બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Boating lease canceled in Vadodara Sursagar lake

આદેશ / વડોદરાવાસીઓને હવે સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા નહીં મળે, તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ રદ, જાણો કેમ

Vishal Khamar

Last Updated: 08:09 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યા બાદ વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગ ચાલુ હતું. આજે મ્યુનિસિપલ કમિશ્નરે સુરસાગર તળાવનો બોટિંગનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ્દ કર્યો હતો.

  • વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગનો ઇજારો કરાયો રદ્દ
  • મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ ઇજારો રદ્દ કરવાનો હુકમ કર્યો
  • હરણી દુર્ઘટના બાદ પણ સુરસાગર તળાવમાં ચાલુ હતું બોટિંગ

 વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગનો ઈજારો મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તાત્કાલિક રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. હરણી દુર્ઘટના બાદ પણ સુરસાગર તળાવમાં બોટિંગ ચાલુ હતું. ન્યુનિસિપલ કમિશ્નરની સૂચના છતાં બોટિંગ ચાલતું હતું. સુરસાગર તળાવનો ઈજૈરો હાઈડ્રો ડ્રાઈવર્સ કંપની પાસે હતો. મ્યુનિસિપલ કમિશ્નરે તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો હતો. 

હરણી બોટ દુર્ઘટનામાં એફેસએલ રિપોર્ટમાં થયો ખુલાસો
વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે.  બોટમાં ઓવરલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાયાનો ખુલાસો થયો છે. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી મારી ગઈ હતી. તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી. આ સમગ્ર બાબતે કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્રે એક ટન વજનની હતી. 

વધુ વાંચોઃ ખેડૂતો માટે ટેકાની જાહેરાત: ગુજરાત સરકાર આ પાકો આટલા ભાવે ખરીદશે, નોંધણીની તારીખ પણ નોંધી લો

પોલીસે હરણી બોટ દુર્ઘટનામાં 13 લોકોની ધરપકડ કરી
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો તેમજ 2 શિક્ષકોનું મોત નિપજ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે 18 લોકો સામે ફરિયાદ નોંધી  13 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 6 આરોપીઓ ફરાર છે. ત્યારે પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ