બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP Taluka Panchayat Member Caught Drinking Liquor Lakhpat Case

કચ્છ / દે દારૂ.. ભાજપ તાલુકા પંચાયત સદસ્ય દારૂ ઢીંચતો ઝડપાયો, પત્નીએ કંટાળી કર્યું એવું કે થયો જેલ ભેગો, લખપતનો કિસ્સો

Kishor

Last Updated: 09:37 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કહેવાથી દારૂબંધી વચ્ચે અનેક વખત દારૂના જથ્થા સાથે બુટલેગરો પોલીસ ઝડપે ચડી રહ્યા છે. તેવામાં કચ્છમાં ભાજપ તાલુકા પંચાયતનો સદસ્ય જ દારૂ ઢીંચતા ઝડપતા ચકચાર મચી જવા પામી છે.

  • દારૂબંધી વચ્ચે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દારૂ પીતા ઝડપાયા
  • હેમેન્દ્ર જનસારી દારૂ પીતા ઝડપાતા કાર્યવાહી

રાજ્યમાં એક તરફ દારૂ બંધી છે તેની વચ્ચે ભાજપના તાલુકા સભ્ય દારૂ પીતા ઝડપાયા છે. પત્નીની ફરિયાદના આધારે પોલીસે ભજપના તાલુકા સભ્ય હેમેન્દ્ર જનસારી ની પોલીસે અટકાયત કરી છે.પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય હેમેન્દ્ર જનસારી દારૂ પીતા ઝડપાયાના સમાચાર સામે આવ્યા છે. તેમના પત્ની સાથે સામાન્ય બાબતે હેમેન્દ્ર ભાઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ તેમના પત્નીએ પોલીસને ફરિયાદ કરી હતી. પત્નીની ફરિયાદના આધારે પોલીસે તાલુકા ભાજપ સદશ્યયની અટકાયત કરી છે તેમજ તેમના વિરુદ્ધ દારૂ રાખવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


વડોદરામાંથી પોલીસ પુત્ર બુટલેગર ઝડપાયો

વડોદરા સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં દારૂનું દુષણ વકરી રહ્યું છે અને દારૂબંધિમા ઢીલીનીતિને પગલે વડોદરા પોલીસની આબરૂ અનેક વખત ધૂળધાણી થઈ છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે વડોદરામાં પોલીસનો પુત્ર જ દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ અવાચક બની હતી. 

ભાવનગર : દારૂબંધી? એ તો ખાલી નામની જ, બાકી સરકારી કર્મીઓ કચેરીમાંજ કરે છે  પાર્ટી | alcohol ban in Gujarat bhavnagar customs office


5.81 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આજે વડોદરા શહેરમાં દારૂની હેરા ફેરી કરતા કેટલાક શખ્સોને પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં બાપોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા પોલીસ જવાનનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. તેનું નામ અભિષેક સોલંકી છે અને તે લાંબા સમયથી દારૂનો ધંધો કરતો હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે. જેને પગલે પોલીસે રૂપિયા 1.68 લાખના વિદેશ દારૂ સાથે રૂપિયા 5.81 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ કરી તમામ આરોપીને પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ