બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Botad Chemikand: gramya court rejected the anticipatory bail of the directors of AMOS company

બોટાદ કેમિકલકાંડ / AMOS કંપનીના ડાયરેક્ટરોના આગોતરા જામીન ગ્રામ્ય કોર્ટે ફગાવ્યાં, સરકારી વકીલે કહ્યું મૃતકો માટે કંપની સીધી જવાબદાર

Vishnu

Last Updated: 07:17 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ કેમિકલકાંડનું કેમિકલ  AMOS કંપનીમાંથી ચોરાયું હતું, જે બાદ માલિક સહિત 4 લોકોને સમન્સ પાઠવી હાજર થવા આદેશ કર્યો હતો

  • કેમિકલકાંડમાં આગોતરા જામીન ફગાવાયા
  • ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન
  • એમોસ કંપનીના ડાયરેક્ટરોના જામીન ફગાવાયા

બોટાદના બરવાળા કેમિકલ કાંડમાં અનેક જીંદગીઓનો ભોગ લેવાઇ ગયો ત્યારે આ મામલો કેમિકલ સપ્લાઇ કરનાર AMOS કંપનીના માલિકને સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા સમન્સ પણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે  AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેના પર બોટાદ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી જોકે આ મામલે ગ્રામ્ય કોર્ટે એમોસ કંપનીના ડાયરેક્ટરોની આગોતરા જામીનની અરજી ફગાવી છે.

હાઇકોર્ટે AMOS કંપનીના ડાયરેક્ટર ચંદુ પટેલ અને પંકજ પટેલને આપી રાહત

પણ વધુ મળતી વિગત પ્રમાણે બોટાદ કેમિકલકાંડમાં AMOS કંપનીના 2 ડાયરેક્ટરોને રાહત આપવામાં આવી છે. ચંદુ પટેલ અને પંકજ પટેલની  ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. બંન્ને ડાયરેક્ટરોએ આગોતરા જામીન માટે કરી અરજી કરી હતી. હાઇકોર્ટે વધુ ઉંમરને કારણે ધરપકડ પર રોક લગાવી છે.

સરકારી વકીલે અગાઉની સુનાવણીમાં શું કહ્યું હતું?
મહત્વનું છે કે લુક આઉટ નોટિસ બાદ ડિરેક્ટર સમીર પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં અરજીમાં પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાની દલીલ કરતા કરી હતી જેણે કોર્ટે નકારી દીધી હતી. આ મામલે સરકારી વકીલે નિવેદન આપતા કહ્યું કે  આરોપીઓને વારંવાર બોલાવાયા છતાં હાજર રહ્યાં નથી, માનવવધના ગુનાહિત કૃત્ય સહિતના ગુનામાં તપાસ ચાલુ છે. મૃતકો-અસરગ્રસ્તો માટે એમોસ કંપની-ડાયરેક્ટરો સીધા જવાબદાર છે. કંપની દ્વારા મિથેનોલ આલ્કોહોલનું વેચાણ કરાતું હોવાનું કોર્ટે નોંધ્યુ છે.

અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાયસન્સ રદ
બરવાળા લઠ્ઠાકાંડ મામલે નશાબંધી અને આબકારી વિભાગે કાર્યવાહી કરી હતી. નશાબંધી અને આબકારી વિભાગે અમદાવાદ સ્થિત AMOS કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવાનું લાયસન્સ રદ કર્યું હતું, ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલું મિથેનોલ કેમિકલ AMOS કંપનીમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યું હતું. ઉપરાંત AMOS કંપનીએ ફિનાર કંપનીમાંથી આ કેમિકલ લીધું હતું. લઠ્ઠાકાંડ થયા બાદ AMOS કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પણ કંપનીમાંથી કેમિકલ મળી આવ્યું હતું.

સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરી લાયસન્સ રિન્યુ જ નથી કર્યું
કારણ કે, તમને જણાવી દઇએ કે, AMOS કંપનીના માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. જેઓના રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે. આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.

આરોપી જયેશ AMOS કંપનીમાંથી કેમિકલ ચોરી બુટલેગરોને આપતો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ