બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Black Pepper mari powder is very beneficial for health and skin

મરી નીકળી ખરી / વજન ઉતારવો, બ્લડ શુગર જેવી અનેક સમસ્યાનો એકમાત્ર રામબાણ ઈલાજ, તેના એજન્ટ ડાયાબિટિસમાં પણ કરશે મદદ, સંશોધનમાં ખુલાસો

Vaidehi

Last Updated: 07:50 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટની સમસ્યા હોય કે પછી કોઈ ગંભીર બિમારી, અનેક સમસ્યાનો એકમાત્ર રામબાણ ઈલાજઃ મરી, જાણો શું છે ફાયદાઓ!

  • ભારતીય મસાલાઓનાં અનેક ફાયદા
  • મરી ડાયાબિટિસને પણ દૂર કરવામાં મદદરૂપ
  • ત્વચાથી લઈ પેટ સુધીની તમામ સમસ્યાનું મરી નિરાકરણ

આપણા ભારતીય મસાલાઓમાં મરી એક ખૂબ જરૂરી મસાલો ગણાય છે. તેનો પ્રયોગ શાકભાજીમાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. મરી સ્વાદ વધારવાની સાથે ઘણી બીમારીઓનો રામબાણ ઇલાજ પણ છે. તો તમે પણ જાણો મરીના ફાયદા અને અલગ અલગ તકલીફોમાં તેનું સેવન કરો.

ડાયાબિટિસની સમસ્યા માટે પણ બેસ્ટ
શરદી ખાંસી દૂર કરનાર મરી ડાયાબિટિસ માટે પણ બેસ્ટ છે. તેનું સેવન ડાયાબિટિસ અને બ્લડ શુગરની સમસ્યાને ખતમ કરે છે. સંશોધન મુજબ મરીમાં એવાં એજન્ટ હોય છે જે ડાયાબિટિસના ઇલાજમાં મદદ કરે છે. હૂંફાળાં પાણીમાં મરીનો ભૂકો નાખીને પી શકો છો. તમે ઇચ્છો તો સવારે ખાલી પેટે ગરમ પાણીમાં હળદર અને મરી નાખીને પી શકો છો. સલાડમાં ચપટી ભરીને મરી પાઉડર નાખો, સૂપમાં પણ મરી પાઉડર નાખીને તેનું સેવન કરી શકો છો.

ગ્રીન ટી સાથે લેવાના પણ છે ભરપૂર ફાયદા
તમે મરીનું સેવન ગ્રીન ટી સાથે પણ કરી શકો છો. જો તમે પાતળા થવા માટે ગ્રીન ટી પી રહ્યા હો તો કાળાં મરી તેમાં ભરપુર લાભ આપશે. ગ્રીન ટીને મરી સાથે ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરશે. આ માટે એક ચપટી મરીનો પાઉડર લો અને તેને ગ્રીન ટીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણ વાર પીઓ.

કબજિયાતની સમસ્યામાંથી મળશે છુટકારો
મરી આપણી પાચનશક્તિ માટે ખૂબ જ લાભદાયી છે. તેનાથી કબજિયાત સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ભોજનમાં મરીનો ભૂકો નાખી દો અને પછી જુઓ તેના બેમિસાલ ફાયદા.

ત્વચા માટે પણ લાભદાયી,કરચલીઓ ઘટશે
મરી આપણાં શરીરને અનેક લાભ આપે છે તેનાથી સ્કિનની સમસ્યા પણ દૂર થાય છે. તે તમારી સ્કિન માટે લાભદાયી છે. તેનાથી પિગમેન્ટેશન દૂર થાય છે. ૪૦ પ્લસ મહિલાઓને સ્કિન સંબંધિત સમસ્યા થતી હોય તો તે ચપટી ભરીને કાળાં મરીનો પાઉડર ખાઇ શકે છે તેનાથી અનેક લાભ થશે.

પેટ સાફ રહેશે, પાચનતંત્ર સુધરશે
જો તમને પેટ સંબંધિત પરેશાની રહેતી હોય અને પેટ યોગ્ય રીતે સાફ ન થઇ શકતું હોય તો મરીથી યોગ્ય ઇલાજ કોઇ નથી. મરી તમારું પેટ એકદમ સાફ કરી દે છે. તેનાં સેવનથી પાચતંત્ર પણ સુધરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ