બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રજત રાઠોડના ગીતના ફેન બની ગયા છે. તમે પણ જુઓ આ ગીત.
પોલીસ યુનિફોર્મ અને હાથમાં બંદૂકની જગ્યાએ ગિટાર.
અક્ષય કુમાર પણ થયો આફરીન.
કાર્તિક આર્યને પણ કર્યા વખાણ.
શરીર પર પોલીસ યુનિફોર્મ અને હાથમાં બંદૂકની જગ્યાએ ગિટાર, આવું કોમ્બિનેશન ભાગ્યે જ જોવા મળે છે. બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રજત રાઠોડના ગીતના ફેન બની ગયા છે.
સોશિયલ મીડિયા પર રજત રાઠોડ ચર્ચાનો વિષય બની ગયા છે. રજત રાઠોડ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે અને એક શાનદાર સિંગર પણ છે. તેમને બાળપણથી જ સિંગિંગનો શોખ હતો.
માઁએ શીખવાડ્યું ગીત
રજત જણાવે છે કે, પિતાના મૃત્યુ પછી માઁ ઉપર બધી જ જવાબદારી આવી ગઈ હતી. ‘આ કારણોસર 19 વર્ષ પછી પિતાની નોકરી જોઈન કરી લીધી. તેમના પિતા પણ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ હતા. બાળપણથી જ માઁ ના ગીત સાંભળતા હતા. માઁ ને ગીત ગાવાનો શોખ હતો. માઁ જે ના બની શક્યા તે રજતને બનાવવા માંગતા હતા. માઁ હંમેશા રસોડામાં ગીત ગાતી હતી કે, ‘તુજસે નારાજ નહીં જિંદગી’.’
યુનિફોર્મમાં ગીત ગાતા વાયરલ
રજત જણાવે છે કે, પોલીસમાં ભરતી થયા પહેલા સોશિયલ મીડિયા પર ગીતના વિડીયો પોસ્ટ કરતા હતા. કોરોનાના સમયે પોલીસ અને ડોકટરના કામની સરાહના કરવામાં આવી રહી હતી. આ ગરમિયાન એક ઓફિસરે મને પોલીસ અને ડોકટરને ડેડિકેટ કરતા એક ગીત ગાવાનું કહ્યું હતું. મેં યુનિફોર્મમાં ‘તેરી મિટ્રી મેં મિલ જાવા’ ગીત ગાયું અને પોસ્ટ કરી હતી. જે વાયરલ થયું હતું. ત્યારપછી લોકો મને ઓળખવા લાગ્યા.
અક્ષય કુમારે કર્યા વખાણ
રજત જણાવે છે કે, તેમની એક વિડીયો ક્લીપને કારણે તે રાતોરાત સ્ટાર બની ગયા. અક્ષય કુમારે રજતનું આ ગીત રિટ્વીટ કર્યું હતું. ગીતના સિંગરે પણ રજતને મેસેજ કર્યો અને તેના વખાણ કર્યા હતા.
કાર્તિક આર્યને કર્યા વખાણ
રજત રાઠોડે કાર્તિક આર્યનનું પણ એક ગીત ‘તેરા યાર હૂં મેં’ ગાયું હતું. આ ગીત પછી કાર્તિક આર્યને પણ રજતના વખાણ કર્યા હતા. ટાઈગર શ્રોફે પણ રજતના વખાણ કર્યા છે.
બ્રેકઅપ પછી વધુ પ્રસિદ્ધિ
રજત 25 વર્ષના છે. એક સમયે તેઓ રિલેશનશીપમાં હતા પરંતુ, ત્યાર પછી તેમનું બ્રેકઅપ થયું. બ્રેકઅપ પછી ગીત ગાવામાં વધુ મહેનત કરી. દિવસે ડ્યુટી કરતા હતા અને રાત્રે પ્રેક્ટીસ.
રજત જણાવે છે કે, બ્રેકઅપ પછી મેં મ્યૂઝીકમાં વધુ ધ્યાન આપ્યું. અક્ષય કુમારે વિડીયો રિટ્વિટ કરતા મારી એક્સ ગર્લફ્રેન્ડે મને ફોન કર્યો, પરંતુ મેં વાત કરી નહોતી. રજત ડ્યુટી કરી રહ્યા છે અને ઘરની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. સપનું પૂરું કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. સંગીતની સાથે સાથે નોકરીને પ્રેમ પણ કરે છે. રજત ઈચ્છે છે કે, તેઓ યુનિફોર્મમાં ગીત ગાતા રહે અને એક દિવસ તેમનું ગીત પણ રિલીઝ થાય.