્ટાગ્રામને નોટિસ જાહેર કરી છે. હવે ઈન્સ્ટાગ્રામ પર આ ગ્રૂપ ડીએક્ટિવેટ થયું છે. 

સ્વાતિ માલીવાલે ટ્વિટ કર્યું છે કે ઈન્સ્ટાગ્રામ પર boys locker room નામના એક ગ્રૂપના સ્ક્રીન શોટ જોયા. આ હરકત ખૂબ જ અપરાધિક, બળાત્કારી માનસિકતાનું પ્રમાણ છે. કેસને ધ્યાનમાં લેતા પોલિસ અને ઈન્સ્ટાગ્રામને નોટિસ જાહેર કરી છે. આ ગ્રૂપના છોકરાઓ પણ એરેસ્ટ થવા જોઈએ. એક ખાસ નિર્ણયની અને સંદેશની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ