બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood actor Kamal R Khan aka KRK (KRK) has made fun of the poster of 'Pushpa 2'.

મનોરંજન / Pushpa 2માં Allu Arjunનો લુક જોઈને બૉલીવુડના આ એક્ટરે ઉડાવી મઝાક, કહ્યું 'લક્ષ્મી 2 છે કે કંચના

Megha

Last Updated: 03:37 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર એકાઉન્ટ પર 'પુષ્પા 2'નું પોસ્ટર શેર કરતા KRKએ કહ્યું કે 'હું કન્ફ્યુઝ છું. હું સમજી શકતો નથી કે તે લક્ષ્મી 2 છે કે કંચના? આ પુષ્પાની સિક્વલ જેવું નથી લાગતું.'

  • KRKએ 'પુષ્પા 2'ના પોસ્ટરની ઉડાવી મજાક 
  • લક્ષ્મી 2 છે કે કંચના? આ પુષ્પાની સિક્વલ જેવું નથી લાગતું.'
  • આ વર્ષે રિલીઝ થઈ શકે છે 'પુષ્પા 2' 

અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા 2ને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જણાવી દઈએ કે 7 એપ્રિલે અલ્લુ અર્જુને આ ફિલ્મના પોસ્ટરની એક ઝલક બતાવી હતી જે લોકોને ઘણો પસંદ આવ્યો હતો. અલ્લુ અર્જુનનો એ લુક થોડા જ સમયમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જો કે આ બધા વચ્ચે બોલિવૂડ એક્ટર કમલ આર ખાન ઉર્ફે KRKએ 'પુષ્પા 2'ના પોસ્ટરની મજાક ઉડાવી છે.

KRKએ 'પુષ્પા 2'ના પોસ્ટરની ઉડાવી મજાક 
જણાવી દઈએ કે ટ્વિટર એકાઉન્ટ પર 'પુષ્પા 2'નું પોસ્ટર શેર કરતા KRKએ કહ્યું છે કે તે પુષ્પા ફિલ્મની સિક્વલ જેવું લાગતું નથી. તેને આ ટ્વિટ કરવા લખ્યું કે 'આ પુષ્પા 2નું પોસ્ટર છે અને હું કન્ફ્યુઝ છું. હું સમજી શકતો નથી કે તે લક્ષ્મી 2 છે કે કંચના? આ પુષ્પાની સિક્વલ જેવું નથી લાગતું.'

'પુષ્પા 2'નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું 
અલ્લુ અર્જુને એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર 'પુષ્પા 2'નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું હતું. જેમાં અલ્લુ અર્જુન સાઉથ ઇંડિયન સાડી પહેરેલો જોવા મળે છે અને ગળામાં લીંબુની માળા છે સાથે જ બંગડીઓ, વીંટી અને ઘણા નેકલેસ સહિત કપાળ પર એક બિંદી છે જે શિવની ત્રીજી આંખ જેવું લાગે છે. આ સાથે જ પોસ્ટરમાં અલ્લુ અર્જુન હાથમાં બંદૂક પકડેલો જોવા મળે છે.

આ વર્ષે રિલીઝ થઈ શકે છે 'પુષ્પા 2' 
નોંધનીય છે કે ફિલ્મનો પહેલો ભાંગ 'પુષ્પા ધ રાઈઝ' વર્ષ 2021માં રીલિઝ થયો હતો, જેમાં અલ્લુ અર્જુને ચંદન સ્મગલર પુષ્પાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી છે. 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી પણ જો રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ આ વર્ષે થિયેટરમાં રિલીઝ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ