બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / BJP MP alleges Mahua Moitra took 'bribes' to ask questions in Parliament

રાજનીતિ / 2005ના 'કેશ ફોર ક્વેરી' જેવા કેસથી ખળભળાટ ! આ સાંસદ પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપ

Hiralal

Last Updated: 10:00 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાંસદ નિશિકાંત દુબેનો દાવો છે કે ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ પૈસા લઈને સંસદમાં સુરક્ષા સાથે જોડાયેલા અતિ ગંભીર સવાલો પૂછ્યાં હતા.

  • 2005ના 'કેશ ફોર ક્વેરી' જેવો કેસ ફરી બન્યો
  • ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પૈસા લઈને સંસદમાં પૂછ્યાં હોવાનો દાવો
  • ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કર્યા મોટા આરોપ 

2005ના 'કેશ ફોર ક્વેરી' (પૈસા લઈને સવાલો પૂછવા) જેવો એક કેસ સામે આવ્યો છે જોકે તે વખતે 11 સાંસદો પૈસા લઈને સવાલો પૂછતાં ઝડપાયા હતા, આ વખતે એક સાંસદ પર આવા આરોપ લાગ્યાં છે. પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઇત્રા સામે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે મુંબઈના એક બિઝનેસમેનના કહેવા પર મહુઆ મોઈત્રાએ લોકસભામાં સવાલ પૂછ્યા હતા. આ માટે તેમને કેશ અને ગિફ્ટ આપવામાં આવી હતી. નિશિકાંતનો દાવો છે કે વકીલ જય અનંત દેહાદરાયે તેમને આ વાતના પુરાવા આપ્યાં છે. ભાજપના સાંસદનું કહેવું છે કે મહુઆ મોઇત્રાએ સંસદમાં કુલ 61માંથી લગભગ 50 એવા પ્રશ્નો પૂછ્યા હતા જે સુરક્ષા સાથે સંબંધિત હતા. આ મામલો ખૂબ જ ગંભીર છે. આ 12 ડિસેમ્બર, 2005ના 'કેશ ફોર ક્વેરી' એપિસોડની યાદ અપાવે છે, જેમાં પૈસાના બદલામાં સંસદમાં પ્રશ્નો પૂછાયા હતા અને તેમાં 11 સાંસદોએ પોતાનું સભ્યપદ ગુમાવ્યું હતું. નિશિકાંતે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, "જ્યારે પણ ગૃહ ચાલતું હતું, ત્યારે મહુઆ અને સૌગત રોયે હંમેશાં ગૃહને ખલેલ પહોંચાડી હતી. આની પાછળનો હેતુ સરકારને જનહિતને લગતા મુદ્દાઓને ઉઠાવતા અટકાવવાનો હતો. હવે આ સવાલના બદલામાં પૈસા અને ગિફ્ટ્સ લેવામાં આવી હોવાના પુરાવા સામે આવ્યા છે. 

લોકસભા સ્પીકર કમિટી બનાવીને તપાસ કરાવે
દુબેએ એવી પણ માગ કરી કે લોકસભા સ્પીકર ઓમ બીરલા તપાસ કમિટી બનાવે. સમિતિની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મહુઆને લોકસભાના સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ. તેમણે સ્પીકરને મોકલેલા પત્ર સાથે ફરિયાદીનો પત્ર પણ આપ્યો છે.

બંગાળ ભાજપના મહાસચિવ બોલ્યાં પૈસા લીધા હોય તો મોઈત્રાને બરખાસ્ત કરો 
પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ અને ધારાસભ્ય અગ્નિમિત્ર પોલે કહ્યું, "અમે જાણવા માંગીએ છીએ કે મહુઆ મોઇત્રાએ હિરાનંદાની પાસેથી પૈસા લીધા છે કે નહીં. તેની તપાસ થવી જોઈએ. જો સાબિત થાય તો તેમને સાંસદ પદેથી બરતરફ કરવા જોઈએ.

2005ના 'કેશ ફોર ક્વેરી' જેવો કેસ 
ઉલ્લેખનીય છે કે 2005ની સાલમાં પણ 11 સાંસદો પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપ લાગ્યાં હતા. તે વખતે આ સાંસદો દોષી સાબિત થતાં તેમને સાંસદ પદેથી બરખાસ્ત કરી દેવાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ