બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Body-scorching heat, babies born, polythene on girl's feet: questions raised on the system after the picture went viral

મધ્યપ્રદેશ / અંગ દઝાડતી ગરમી, બેબસ જનેતા, બાળકીના પગમાં પોલીથીન: હૈયું કંપાવી મૂકે તેવી તસવીર વાયરલ થતાં તંત્ર પર ઉઠયા સવાલ, ક્લેક્ટરે ક્હ્યું મદદ કરીશું

Priyakant

Last Updated: 01:02 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh News: કાળઝાળ ગરમીમાં અસહાય માતાએ બાળકોના પગમાં પોલીથીન બાંધી તેમને ધોમધખતા રસ્તાથી બચાવ્યા

  • ઉનાળાની ગરમીની શ્યોપુરની હૈયું કંપાવી મૂકે તેવી તસવીર વાયરલ
  • ગરમી વચ્ચે બેબસ જનેતા, બાળકીના પગમાં પોલીથીન 
  • તસવીર વાયરલ થતાં તંત્ર પર ઉઠયા સવાલ, ક્લેક્ટરે ક્હ્યું મદદ કરીશું 

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં પણ આ દિવસોમાં આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન લોકો ગરમીથી બચવા તમામ ઉપાયો કરી રહ્યા છે. આ તરફ હવે શ્યોપુરની એક એવી તસવીર વાયરલ થઈ રહી છે જે દરેકના દિલને હચમચાવી નાખે તેવી છે. વાત જાણે એમ છે કે, વાયરલ ફોટામાં એક લાચાર માતા અને તેના ત્રણ માસૂમ બાળકો છે. કાળઝાળ ગરમીમાં અસહાય માતાએ બાળકોના પગમાં પોલીથીન બાંધી તેમને ધોમધખતા રસ્તાથી બચાવ્યા છે.
 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરને ધ્યાનમાં લઈને વહીવટીતંત્રે તે પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આ તસવીર 21 મે, રવિવારની બપોરની છે. આમાં દેખાતી મહિલાનું નામ રુક્મિણી છે અને તેની સાથે તેની 3 માસૂમ દીકરીઓ પણ દેખાઈ રહી છે. આ મહિલા તેના બાળકોના પગમાં પોલીથીન બાંધીને પ્રખર તડકામાં શ્યોપુર શહેરના રસ્તાઓ પર ફરતી હતી. 

આ દરમિયાન આ જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિક મીડિયા પર્સને તેનો ફોટો ક્લિક કર્યો હતો. મહિલા સાથે ચર્ચા કર્યા બાદ ખબર પડી કે તેનો પતિ બીમાર રહે છે. તે કામની શોધમાં શહેરમાં આવી છે. તેની પાસે પૈસા નહોતા. ત્યારબાદ મીડિયાવાળાએ તેને ચપ્પલ ખરીદવા માટે પૈસા પણ આપ્યા.

મહિલાનો પતિ છે બીમાર 
આ તરફ  ફોટો વાયરલ થયા બાદ મહિલાની શોધખોળ કરવામાં આવતાં તેનું સરનામું શહેરના વોર્ડ નંબર-8ની કાચી વસાહતમાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મહિલાના ઘરે તપાસ કરતાં ખબર પડી કે, તેનો પતિ સૂરજ અને બે દીકરીઓ કાજલ (6 વર્ષ) અને ખુશી (4 વર્ષ) ત્યાંથી મળી આવી હતી. જાણવા મળ્યું છે કે, રુક્મિણી હવે મજૂરી માટે એક વર્ષના પુત્ર મયંક સાથે જયપુર એટલે કે રાજસ્થાન ગઈ છે.

શું કહ્યું મહિલાનાં પતિએ ? 
રુક્મિણીના પતિ સૂરજે કહ્યું, તે ટીબીની બીમારીથી પીડિત છે, તેથી માત્ર તેની પત્ની જ કામ પર જાય છે. અમારી પાસે રેશનકાર્ડ નથી. માત્ર આધાર કાર્ડ. આંગણવાડીમાંથી ખોરાક ચોક્કસ મળે છે. સોમવારે મારી પત્ની મજૂરી માટે જયપુર ગઈ છે. 

શું કહ્યું ફોટો ક્લિક કરનાર પત્રકારે ? 
આદિવાસી મહિલા અને તેના બાળકોની લાચારીનો ફોટો ક્લિક કરનાર સ્થાનિક પત્રકાર ઈન્સાફ કુરેશીએ કહ્યું કે, હું કવરેજ માટે એક જગ્યાએ જઈ રહ્યો હતો. ત્યારે જ તે મહિલા જોવા મળી હતી. જેણે પોતાના બાળકોને ગરમ રસ્તાથી બચાવવા માટે તેમના પગમાં પોલીથીન બાંધી હતી. હું ઉતાવળમાં હતો. ફોટો પાડ્યા પછી વાત કરતાં મને ખબર પડી કે મહિલા પાસે ચપ્પલ પહેરવાના પૈસા નથી એટલે મેં તેને મદદ તરીકે થોડા પૈસા આપ્યા.

શું કહ્યું શ્યોપુર કલેક્ટરે ? 
આ મામલે શ્યોપુર કલેક્ટર શિવમ વર્માએ કહ્યું કે, હું હવે બહાર છું. આ બાબત ધ્યાને આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સુપરવાઈઝર મમતા વ્યાસ અને આંગણવાડી કાર્યકર પિંકી જાટવને સંબંધિત પરિવાર પાસેથી માહિતી એકત્રિત કરવા માટે મોકલવામાં આવ્યા છે. સરકારી યોજનાઓનો મહત્તમ લાભ પરિવારને આપવા સૂચનાઓ આપવામાં આવી છે.  

મહત્વનું છે કે, સરકાર આદિવાસી સહરિયા મહિલાઓના ભલા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. પરંતુ આ પ્રકારનું ચિત્ર શિવરાજ સરકારના તમામ દાવાઓને ઉજાગર કરી રહ્યું છે. જોકે હાલમાં તો જિલ્લા પ્રશાસને મહિલાને શોધીને તેને સરકારની યોજનાઓનો લાભ અપાવવાનો નિર્ણય કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ