બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / BJP leader Shailesh Patel's murder case in Vapi, police nabbed the suspect and started questioning

તપાસ / વાપીમાં ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યાનો મામલો, પોલીસે શકમંદને ઝડપીને શરુ કરી પૂછપરછ

Vishal Khamar

Last Updated: 10:12 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં વાપી પોલીસે એક શકમંદને રાઉન્ડ અપ કર્યો હતો. ત્યારે ટૂંક સમયમા શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાઈ જવાની સંભાવનાં છે.

  • વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની હત્યાનો મામલો
  • પોલીસે એક શકમંદને રાઉન્ડ અપ કર્યોં
  • શરદ પટેલની હાથધરી સઘન પૂછપરછ

વાપી તાલુકા ભાજપનાં ઉપપ્રમુખની હત્યા મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શૈલેષ પટેલની પોઈન્ટ બ્લેક પિસ્તોલ વડે હત્યા થઈ હતી. જીલ્લા પોલીસ પર આરોપીઓને ઝડપવા ભારે રાજકીય દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. વાપી પોલીસે આખરે એક શકમંદને રાઉન્ડ અપ કર્યો હતો. પોલીસે શંકાના આધારે વાપી પોલીસે શરદ પટેલને રાઉન્ડ અપ કર્યો હતો. ત્યારે હાલ શરદ પટેલની વાપી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. 

બાઇક પર આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ
મળતી માહિતી અનુસાર, વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન વાપીના રાતા ગામે બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને બાઇક પર આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં  શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 

ઉપપ્રમુખ શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું
પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ